________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
३८७
भोग्यं तन्वादि । न चैतदनभिज्ञस्य क्षित्यादौ कर्तृत्वं संभवत्यस्मदादिवत् । ते च तदीयज्ञानादयो नित्याः कुलालादिज्ञानादिभ्यो विलक्षणत्वात् । एकत्वं च क्षित्यादिकर्तुरनेककर्तृणामेकाधिष्ठातृनियमितानां प्रवृत्त्युपपत्तेः सिद्धम् । प्रसिद्धा हि स्थपत्यादीनामेकसूत्रधारपरतन्त्राणां महाप्रसादादिकार्यकरणे प्रवृत्तिः । न च ईश्वरस्यैकरूपत्वे नित्यत्वे च कार्याणां कादाचित्कत्वं वैचित्र्यं च विरुध्यते इति वाच्यं । कादाचित्कविचित्रसहकारिलाभेन कार्याणां कादाचित्कत्ववैचित्र्यसिद्धौ विरोधासंभवात् । ननु क्षित्यादेबुद्धिमद्धेतुकत्वेऽक्रियादर्शिनोऽपि जीर्णकूपादिष्विव कृतबुद्धिरुत्पद्यते, न चात्र सा उत्पद्यमाना दृष्टा, अतो दृष्टान्तदृष्टस्य हेतोर्धर्मिण्यभावादसिद्धत्वम्, तदप्ययुक्तं, यतः प्रामाणिकमितरं वापेक्ष्येदमुच्येत । यदीतरं तर्हि धूमादावप्यसिद्धत्वानुषङ्गः । प्रामाणिकस्य तु नासिद्धत्वं, कार्यत्वस्य बुद्धिमत्कर्तृपूर्वकत्वेन प्रतिपन्नाविनाभावस्य क्षित्यादौ प्रसिद्धः, पर्वतादौ धूमादिवत् । न च यावन्तः पदार्थाः कृतकाः तावन्तः ‘कृतबुद्धिमात्मन्याविर्भावयन्तीति नियमोऽस्ति, खातप्रतिपूरितायां भुव्यक्रियादर्शिनः कृतबुद्ध्युत्पादाभावात् । किं च, बुद्धिमत्कारणाभावोऽत्रानुपलब्धितो भवता प्रसाध्यते एतचायुक्तं, दृश्यानुपलब्धेरेवाभावसाधकत्वोपपत्तेः, न चेयमत्र संभवति जगत्कर्तुरदृश्यत्वात्, अनुपलब्धस्य चाभावसाध्यत्वे पिशाचादेरपि तत्प्रसक्तिः स्यादिति । ટીકાનો ભાવાનુવાદ:
આમ આ રીતે સામાન્યરૂપથી બુદ્ધિમાનકર્તાની સિદ્ધિ થતાં, આ વિચિત્રમય જગતની ઉત્પત્તિના કર્તા તરીકે સર્વજ્ઞની સિદ્ધિ થાય છે. ઈશ્વરની સર્વજ્ઞતા સમસ્ત જગતની ઉત્પત્તિથી સિદ્ધ થાય છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે –
ઈશ્વર સર્વજ્ઞ છે. કારણ કે જગતના સમસ્ત સિત્યાદિ કાર્યોના કર્તા છે. જે જેનો કર્તા હોય છે, તે તેના ઉપાદાન તથા સહકારિકરણોનો જાણકાર હોય છે. જેમકે ઘટનો કર્તા ઘટના ઉપાદાન મૃર્લિંડ તથા દંડાદિ સહકારિકરણનો જાણકાર છે.”
આ રીતે જગતકર્તા ઈશ્વર જગતના સમસ્તકાર્યોના ઉપાદાનકારણભૂત પરમાણુઓ અને સહકારિતારણરૂપ અદષ્ટ, કાલઆદિને જાણે છે. તેથી ઈશ્વર સર્વજ્ઞ છે.
આ જગતના સમસ્ત કાર્યોના ઉપાદાનકારણો પાર્થિવ, જલીય, તૈજસ, વાયવીય સ્વરૂપ ચાર પ્રકારના પરમાણુઓ છે. તે કાર્યોના નિમિત્તકારણો અદૃષ્ટ, કાલ વગેરે છે. જગતના પ્રાણીઓ ભોક્તા છે અને શરીર વગેરે ભોગ્ય છે.