________________
२७४
-
વિશેષ : કેવળ વિકા૨પદાર્થો તે ૧૬ છે. પાંચ મહાભૂત, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય તથા જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ ઉભયરૂપ મન-આ સોળ કેવળ વિકારો હોવાથી વિશેષ છે.
→
↑ ↑
→
→
તે
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक ३७, सांख्यदर्शन
પૃથ્વી આદિ પંચભૂત જગતના સ્થૂલપદાર્થોના ઉપાદાનકારણરૂપ છે એ વાત સાચી છે, તો પણ પૃથિવ્યાદિ ગુ કરતાં જગતના સ્થૂલપદાર્થો અધિકપ્સ્યૂલ ગણાતા નથી. તેથી એ પદાર્થો ભિન્ન તત્ત્વરૂપ નથી. આથી આ તત્ત્વો અન્યતત્ત્વના ઉપાદાનકારણ નથી. તેથી તે કેવળ વિકાર છે અને તેથી એ તત્ત્વો વિશેષ છે. વિશેષનો અર્થ એ જ કે શાન્ત, ઘોર અને મૂઢ એ વિશેષોવાળા કેવલ વિકારરૂપ પદાર્થો. આમ હોવાથી પાંચ તન્માત્રા જે શબ્દ-સ્પર્શાદિ વિશેષવાળી છે તથા તામસ અહંકારના વિકારરૂપ છે અને છતાં પૃથ્વીઆદિ પંચભૂતરૂપ ભિન્નતત્ત્વના ઉપાદનકારણ છે. તેથી કેવળ વિકારરૂપ નથી. આથી તેનો સમાવેશ વિશેષમાં થતો નથી. સાંખ્યકારિકામાં કહ્યું છે કે - ‘વોડસ્તુ વિર:' આ વચનથી ૧૬ પદાર્થો જ વિકારરૂપ કહ્યાં છે. શ્રીગર્ભાપનિષદમાં પણ ઊટી પ્રતયઃ પોકશ: વિારૉઃ - આઠ પ્રકૃતિ છે અને ૧૬ વિકારો છે એમ કહેલ છે. અવિશેષ : અવિશેષ એટલે શાંત, ઘોર અન મૂઢરૂપ વિશેષથી રહિત, લિંગમાત્ર અને અલિંગથી ભિન્ન સત્ત્વાદિનાં કાર્યરૂપ પદાર્થો. આ પદાર્થો છે પાંચ તન્માત્ર અને અહંકાર.
→
-
→
અહીં પૃથ્વી ગંધતન્માત્રારૂપ અવિશેષનો, અપૂ રસતન્માત્રારૂપ અવિશેષનો, તેજ રૂપતન્માત્રારૂપ અવિશેષનો, વાયુ સ્પર્શતન્માત્રારૂપ અવિશેષનો તથા આકાશ શબ્દતન્માત્રારૂપ અવિશેષનો વિકાર છે. પાંચજ્ઞાનેન્દ્રિય, પાંચકર્મેન્દ્રિય તથા મન એ ૧૧ કરણો દર્શન-શ્રવણાદિ વિશેષથી રહિત અને અભિમાનમાત્ર ધર્મવાળા અહંકારરૂપ અવિશેષના વિકારો છે.
તેમાં સત્ત્વપ્રધાન અહંકારના વિકારરૂપ જ્ઞાનેન્દ્રય છે.
રજ: પ્રધાન અહંકારના વિકારરૂપ આ દસે ઇન્દ્રિયના અર્થને વિષય કરનાર મન છે.
આમ આ ૧૬ તત્ત્વો વિકાર છે. એ સિદ્ધ થાય છે. એટલું જ નહીં એ ૧૬ તત્ત્વોમાંથી કોઈપણ અન્ય તત્ત્વનું ઉપાદાનકારણ નથી. તેથી એ ૧૬ તત્ત્વો કેવળ વિકારરૂપ છે.
અહીં અહંકારમાં શ્રવણ-દર્શનાદિથી રહિત અભિમાનમાત્ર ધર્મવાળા સાત્વિક, રાજસ્ અને તામસ્ અણુઓનું ગ્રહણ થાય છે. એ અણુઓ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન તથા પાંચ તન્માત્રાના ઉપાદાન કારણરૂપ છે તથા જાતે લિંગમાત્ર પર્વના વિકારરૂપ છે.
આમ હોવાથી એ અણુઓ શાંત, ઘોર, મૂઢરૂપ વિશેષો, જે કેવલ વિકારોમાં જ ઉદ્ભૂત થયેલા હોય છે, તેનાથી રહિત છે, લિંગમાત્ર અને અલિંગથી વધારે સ્થૂલ હોવાથી ભિન્નતત્ત્વરૂપ છે તથા સત્ત્વાદિનાં કાર્ય છે. તેથી તે સત્ત્વાદિ મૂલ પ્રકૃતિના અવિશેષપર્વમાં આવે છે.
શબ્દ તન્માત્રા એટલે શાન્તાદિ વિશેષથી રહિત, શબ્દમાત્ર ધર્મવાળું, આકાશના અણુના ઉપાદાનકરણરૂપ
દ્રવ્ય.
સ્પર્શતન્માત્રા એટલે શાન્તાદિ વિશેષથી રહિત, શબ્દ અને સ્પર્શ એ બે ધર્મવાળું, વાયુના અણુના ઉપાદાનકારણરૂપ દ્રવ્ય.
રૂપતન્માત્રા એટલે શાન્તાદિ વિશેષથી રહિત, શબ્દ, સ્પર્શ અને રૂપ એ ત્રણ ધર્મવાળું, તૈજસ અણુના ઉપાદાનકારણરૂપ દ્રવ્ય.
રસતન્માત્રા એટલે શાન્તાદિથી રહિત, શબ્દ, સ્પર્શ, રૂપ અને ૨સ એ ચાર ધર્મવાળું, જલના ઉપાદાન કારણરૂપ દ્રવ્ય.