________________
३०२
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३७ सांख्यदर्शन
वत्सविवृद्धिनिमित्तं क्षीरस्य यथा प्रवृत्तिरज्ञस्य । पुरुषविमोक्षनिमित्तं तथा प्रवृत्तिः प्रधानस्य । । ५७ ।।
કારિકા-૫૭ : જેમ વાછરડાની વૃદ્ધિમાટે અચેતન દૂધ વહે છે, તેમ પુરૂષના મોક્ષમાટે પ્રધાન(પ્રકૃતિ)ની પ્રવૃત્તિ થાય છે.
औत्सुक्यनिवृत्यर्थं यथा क्रियासु प्रवर्तते लोकः । पुरुषस्य विमोक्षार्थं प्रवर्तते तद्वदव्यक्तम् ।। ५८ ।।
કારિકા-૫૮ : જેમ લોકો પોતાની ઉત્સુકતાની નિવૃતિથાય માટે ક્રિયામાં પ્રવૃત્ત થાય છે, તેમ અવ્યક્ત (પ્રધાન) પુરૂષના મોક્ષમાટે પ્રવૃત્ત થાય છે.
रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथानृत्यात् ।
पुरुषस्य तथाऽत्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः ।। ५९ ।।
કારિકા-પ૯ : જેમ નર્તકી રંગભૂમિપર પોતાની કળાદર્શાવી નૃત્યમાંથી નિવૃત્ત થાય છે. તેમ પ્રકૃતિ પુરૂષપાસે પોતાને પ્રગટ કરી નિવૃત્ત થાય છે.
नानाविधैरुपकारिण्यनुपकारिणः पुंसः ।
गुणवत्यगुणस्य सतस्तस्यार्थमपार्थकञ्चरति । । ६० ॥
કારિકા-૬૦ : ગુણવાળી અને ઉપકારકરનારી પ્રકૃતિ, નિર્ગુણ અને અનુપકારી એવા પુરૂષમાટે અનેક પ્રકારના ઉપાયોવડે નિ:સ્વાર્થભાવે કાર્ય કરે છે.
प्रकृतेः सुकुमारतरं न किञ्चिदस्तीति मे मतिर्भवति । या दृष्टास्मीति पुनर्न दर्शनमुपैति पुरुषस्य ।।६१ ।।
કારિકા-૬૧ : પ્રકૃતિથી વધારેસુકુમાર અન્ય કોઈપણ નથી, એમ મારો મત છે. (ઈશ્વરકૃષ્ણ આચાર્યનો મત છે.) હું (પૂર્ણરીતે) જોવાઈ ગઈ છું, એમ લાગતાં જ તે ફરીથી પુરૂષની દૃષ્ટિએ પડતી નથી.
तस्मान्न बध्यतेऽद्धा न मुच्यते नापि संसरति कश्चित् ।
संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः ।। ६२ ।।
કારિકા-૬૨ : તેથી ખરેખર તો કોઈપણ(પુરૂષ) નથી બંધનપામતો કે નથી મોક્ષપામતો કે નથી સંસાર પામતો. કિન્તુ વિવિધપ્રકારના આશ્રયોવાળી પ્રકૃતિ જ બંધાય છે, મોક્ષપામે છે કે સંસ૨ણપામે છે.
रुपैः सप्तभिरेव तु बध्ध्रात्यात्मानमात्मा प्रकृतिः ।
सैव च पुरुषार्थं प्रति विमोचयत्येकरुपेण ।। ६३ ।।
કારિકા-૬૩ : પોતાના સાતરૂપો (જ્ઞાન સિવાયના સાતભાવો) વડે પ્રકૃતિ પોતે જ પોતાને બાંધે છે. અને તે જ (પ્રકૃતિ) પુરૂષમાટે એકરૂપથી (=જ્ઞાનથી) (પોતાને) છોડે છે.
જ્ઞાનસિવાયના સાત બંધનના કારણ છે. અને જ્ઞાન મોક્ષનું કારણ છે.
एवं तत्त्वाभ्यासान्नास्मि न मे नाऽहमित्यपरिशेषम् ।
अविपर्ययाद् विशुद्धं केवलमुत्पद्यते ज्ञानम् ।।६४ ।।
કારિકા-૬૪ : આ પ્રમાણે તત્ત્વાભ્યાસથી ‘હું-નથી’, મારું કાંઈ નથી (તેમજ) ‘મારામાં હું પણ નથી' એવું સંપૂર્ણ, નિર્ભ્રાન્ત હોવાથી વિશુદ્ધ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે.