________________
પદર્શન સમુચ્ચય ભાવાનુવાદ
।। श्रीहरिभद्रसूरिविरचितः श्रीगुणरत्नसूरिकृतवृत्तिसहितः ।।
षड्दर्शनसमुञ्चयः । जयति विजितरागः केवलालोकशाली सुरपतिकृतसेवः श्रीमहावीरदेवः ।
यदसमसमयाब्धेश्चारुगाम्भीर्यभाजः सकलनयसमूहा बिन्दुभावं भजन्ते ।।१।। श्रीवीरःसजिनः श्रिये भवतु यत्स्याद्वाददावानले भस्मीभूतकुतर्ककाष्ठनिकरे तृण्यन्ति सर्वेऽप्यहो । संशीतिव्यवहारलुब्व्यतिकरानिष्टाविरोधप्रमाबाधासंभव-संकरप्रभृतयोदोषाः परैरोपिताः ।।२।। वाग्देवी संविदे नः स्यात्सदा या सर्वदेहिनाम् । चिन्तितार्थान् पिपर्तीह कल्पवल्लीव सेविता ।। ३ ।। नत्वा निजगुरून् भक्त्या षड्दर्शनसमुचये । टीकां संक्षेपतः कुर्वे स्वान्योपकृतिहेतवे ।। ४ ।।
(ટીકાકારશ્રી ટીકાની રચના કરતાં શરૂઆતમાં ટીકાની નિર્વિઘ્નસમાપ્તિ માટે તથા શિષ્ટ પુરુષોની આચરણાના પરિપાલન માટે મંગલ કરે છે.)
રાગના વિજેતા, કેવલજ્ઞાનરૂપ પ્રકાશના પંજ, સુરેન્દ્રોથી સેવાયેલા શ્રી મહાવીર પરમાત્માનો જય થાઓ, કે જેમના સુંદર ગંભીરતાને(વાસ્તવિક ઉડાણને)ધારણકરનાર, કોઈની સાથે સરખામણી ન કરી શકાય તેવા આગમસમુદ્રની આગળ સઘળાયનયના(દર્શનના) સમુહો બિંદુભાવને ભજે છે - બિંદુ સમાન બની રહે છે. (અર્થાત્ જેમ સમુદ્ર અનંતજલબિંદુના સમુહને પોતાનામાં સમાવી લે છે, તેમ જૈનશાસન પરદર્શનરૂપી બિંદુઓને સમાવી લે છે.) (૧)
તે શ્રીવીરજિનેશ્વર પરમાત્મા (તમારા) કલ્યાણ માટે થાઓ કે જેમના સ્યાદ્વાદરૂપી સિદ્ધાંતના દાવાનળમાં ભસ્મીભૂત થયેલા કુતર્કરૂપી કાષ્ઠના ઢગલામાં અરે ! અન્યદર્શનવાળાઓવડે (સ્યાદ્વાદસિદ્ધાંતમાં) આરોપિત કરેલા સંશય, વ્યવહારલોપ, વ્યતિકર, અનવસ્થા, વિરોધ, પ્રમાબાધ, અસંભવ, સંકરવગેરે સર્વે પણ દોષો તૃણભાવને પામે છે. અર્થાત્ બળી જાય છે. (૨)
સેવાયેલી કલ્પવેલડી જેમ સર્વજીવોના ચિંતિત(ઇચ્છિત)અર્થોને હંમેશાં પૂરે છે, તેમ સરસ્વતીદેવી અમારા સમ્યગુજ્ઞાન માટે હંમેશાં થાય. (૩)
ભક્તિથી પોતાના ગુરુને નમસ્કાર કરીને, સ્વ-પરના ઉપકાર માટે ષડ્રદર્શનસમુચ્ચય ઉપર સંક્ષેપમાં ટીકા કરું છું. (૪)