________________
३३६
षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - २, योगदर्शन
યોગનું સ્વરૂપ બતાવતાં પાતંજલ યોગ સૂત્રમાં કહ્યું છે કે...
ત્તિવૃત્તિનિરોધઃ II9-૨ી. ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહેવાય છે. અર્થાત્ ચિત્તની વૃત્તિઓનો નિરોધ તે યોગ. અર્થાત્ ચિત્તવૃત્તિની સંસ્કારશેષરુપ અવસ્થા.
સત્ત્વ, રજસુ, તમસુ, આ ત્રણ દ્રવ્યોનું બનેલું દ્રવ્યવિશેષ ચિત્ત કહેવાય છે. જ્ઞાનના અત્યંતર કારણ અહંકાર, બુદ્ધિ અને મન રૂ૫ અંત:કરણને જ ચિત્ત કહેવાય છે. જોકે ચિત્ત ત્રણ દ્રવ્યોનું બનેલું છે. તો પણ તેમાં સત્ત્વની પ્રધાનતા હોવાથી બુદ્ધિ તત્ત્વ કહેવામાં દોષ નથી. ઇન્દ્રિયોએ બુદ્ધિ સમક્ષ ઉપસ્થિત કરેલા વિષયોના આકારમાં બુદ્ધિનું પરિણત થવું તે જ વૃત્તિ છે. (બુદ્ધિની વિષયાકાર પરિણતિ.)
આ ચિત્તની વૃત્તિઓના નિરોધને યોગ કહેવાય છે ચિત્તની પાંચ અવસ્થાઓ છે અને વૃત્તિના પાંચ ભેદ છે. તેમાં (ચિત્ત વૃત્તિઓના) નિરોધનો આ ક્રમ છે – અક્લિષ્ટ વૃત્તિઓથી ક્લિષ્ટ વૃત્તિનો વિરોધ કરવો અને પર વૈરાગ્ય = શ્રેષ્ઠ કોટીના વૈરાગ્યથી અલિષ્ટ વૃત્તિનો પણ નિરોધ કરવો. ક્લિષ્ટ વૃત્તિઓ અવિદ્યારુપ મિથ્યાજ્ઞાનને આશ્રયે રહેલી છે. અર્થાત્ ક્લિષ્ટ વૃત્તિઓનો વિષય મિથ્યાજ્ઞાન છે. અક્લિષ્ટ વૃત્તિઓનો વિષય સત્યજ્ઞાન છે. સત્યજ્ઞાનથી મિથ્યાજ્ઞાનનો નાશ થતાં ક્લિષ્ટ વૃત્તિઓ નાશ પામે છે. અક્લિષ્ટવૃત્તિઓનો ઉદય થાય છે. અને આજ જીવન્મુક્ત અવસ્થા છે. પર વૈરાગ્યથી અક્લિષ્ટવૃત્તિઓનો પણ નિરોધ થાય છે. સ્વરુપમાં અવસ્થાન થાય છે. તે વિદેહમુક્ત અવસ્થા છે. વિદેહમુક્ત અવસ્થાની પ્રાપ્તિ સાધકનું ધ્યેય છે. તેમાં સહાયક યોગ છે.
ચિત્ત અને તેની વૃત્તિઓને ઓળખીયે, ત્યારે જ તેના નિરોધનો ઉપાય પ્રાપ્ત થાય છે. અને ઉપાય દ્વારા નિરોધ કરતાં યોગ પ્રાપ્ત થાય છે. તેથી પ્રથમ વૃત્તિના પાંચભેદ પાંતજલ યોગસૂત્રમાં કહ્યા છે તે કહેવાય છે –
प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः ॥१-७॥ - પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ આ પાંચ વૃત્તિઓ છે. યથાર્થ વૃત્તિને પ્રમાણ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે. પ્રત્યક્ષ, અનુમાન અને આગમ.
અયથાર્થ વૃત્તિને વિપર્યય કહેવાય છે. અસત્ય પદાર્થોના જ્ઞાનને વિકલ્પ કહેવાય છે. પાંચ પૈકીની આ પ્રથમ ત્રણ વૃત્તિઓ જાગ્રત અવસ્થાની છે. (આ જ વૃત્તિઓ ફલ આપવાને તૈયાર થયેલા સૂક્ષ્મ સંસ્કારથી સ્કૂરે છે, ત્યારે સ્વપ્નાવસ્થા થાય છે. તેથી સ્વપ્નની પણ આ પ્રથમ ત્રણ વૃત્તિઓ છે.)