________________
३३४
षड्दर्शन समुचय भाग - १, परिशिष्ट - १, वेदांत मत
તેના ભ્રમની નિવૃત્તિ થાય છે અને અદ્વૈતનો અનુભવ થાય છે. (૧) નિત્યાનિત્ય વસ્તુવિવેક, (૨) ઈહલોક પરલોક સંબંધી ફળના ઉપભોગનો વિરાગ (૩) સમાદિ છ ગુણોની પ્રાપ્તિ (શમ, દમ, ઉપરતિ (=કર્મત્યાગ), તિતિક્ષા (સહનશીલતા), સમાધિ અને શ્રદ્ધા આ છ ગુણો) છે. (૪) મુમુક્ષા=મોક્ષની ઈચ્છા.
આ ચાર ગુણોના સેવનપૂર્વક શ્રવણાદિ સેવવા જોઈએ. પ્રમાણની બાબતમાં વેદાંત અને મીમાંસા દર્શનનો મત એક જ છે. (પૂ. મુ. શ્રી વૈરાગ્યરતિ વિ. મ. સા. દ્વારા અનુવાદિત પડ્રદર્શન સમુચ્ચય (સાનુવાદ) માંથી સાભાર સ્વીકાર)