________________
षड्दर्शन समुञ्चय भाग- २, श्लोक, ४८-४९, जैनदर्शन
४८१
જોઈએ. વળી મૃતશરીરમાં તાવ જોવા મળતો નથી, કારણ કે તેમાં જીવસંયોગ નથી. ટુંકમાં જીવિતશરીર તાવના કારણે ગરમ થઈ જાય છે, કારણ કે જીવનો સંયોગ છે. અને મૃતશરીરમાં તાવ આવતો ન હોવાથી ગરમી પણ જોવા મળતી નથી, કારણ કે જીવનો સંયોગ નથી. આ પ્રમાણેના અન્વય-વ્યતિરેકથી અગ્નિની સચિત્તતા સિદ્ધ થાય છે. અનુમાનપ્રયોગ : “અંગારા વગેરેનો પ્રકાશ પરિણામ આત્માના સંયોગથી પ્રગટ થાય છે, કારણ કે તે પ્રકાશ શરીરમાં રહેલો છે. જેમકે ખજવાના દેહનો પ્રકાશપરિણામ.”
તથા “અંગારા વગેરેની ઉષ્મા આત્માના સંયોગપૂર્વક હોય છે, કારણ કે તે ઉષ્મા શરીરમાં રહેલ છે. જેમ (શરીરમાં રહેલ) તાપની ઉષ્મા (ગરમી).” ઉપરોક્ત ઉભયઅનુમાનોથી અગ્નિની સચિત્તતા સિદ્ધ થાય છે.
“સૂર્ય વગેરેદ્વારા હેતુ વ્યભિચારિ બને છે”—આવું ન કહેવું. કારણ કે સૂર્ય વગેરે સર્વે પદાર્થોનો ઉષ્ણસ્પર્શ (ગરમી) અને પ્રકાશ આત્માના સંયોગપૂર્વક જ હોય છે. અર્થાત્ સૂર્ય જીવના સંયોગના કારણે સૂર્યમાંથી ગરમી અને પ્રકાશ પ્રગટે છે. એટલે હેતુ વ્યભિચારી નથી.
તથા “અગ્નિ સચેતન છે. કારણકે યથાયોગ્ય આહાર (ઇન્ધન)ને ગ્રહણ કરવાદ્વારા વૃદ્ધિ વગેરે વિકારોને પામે છે. (અર્થાતુ અગ્નિ ઇન્ધનરૂપ આહારના સંયોગથી વૃદ્ધિને પામે છે.). જેમકે (યથાયોગ્ય આહાર ગ્રહણદ્વારા વૃદ્ધિ પામતું) મનુષ્યનું શરીર. આ પ્રમાણે અનેકહેતુઓ દ્વારા અગ્નિના જીવોની સિદ્ધિ જાણી લેવી જોઈએ.
આ રીતે અગ્નિમાં સજીવતાની સિદ્ધિ થઈ. હવે વાયુમાં અને વનસ્પતિમાં સજીવતાની સિદ્ધિ કરે છે.
यथा देवस्य स्वशक्तिप्रभावान्मनुष्याणां चाञ्जनविद्यामन्त्रैरन्तर्धाने शरीरं चक्षुषानुपलभ्यमानमपि विद्यमानं चेतनावञ्चाध्यवसीयते, एवं वायावपि चक्षुह्यं रूपं न भवति, सूक्ष्मपरिणामात्, परमाणोरिव वह्निदग्धपाषाणखण्डिकागताचित्ताग्नेरिव वा । प्रयोगश्चायम्-चेतनावान् वायुः, अपरप्रेरिततिर्यगऽनियमितदिग्गतिमत्त्वात्, गवाधादिवत् । तिर्यगेव गमननियमादनियमितविशेषणोपादानाञ्च परमाणुना न व्यभिचारः, तस्य नियमितगतिमत्त्वात्, “जीवपुद्गलयोरनुश्रेणिः” इति वचनात् । एवं वायुरशस्रोपहतश्चेतनावानवगन्तव्यः ।।४ ।। बकुलाशोकचम्पकाद्यनेकविधवनस्पतीनामेतानि शरीराणि न जीवव्यापारमन्तरेण मनुष्यशरीरसमानधर्मभाञ्जि भवन्ति । तथाहि-यथा पुरुषशरीरं बालकुमारयुववृद्धतापरिणामविशेषवत्त्वाचेतनावदधिष्ठितं प्रस्पष्टचेतनाकमुपलभ्यते तथेदं वनस्पतिशरीरम्,यतो जातः केतकतरुर्बालको युवा वृद्धश्च संवृत्त इति, अतः