________________
પદ્દર્શન સમુશ્ચય ભાગ – ૨, ોવ્ઝ – શ્
ટીકાનો ભાવાનુવાદ :
કોઈ અન્યવ્યક્તિ શંકા કરે છે. શંકા : જેઓને સત્યાસત્ય વિભાગને બતાવનારા ગ્રંથકારશ્રીના વચનોઉપર વિશ્વાસ નથી, તેઓને આ બધું કહેવાથી શું ? (અર્થાત્ ગ્રંથકારશ્રી જૈનદર્શનની માન્યતાવાળા છે, તેથી જૈનદર્શનને સત્ય જણાવે છે અને બાકીના મતોને અસત્ય જણાવે છે. આવી મનમાં અશ્રદ્ધા છે, તેવા વ્યક્તિઓને વિશેષણોદ્વારા અન્યદર્શનની અસત્યતા બતાવવાથી શું ?)
१३
સમાધાન : જેઓને ગ્રંથકારશ્રીના વચનોપ૨ શ્રદ્ધા નથી, તે બે પ્રકારના હોઈ શકે. (૧) રાગદ્વેષનો અભાવ હોવાથી મધ્યસ્થચિત્તવાળા અને (૨) રાગદ્વેષાદિ દોષોથી કલુષિતચિત્તવાળા હોવાના કારણે દુઃખેથી બોધ કરાવીશકાય તેવા.
(તેમાં) જે દુર્બોધચિત્તવાળા છે, તેઓને સર્વજ્ઞ ૫૨માત્મા વડે પણ સત્યાસત્યના વિભાગની પ્રતીતિ કરાવવી શક્ય નથી. તો (સર્વજ્ઞ સિવાયના) બીજાઓ વડે તો કેવીરીતે કરી શકાય ? તેથી દુર્બોધચિત્તવાળાઓની અવગણનાકરીને મધ્યસ્થચિત્તવાળાઓને ઉદ્દેશીને વિશેષણની આવૃત્તિથી સત્યાસત્યમતના વિભાગના જ્ઞાનનો ઉપાય કહે છે.
વીર્યંમૂતમ્ ? સવૅર્શનં (અહીં ‘સદર્શન' પદની જુદી રીતે વ્યુત્પત્તિ કરી મધ્યસ્થચિત્તવાળાઓને સત્યાસત્યમતના વિભાગના જ્ઞાન ત૨ફ અભિમુખ કરે છે.)
સત્ એટલે સજ્જનો, સાધુઓ, મધ્યસ્થચિત્તવાળાઓ. તે મધ્યસ્થચિત્તવાળાઓને સત્યાસત્ય મતનાં વિભાગનું જ્ઞાન (દર્શન) યથાવદ્ આપ્તત્વની પરીક્ષામાં સમર્થ હોવાના કારણે જ શ્રીવી૨ પરમાત્મા પાસેથી થાય છે તે સદર્શન. આનાથી મધ્યસ્થચિત્તવાળાઓને શ્રીવીર પરમાત્મામાં યથાવદ્ આપ્તત્વની પ૨ીક્ષા ક૨વાયોગ્ય છે, તેમ સૂચન કર્યું. (જો શ્રીવી૨ ૫રમાત્મામાં આપ્તત્વની સિદ્ધિ થઈ જાય તો, તેમનું વચન સત્ય જ હોય, તે સ્વયમેવ સિદ્ધ થઈ જ જાય છે. તેથી આપ્તત્વની પરીક્ષાક૨વા સૂચન કર્યું.)
અથવા સાધુઓને તત્ત્વાર્થની શ્રદ્ધાસ્વરૂપ દર્શન(સમ્યગ્દર્શન) જેનાથી થાય તે સદર્શન. અથવા વિદ્યમાન એવા જીવાજીવાદિપદાર્થોનું યથાવદ્ અવલોકન=દર્શન જે વી૨૫૨માત્માથી થાય છે તે સદર્શન. (તે સદર્શનને નમસ્કાર કરીને તે રીતે અન્વય કરવો.)
પ્રશ્ન : શ્રીવી૨પ૨માત્મા શાથી જીવાદિતત્ત્વોનું યથાવદ્ અવલોકન કરાવનારા છે ?
ઉત્તર : શ્રીવીર પરમાત્મા પૂર્વે કહ્યાપ્રમાણે સ્યાદ્વાદના દેશક હોવાથી યથાવદ્ જીવાદિ તત્ત્વોનું અવલોકન કરાવનાર છે.
પ્રશ્ન ઃ શ્રીવી૨ પ૨માત્મા સ્યાદ્વાદના દેશક શાથી છે ?