________________
३२९
વારંવાર વિચારવા જોઈએ. વિચારણાના અંતે તે દર્શનોમાં જે દર્શનની વાતો યુક્તિયુક્ત લાગે અને જેમાં પૂર્વાપર વાતોના વિરોધની ગંધ પણ ન દેખાય, તે જ મતનો પંડિતો વડે આદર કરવો જોઈએ, અન્યમતનો નહિ. તેથી જ પૂ.આ.ભ. હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે
વીર પરમાત્મામાં મને પક્ષપાત નથી કે કપિલાદિ અન્યદર્શનના પ્રણેતાઓમાં શ્રેષ નથી. પરંતુ જેનું વચન યુક્તિયુક્ત હોય તેના વચનનો પરિગ્રહ (સ્વીકાર) કરવો જોઈએ.”
ને આ રીતે શ્રીતપાગચ્છરૂપી ગગનમંડપમાં સૂર્યસમાન તેજસ્વી શ્રીદેવેન્દ્રસૂરિ મહારાજાના ચરણકમલસેવી શ્રી ગુણરત્નસૂરિ મહારાજા વિરચિત તર્કરહસ્ય દીપિકા નામની પદર્શન સમુચ્ચય ગ્રંથની વૃત્તિમાં સાંખ્યમતના રહસ્યને પ્રગટ કરનાર તૃતીય અધિકાર સાનુવાદસાનંદ પૂર્ણ થયો. તે
X
—
X
—
XX
X