________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
४७५
શંકા જીવના લક્ષણથી યુક્ત બેઇન્દ્રિયાદિમાં જીવત્વ માનવું ઉચિત છે, પરંતુ પૃથ્વી આદિમાં જીવત્વ કેવી રીતે શ્રદ્ધેય બની શકે ? કારણ કે પૃથ્વી વગેરેમાં જીવત્વની સિદ્ધિ કરનાર સ્પષ્ટ કોઈ લિંગ ઉપલબ્ધ થતું નથી. આથી પૃથ્વી આદિમાં જીવત્વ માની શકાય નહિ.
સમાધાન : જો કે તમારી વાત સાચી છે કે પૃથ્વી આદિમાં જીવત્વની સિદ્ધિકરનાર વ્યક્ત લિંગની અનુપલબ્ધિ છે, તો પણ પૃથ્વી વગેરેમાં જીવત્વને માનવામાં અવ્યક્ત લિંગ ઉપલબ્ધ થાય જ છે. જેમ હૃપૂર (ધતૂરા)થી મિશ્રિત મદિરાપાન વગેરેથી મૂચ્છિત થયેલા જીવોમાં વ્યક્ત લિંગનો અભાવ હોવા છતાં પણ અવ્યક્તલિંગોવડે સજીવ તરીકે વ્યવહાર કરાય છે. આ પ્રમાણે પૃથ્વી વગેરેમાં પણ અવ્યક્તલિંગોથી સજીવ તરીકે વ્યવહાર કરવો જોઈએ.
શંકા મૂચ્છિતજીવોમાં શ્વાસોશ્વાસસ્વરૂપ અવ્યક્તચેતનાનું લિંગ (ચિન્હ) હોય છે. પરંતુ પૃથ્વી વગેરેમાં તેવા પ્રકારનું કોઈ ચેતનાનું લિંગ હોતું નથી. આથી પૃથ્વીવગેરેને જીવ માની શકાય નહિ.
સમાધાન: તમે કહો છો તેવું નથી, કારણ કે જેમ આપણા શરીરમાં ગુદાની આસપાસ થનારા મસા નવા નવા મસાને ઉત્પન્ન કરીને શરીરની સજીવતાને જણાવે છે, તેમ પૃથ્વીકાય જીવોમાં પણ પોત-પોતાના આકારમાં અવસ્થિત મીઠું, વિદ્રમ, પત્થર વગેરેમાં સ્વ-સમાનજાતીય અંકુરાની ઉત્પત્તિ જોવા મળે છે. આ જ પૃથ્વીકાયની સજીવતામાં પ્રમાણ છે. અર્થાત્ મીઠાની ખાણમાંથી મીઠું કાઢી લીધા બાદ પણ તેમાં નવા અંકુરા ફૂટતા હોય છે. સમુદ્રમાં થનારા વિદ્રુમમાં પણ નિત-નિત નવા અંકુરા ફૂટતા દેખાય છે અને પત્થરની ખાણમાં પણ પથ્થરમાંથી અકુરા ફૂટતા જોવા મળે છે. આ જ મીઠા વગેરે પૃથ્વીકાયની સજીવતામાં પ્રમાણ છે.
આ જ રીતે સંભવિત એક ચેતનારૂપ લિંગથી યુક્ત અવ્યક્તચેતનાવાળી વનસ્પતિમાં પણ સજીવતા સ્વીકારવી જોઈએ. વિશિષ્ટઋતુમાં (વનસ્પતિ) ફળ આપતી હોવાના કારણે વનસ્પતિમાં ચૈતન્ય સ્પષ્ટ રીતે સિદ્ધ જ છે. છતાં પણ તેની સિદ્ધિ આગળ ઉપર કરીશું.
તેથી (પૃથ્વીમાં) અવ્યક્ત ઉપયોગાદિ સ્વરૂપ ચૈતન્ય લક્ષણનો સદૂભાવ હોવાથી પૃથ્વી સચિત્ત છે તે સિદ્ધ થાય છે.
ननु च विद्रुमपाषाणादिपृथिव्याः कठिनपुद्गलात्मिकायाः कथं सचेतनत्वमिति चेत् ? नैवं, उच्यते-यथास्थि शरीरानुगतं सचेतनं कठिनं च दृष्टं, एवं जीवानुगतं पृथिवीशरीरमपीति । अथवा पृथिव्यप्तेजोवायुवनस्पतयो जीवशरीराणि, छेद्यभेद्योत्क्षेप्यभोग्यप्रेयरसनीयस्पृश्यद्रव्यत्वात्, सास्नाविषाणादिसंघातवत् । नहि पृथिव्यादीनां छेद्यत्वादि दृष्टमपोतुं शक्यम् । नच पृथिव्यादीनां जीवशरीरत्वमनिष्टं साध्यते, सर्वस्य पुद्गलद्रव्यस्य