________________
षड्दर्शन समुझय भाग-१, श्लोक-३७, सांख्यदर्शन
પ્રતીતિ થાય છે કે આપણે આ જગતનો અનુભવ કરી રહ્યા છીએ. એ અનુભવ કરનાર સ્વયં અનુભવથી જુદો છે. તે જ ભોક્તા છે અને જગત તેના અનુભવનું પાત્ર-ભોગ્ય છે. તે જ ચેતન-પુરૂષ છે. પળે પળે પરિવર્તન પામતા આ જગતને અને તેના મૂળ કારણ અવ્યક્તપ્રકૃતિનો અનુભવ કરે છે.
અહીં પુરૂષ બુદ્ધિદ્વારા ભોક્તા બને છે તે યાદ રાખવું. આ ઉપરથી સમજી શકાય છે કે પુરૂષ એ ચૈતન્યથી યુક્ત એવું કોઈ તત્ત્વ નથી, પણ સ્વયં ચૈતન્ય છે અને એ શુદ્ધચૈતન્ય ભોગથી પર છે. સાંખ્યમત પ્રમાણે ચૈતન્યનું પ્રતિબિંબ સત્ત્વ પર પડે છે અને તેથી તત્ત્વ (બુદ્ધિ) જગતનો અનુભવ કરે છે. એ રીતે જોતાં ચેતનયુક્ત બુદ્ધિ અને ચૈતન્ય એ બંનેનો ભેદ સ્પષ્ટ થાય છે.
શંકા ચાર્વાક જેવા ભૂતચૈતન્યવાદી એવી શંકા કરે છે કે જો એમ જ હોય તો પ્રકૃતિને જ ભોક્તા શા માટે ન માનવી? તેનો જ અંશ એવી બુદ્ધિ કોઈનું પ્રતિબિંબ ઝીલે અને પછી અનુભવ કરે, એવી લાંબી પ્રક્રિયાની શી જરૂર છે?ખાંડની ચાસણી કે એવા ઘણા પદાર્થોમાં ઉભરો કે આથો જાતે જ નથી આવતો ? અનુભવ પણ પ્રકૃતિમાં આ રીતે સ્વત છે. એમ માનવું વધારે ઊચિત નથી ?
સમાધાનઃ આથો આવ્યો છે તેમ કોણ અનુભવે છે? દૂધનું દહીં થાય છે, પણ શું દૂધને તેનું જ્ઞાન છે ? જેને અનુભવ થયો હોય તે, એટલું જ્ઞાન તો ચોક્કસ ધરાવે છે કે “મને અનુભવ થઈ રહ્યો છે.' - જડ પદાર્થોમાં આ ભાન સ્વતંત્ર રીતે સંભવી શકે નહીં. અનુભવની અસરો પણ અનુભવ કરનારમાં જોઈ શકાય - જેમકે “હું સુખી છું.” “હું દુઃખી છું.” આથી માત્ર પ્રકૃતિને ભોગ્ય અને ભોક્તા માનવાનું ઉચિત નથી. તે માત્ર ભોગ્ય છે. પુરૂષ ભોક્તા છે.
(૬) વાર્થ પ્રવૃત્ત - કેવલ્ય એટલે મોક્ષ. કૈવલ્યપ્રાપ્તિ એ જ અગત્યનો પુરૂષાર્થ છે અને મોક્ષ મેળવવો એ જ પરમ ધ્યેય છે. આ દુ:ખમાંથી મુક્ત થવા જે ઇચ્છે છે, તે પોતે એ દુઃખસ્વરૂપ પ્રકૃતિથી અગલ જ થઈ શકે. અને તે જ ચેતન આત્મા છે. પુરૂષ છે.
પરંતુ એ માટેની પ્રવૃત્તિ કોણ કરે છે? પુરૂષ નહીં, કારણ કે તે તો અસંગ છે. શુદ્ધ ચૈતન્યને દુ:ખ સંભવે નહીં. બંધન પણ નહીં. તેથી મોક્ષ મેળવવાપણું પણ તેના માટે નથી. અનુભવ તો બુદ્ધિમાં પ્રતિબિંબીત થયેલા ચેતનનો છે અને તેથી તેમાંથી છૂટકારનો પ્રયત્ન પ્રધાન એટલે કે પ્રકૃતિએ કરવાનો છે, એમ માઠા અને ગૌડ માને છે. પરંતુ વાચસ્પતિ આ પ્રવૃત્તિ શાસ્ત્રોની અને મહર્ષિઓની છે એમ માને છે.
जननमरणकरणानां प्रतिनियमादयुगपत्प्रवृतेश्च ।
पुरुषबहुत्वं सिद्धं त्रैगुण्यविषययाश्चैव ।।१८।। ભાવાર્થ પુરૂષ અનેક છે, તેમ પણ સિદ્ધ થાય છે. કારણ કે (૧) જન્મ-મૃત્યુ અને ઇન્દ્રિયોની જુદી જુદી ચોક્કસ પ્રકારની વ્યવસ્થા છે. (૨) સર્વ (પ્રાણીઓ)ની પ્રવૃત્તિ (એક જ સમયે) એકસરખી હોતી નથી. અને (૩) પ્રત્યેક દેહધારી જીવમાં ત્રણે ગુણની ભિન્ન ભિન્ન વ્યવસ્થા દેખાય છે.
ભારતીય ષડ્રદર્શનોમાં પ્રત્યેકદર્શને એક યા બીજારૂપે આત્માના અસ્તિત્વને સ્વીકાર્યું છે. પ્રાણીમાત્રમાં આ આત્મા વસે છે. તે વિશે પણ મતભેદ નથી. પરંતુ આત્મા એક છે કે પ્રત્યેકશરીરમાં ભિન્ન ભિન્ન હોવાથી અનેક છે. એ ચર્ચાનો મુખ્યવિષય રહ્યો છે.
વેદાંતીઓ એક જ આત્મા છે, એમ કહે છે. ત્યારે ન્યાય-વૈશેષિકમતમાં અનેક છે તેમ સ્વીકારવામાં આવ્યું છે. સાંખ્યમત પુરૂષ બહુત્વનો છે. તે પ્રમાણે આત્મા અનેક છે અને તે અનેક કયા કારણોથી છે તે સમજાવવામાં આવ્યું છે. (૧) જો આત્મા એક જ હોય તો સર્વ દેહધારીઓ એક સાથે જ જન્મ પામત, અને જીવનકાળ દરમ્યાન સર્વનું એક