________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
ખરવા લાગે છે. લતાઓ યોગ્ય આશ્રયનેલઈને ઉપર ચઢે છે. લજ્જાળુવગેરે વનસ્પતિઓના પાંદડા હાથ વગેરેના સ્પર્શથી સંકોચાઈ જાય છે. આ રીતે વનસ્પતિઓમાં અનેકપ્રકારની સ્પષ્ટ ક્રિયાઓ જોવા મળે છે. અથવા સર્વ વનસ્પતિઓ વિશિષ્ટ ઋતુમાં જ ફળ આપે છે. આમ આ નજીકમાં કહેલી વૃક્ષસંબંધી વિવિધક્રિયાઓ જ્ઞાન વિના ઘટતી નથી. તેથી સિદ્ધ થાય છે કે વનસ્પતિ સચેતન છે.
४८४
तथा यथा मनुष्यशरीरं हस्तादिछिन्नं शुष्यति, तथा तरुशरीरमपि पल्लवफलकुसुमादिछिन्नं विशोषमुपगच्छद्दृष्टम् । न चाचेतनानामयं धर्म इति । तथा यथा मनुष्यशरीरं स्तनक्षीरव्यञ्जनौदनाद्याहाराभ्यवहारादाहारकं, एवं वनस्पतिशरीरमपि भूजलाद्याहाराभ्यवहारादाहारकम् । न चैतदाहारकत्वमचेतनानां दृष्टम् । अतस्तत्सद्भावात्सचेतनत्वमिति । तथा यथा मनुष्यशरीरं नियतायुष्कं तथा वनस्पतिशरीरमपि नियतायुष्कम् । तथाहि अस्य दशवर्षसहस्राण्युत्कृष्टमायुः । तथा यथा मनुष्यशरीर-मिष्टानिष्टाहारादिप्राप्त्या वृद्धिहान्यात्मकं तथा वनस्पतिशरीरमपि । तथा यथा मनुष्यशरीरस्य तत्तद्रोगसंपर्काद्रोगपाण्डुत्वोदरवृद्धिशोफकृशत्वाङ्गलिनासिकानिनीभवनविगलनादि
तथा वनस्पतिशरीरस्यापि तथाविधरोगोद्भवात्पुष्पफलपत्रत्वगाद्यन्यथाभवनपतनादि । तथा यथा मनुष्यशरीरस्य रसायनस्नेहाद्युपयोगाद्विशिष्टकान्तिरसबलोपचयादि तथा वनस्पतिशरीरस्यापि विशिष्टेष्टनभोजलादिसेकाद्विशिष्टरसवीर्यस्त्रिग्धत्वादि । तथा स्त्रीशरीरस्य तथाविधदौहृदपूरणात्पुत्रादिप्रसवनं तथा वनस्पतिशरीरस्यापि तत्पूरणात्पुष्पफलादिप्रसवनमित्यादि ।
ટીકાનો ભાવાનુવાદ :
જેમ હાથવગેરે કપાઈ જતાં મનુષ્યનું શરીર શોષાય છે. તેમ વૃક્ષનું શરીર પણ કૂંપળો, ફળ, ફુલ વગેરે છેદાતાં શોષાતું દેખાય છે તથા આ અચેતનનો ધર્મ નથી. સચેતનમાં જ આ ધર્મ જોવા મળતો હોય છે.
જેમ મનુષ્યનું શરીર માતાનું દૂધ, શાક, ભાત વગેરે આહારથી પુષ્ટ થતું હોવાથી આહા૨ક છે, તેમ વનસ્પતિનું શરીર પણ પૃથ્વી, પાણીવગેરે આહારથી પુષ્ટ થતું હોવાથી આહા૨ક છે. અને આ આહારકત્વ અચેતનપદાર્થોમાં જોવા મળતું નથી. તેથી આહારકતાના સદ્ભાવથી વનસ્પતિનું શરીર પણ સચેતન સિદ્ધ થાય છે.
જેમ મનુષ્યનું શરીર નિયત આયુષ્યવાળું છે, તેમ વનસ્પતિનું શરીર પણ નિયત આયુષ્યવાળું