________________
षड्दर्शन समुशय भाग - १, श्लोक -३७ सांख्यदर्शन
२९९
ભાવો કે જે કારણ છે) અને નૈમિત્તિક (સ્થૂલશરીર કે જે કાર્ય)ના પ્રસંગથી તથા પ્રકૃતિના વિભુપણાના યોગથી નટની માફક વર્તે છે.
सांसिद्धिकाश्च भावाः प्राकृतिका वैकृतिकाश्च धर्माद्याः ।
दृष्टाः करणाश्रयिणः कार्याश्रयिणश्च कललाद्याः ।।४३।। ભાવાર્થ : ધર્મ વગેરે (આઠ) ભાવો-સાંસિદ્ધિક એટલે પ્રાકૃતિક(=જન્મજાત, સ્વાભાવિક) અને વૈકૃતિક(=પ્રયત્નસાધ્ય) (એમ બે પ્રકારના) છે. તે (ભાવો) કરણ (બુદ્ધિ)ના આશ્રયે રહેલા જોવા મળે છે અને ગર્ભપિંડ વગેરે કાર્ય (=સ્કૂલશરીર)ના આશ્રયે રહે છે.
धर्मेण गमनमूर्ध्वं गमनमधस्ताद भवत्यधर्मेण ।
ज्ञानेन चाऽपवर्गो विपर्ययादिष्यते बन्धः ।।४४।। ભાવાર્થ : ધર્મથી ઉર્ધ્વગતિ અને અધર્મથી અધોગતિ થાય છે. જ્ઞાનથી મોક્ષપ્રાપ્તિ થાય છે. અને તેનાથી વિપરીત(=અજ્ઞાન)થી બંધન મળે છે.
वैराग्यात् प्रकृतिलयः संसारो भवति राजसादशगात् ।
ऐश्वर्यादविघातो विपर्ययात् तद्विपर्यासः ।।४५।। ભાવાર્થ : વૈરાગ્યથી પ્રકૃતિમાં લય થાય છે. રાજસૂઆસક્તિથી સંસાર થાય છે. ઐશ્વર્યથી અવિઘાત (ઇચ્છાની નિર્વિબે પૂર્તિ) થાય છે અને તેનાથી વિપરીત (=અનૈશ્વર્ય)થી વિધ્ધ થાય છે.
एष प्रत्ययसर्गो विपर्ययाशक्तितुष्टिसिद्धाख्यः ।
गुणवैषम्यविमर्दात् तस्य भेदास्तु पञ्चाशत् ।।४६।। ભાવાર્થ: આ બુદ્ધિસર્જિત સંસાર વિપર્યય, અશક્તિ, તુષ્ટિ અને સિદ્ધિથી ઓળખાય છે. ગુણોની વિષમતાને લીધે તેમના (પરસ્પર)વિમર્દથી તેના પચાસભેદો થાય છે.
पञ्च विपर्ययभेदा भवन्त्यशक्तिश्च करणवैकल्यात् ।
अष्टाविंशतिभेदा तुष्टिर्नवधाऽष्टधा सिद्धिः ।।४७।। ભાવાર્થઃ વિપર્યયના પાંચભેદ છે. ઇન્દ્રિયોની ખોડને કારણે અશક્તિ અઠ્ઠાવીસ પ્રકારની છે. તુષ્ટિ નવજાતની અને સિદ્ધિ આઠજાતની છે.
भेदस्तमसोऽष्टविधो मोहस्य च दशविधो महामोहः ।
तामिस्रोऽष्टादशधा तथा भवत्यन्धतामिस्रः ।।४८ ।। ભાવાર્થ: (વિપર્યયના પાંચભેદ-તમસુ, મોહ, મહામોહ, તામિસ અને અંધતામિસ. તેમાંથી અનુક્રમે) તમસૂના આઠ, મોહના પણ આઠ, મહામોહના દસ, તામિસના અઢાર અને અંધતામિસના પણ અઢાર પ્રકારો છે.
પહેલો ભેદ – તમસુ એટલે અવિદ્યા. અવ્યક્ત, મહ૬, અહંકાર અને પાંચ તન્માત્રાને અનુક્રમે પુરુષ માનવાથી આઠપ્રકારનો થાય છે.
બીજો ભેદ - મોહ એટલે અસ્મિતા. અણિમા વગેરે જે આઠ સિદ્ધિઓને જ જીવનનું અંતિમ ધ્યેય માનવાથી મોહ થાય છે. પ્રત્યેકસિદ્ધિના સંદર્ભમાં વિચારતાં એ આઠ પ્રકારનો થાય છે.