________________
२५८
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३३, सांख्यदर्शन
સર્વ જગતનું મૂળ ઉપાદાનકારણ પ્રકૃતિ માનવામાં આવું છે. સત્વ, રજસુ, અને તમસું એ ત્રણગુણોની સામ્યવસ્થાનું નામ પ્રકૃતિ છે. ભોગાર્થી અને અજ્ઞાની જીવાત્માને ભોગ અને જ્ઞાન થાય છે. તે હેતુથી પ્રકૃતિમાં વિક્ષોભ થયો. તેથી વિક્ષુબ્ધપ્રકૃતિમાંથી એક પદાર્થ બન્યો, તેનું નામ મહતુ, મહતુમાંથી અહંકાર, અહંકારમાંથી પાંચ તન્માત્રા અને અગિયાર ઇન્દ્રિયો, પાંચ તન્માત્રામાંથી પાંચ મહાભૂતો પૃથ્વી, પાણી, વાય, તેજ અને આકાશ. એ પ્રમાણે ચોવીસ જડ તત્ત્વો અને પચ્ચીસમો પુરૂષ કે જે ચેતન છે. પ્રકૃતિ વિકારિણી છે અને પુરૂષ અવિકારિ છે. એટલે કે કોઈ ચેતનાન્તર કે વિકારાન્તરનું ઉપાદાન કારણ નથી.
૨૫ તત્ત્વ
મૂલ પ્રકૃતિ (૨૪) મહતું (બુદ્ધિ) અંહકાર(સાત્વિક, રાજસુતામસ) સત્વ: પ્રધાન (૨) પાંચ જ્ઞાનેન્દ્રિય (૩) પાંચ કર્મેન્દ્રિય, (૪) મન આંખ કાન નાક જીમ ત્વક વાંકુ પાણી પાઈ પાય(ગુદા) ઉપસ્થ(લિંગ)
તમ: પ્રધાન
૨જ: પ્રધાન
(૧) પાંચ તન્માત્રા રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ
પાંચ મહાભૂત (પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ) પાંચ મહાભૂતોમાં તમોગુણ વધારે છે. બુદ્ધિમાં સત્ત્વગુણ વધારે છે. પાંચ જ્ઞાનેન્દ્રિયમાં સત્ત્વગુણ વધારે છે. પાંચ કર્મેન્દ્રિયમાં રજોગુણ વધારે છે.
સત્વ અને રજસું એ બંને સરખે અંશે જેમાં હોય અને તમસુ જેમાં ગૌણ હોય છે, એવા સત્વ-રજસુ ઉભયપ્રધાન અહંકારનો અણુ, મન અથવા અંત:કરણરૂપે પરિણામને પામે છે.
પુરૂષ બે પ્રકારના છે. એક તો અનાદિકર્મના સંબંધને લીધે ભિન્ન ભિન્ન શરીરદ્વારા જીવન ભોગવે છે. તેથી જીવ એવી સંજ્ઞા ધારણ કરે છે. જીવાત્મા એક નહીં અસંખ્ય છે. બીજો ઈશ્વર છે, તે એક જ છે. ઈશ્વર પ્રકૃતિના સર્વ સરૂપ અને વિરૂપપરિણામને પોતાના સાનિધ્યથી સતત ગતિમાન રાખે છે. ઈશ્વર અતીન્દ્રિય છે. તેથી પ્રત્યક્ષાદિ પ્રમાણો તેમાં અસિદ્ધ છે. તેથી શાસ્ત્રમાં લખ્યું છે કે સુંધરસિદ્ધ “એટલે જે પ્રત્યક્ષાદિપ્રમાણથી આપણે ઘટપટાદિસ્થૂલ અને સુક્ષ્મપદાર્થો જાણી શકીએ છીએ, તે પ્રમાણોની ગતિ ઈશ્વરમાં નથી. આથી ઈશ્વરનો અભાવ નથી, પણ એને જાણવાની સામગ્રી અલૌકિક છે. માટે કેટલાક ભ્રમ રાખે છે કે સાંખ્યશાસ્ત્ર નિરીશ્વરવાદિ છે.
સમાધિ અને સુષુપ્તિમાં જીવાત્માનું સ્વરૂપ બ્રહ્મ સાથે સરખાવ્યું છે. ઈશ્વરને સર્વકર્તા અને સર્વજ્ઞાતા પણ માનેલ છે. પરંતુ સાંખ્યકારિકાકાર ઈશ્વરકૃષ્ણ અને સાંખ્યતત્ત્વકમુદિકાર વાચસ્પતિમિશ્ર આદિ પંડિતોએ ઈશ્વરનો અનંગીકાર કર્યો છે, પણ તે તેઓનું મન્તવ્ય છે. મહર્ષિ કપિલનું નથી.
વિવેકજ્ઞાન મેળવી પ્રકૃતિના સર્વવિકારોથી મુક્ત થવું એ જીવાત્માની મુક્તિ. રજોગુણનું પરિણામ જ દુ:ખ છે. અને તેનો આઘાત જીવાત્માને થાય છે. એ આઘાતનો અત્યંત નાશ પણ થઈ શકે છે. અને તેનો ઉપાય વિવેકજ્ઞાનથી અતિરિક્ત નથી. તે જ્ઞાનાર જિ: અને તે જ્ઞાન આ શાસ્ત્રમાં બતાવેલા ઉપાયોથી મળી શકે છે. માટે શાસ્ત્ર સપ્રયોજન છે.
સાંખ્ય શબ્દનો અર્થ પૃથક્કરણ પ્રક્રિયામાં કેટલાક (સામાન્યત: ૨૫) તત્ત્વોની ગણત્રી કરે છે. તેથી આ દર્શનનું નામ