________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
५०९
પ્રકારના કહ્યા છે. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય, (૫) જીવાસ્તિકાય, (૯) કાલ.”
આમ આગમથી છ એ દ્રવ્યો સ્વતંત્ર છે, એમ સિદ્ધ થાય છે.
શંકાઃ ધર્માસ્તિકાયદ્રવ્યની નિરપેક્ષપણે જ પક્ષી આકાશમાં ઉડે છે, અગ્નિ ઉંચે જાય છે; પવન તિછિંદિશામાં ગતિ કરે છે. આ અનાદિકાલથી સ્વભાવથી જ થતું જોવાય છે અને જે સ્વભાવથી કાર્ય થતું હોય તેમાં કોઈ નિમિત્ત બનતું નથી. આથી ધર્માસ્તિકાય જેવા સ્વતંત્રદ્રવ્યને માનવાની જરૂર નથી.
સમાધાન આ તમારી પ્રતિજ્ઞામાત્ર જ છે. પરંતુ તે પ્રતિજ્ઞા અનવદ્ય (નિર્દોષ) હેતુ-દષ્ટાંતને યોગ્ય નથી. અર્થાત્ તમારા વિધાનમાં=પ્રતિજ્ઞામાં હેતુ અને દૃષ્ટાંત નિર્દોષ નથી. કારણ કે ધર્માસ્તિકાય દ્રવ્યના ઉપકારથી નિરપેક્ષદ્રવ્યોની ગતિ અસિદ્ધ છે. કારણકે ગતિમાં પરિણામ પામેલા સર્વે જીવ અને પુદ્ગલોને ઉપકાર કરનાર તરીકે અનેકાંતવાદિઓએ ધર્માસ્તિકાય દ્રવ્યનો સ્વીકાર કર્યો છે અને સ્થિતિમાં પરિણામ પામેલા જીવ અને પુદ્ગલોને ઉપકાર કરનાર તરીકે અધર્માસ્તિકાયદ્રવ્યનો સ્વીકાર કર્યો છે. તે બંને વડે ગતિ કે સ્થિતિ કરાવાતી નથી. માત્ર તે બંને સહકારમાત્રથી ઉપકારક બને છે. અર્થાત્ સહકાર આપીને ગતિ-સ્થિતિમાં ઉપકારક બને છે. જેમકે સદાવ્રતમાં રહેવાથી ભિક્ષા સુલભ બનતાં ત્યાં વસેલો ભિખારી “ભિક્ષા અમને વસાવે છે—” આવું કહે છે. તેમાં સદાવ્રત રાખવાનું કામ કરે છે. છતાં પણ ભિક્ષાને નિમિત્તે ત્યાં વસવાનું થતું હોવાથી તે ભિક્ષા રાખવાનું કામ કરે છે, એમ કહેવાય છે.
તે જ રીતે “કંડીલની અગ્નિ ભણાવે છે”–આવા પ્રયોગમાં અગ્નિ ભણાવતો નથી. પરંતુ અગ્નિનો પ્રકાશ ભણવામાં સહાયક થાય છે. તે રીતે ઉપર પણ વિચારી લેવું.
શંકા તમે લોકોએ ધર્મ અને અધર્મ દ્રવ્યને લોકવ્યાપી માનવામાં કોઈ યુક્તિ આપી નથી. જે તત્ત્વાર્થસૂત્ર પ/૧૦ માં તેની ગતિ અને સ્થિતિમાં સહાયકતાસ્વરૂપ ઉપકાર બતાવ્યો છે, તે પણ સંજ્ઞામાત્ર કથનમાત્ર જ છે. યુક્તિથી સર્વથાશૂન્ય છે. સમાધાનઃ અમે યુક્તિઓ બતાવીએ છીએ, તમે સાવધાન થઈને સાંભળો.
સ્વતઃ ગતિ અને સ્થિતિમાં પરિણામ પામેલ જીવો અને પુદગલોની ગતિ અને સ્થિતિ પોતાની ઉત્પત્તિમાં પરિણામિ, કર્તા=નિર્વર્તક અને નિમિત્તરૂપ ત્રણ કારણોથી અતિરિક્ત ચોથા ઉદાસીન કારણની અપેક્ષા રાખે છે. કારણ કે તે ગતિ અને સ્થિતિ સ્વાભાવિકપર્યાય નથી તથા કોઈ કોઈવાર થાય છે. જેમકે ઉદાસીનકારણ એવા પાણીની ગતિમાં અપેક્ષા રાખતી માછલી. અર્થાત્ માછલી પાણી વિના ગતિ કરી શકતી નથી, ઉદાસીન એવા પાણીની અપેક્ષા રાખે છે.