________________
२५४
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३३, नैयायिक दर्शन
ટીકાનો ભાવાનુવાદ:
અહીં (શ્લોકદ્વારા) નહીં કહેલ પણ કંઈક વિશેષ કહેવાય છે. પદાર્થનો બોધ થવામાં જે કારણ હોય તેને પ્રમાણ કહેવાય છે. (ઉત્પન્ન થયેલ જ્ઞાન) એકના એક તે જ આત્મામાં સમવાયસંબંધથી તુરત જ બીજી ક્ષણે ઉત્પન્ન થયેલા માનસપ્રત્યક્ષજ્ઞાન વડે જ જણાય છે. પરંતુ ઉત્પન્ન થયેલું તે પ્રથમસમવર્તીજ્ઞાન સ્વયં પોતાના વડે જણાતું નથી. આથી જ્ઞાન સ્વયં પ્રકાશિત નથી.)
પ્રમાણ અને ફલ ભિન્ન છે. પહેલા પ્રમાણ અને પછી (પ્રમાણનું) ફલ હોય છે. સ્મૃતિની પ્રમાણતા નથી. અર્થાત્ સ્મૃતિ પ્રમાણ નથી. સામાન્ય-વિશેષ, નિત્યત્વ-અનિત્યત્વ, સતુ-અસત્ આ અંશો પરસ્પરભિન્ન છે. પ્રમાણનો વિષય પારમાર્થિક છે. અંધકાર અને છાયા દ્રવ્ય નથી. આકાશનો ગુણ શબ્દ પૌગલિક નથી. સંકેતના વશથી શબ્દના અર્થની પ્રતીતિ થાય છે. પણ તેના પ્રતિપાદનના સામર્થ્યથી નહીં. ધર્મ અને ધર્મિમાં ભેદ છે. સામાન્ય અનેકમાં વૃત્તિ છે. કર્મ આત્માના વિશેષગુણ સ્વરૂપ છે. શરીર, વિષય, ઇન્દ્રિય, બુદ્ધિ અને સુખ-દુ:ખોના ઉચ્છેદથી (આત્માનું) આત્મામાં જે અવસ્થાનવિશેષ છે, તે મુક્તિ કહેવાય છે. એમ ન્યાયસારગ્રંથમાં કહેલા છે. વળી નિત્યસંવેદાતાસુખવડે વિશિષ્ટ આત્મત્તિકી(અપુનર્ભાવ) દુઃખનિવૃત્તિ પુરુષનો મોક્ષ છે. (એમ પણ કેટલાક નૈયાયિકો માને છે.)
અક્ષપાદરચિત ન્યાયસૂત્ર, વાત્સ્યાયનરચિત ભાષ્ય (ન્યાયસૂત્ર ઉપરનું ભાષ્ય), ઉદ્યોતકરરચિત ન્યાયવાર્તિક, વાચસ્પતિમિશ્રરચિત તાત્પર્યટીકા, શ્રીઉદયનાચાર્યરચિત તાત્પર્યપરિશુદ્ધિ અને શ્રીકંઠાભયતિલક ઉપાધ્યાયરચિત ન્યાયાલંકારવૃત્તિ, આ તૈયાયિકોના તર્મગ્રંથો છે. ભાસર્વજ્ઞપ્રણીત ન્યાયસારગ્રંથ ઉપર અઢારટીકા છે. તેમાં મુખ્યટીકા ન્યાયભૂષણ નામની ન્યાયકલિકા અને જયંતરચિત ન્યાયકુસુમાંજલિતર્ક છે. ફરી
अथ तन्मतमुपसंहरन्नुत्तरं च मतमुपक्षिपन्नाह । હવે નૈયાયિકમતનો ઉપસંહાર કરતાં અને પછીના સાંખ્યમતના પ્રતિપાદનની પ્રતિજ્ઞા કરતાં
नैयायिकमतस्यैष समासः कथितोऽञ्जसा ।
सांख्याभिमतभावानामिदानीमयमुच्यते ।।३३।। શ્લોકાર્થ આ પ્રકારે તૈયાયિકમતનું સંક્ષેપથી વાસ્તવિક નિરૂપણ કરાયું છે. હવે સાંખ્યો દ્વારા મનાયેલા પદાર્થોનું વિવેચન કરાય છે. ll૩૩
व्याख्या-एषोऽनन्तरोदितो नैयायिकमतस्य समासः संक्षेपः कथित उक्तोऽञ्जसा द्राग् सांख्याभिमतभावानां सांख्याः कापिलास्तेषामभिमता अभिष्टा भावा ये पञ्चविंशतितत्त्वादयः पदार्थास्तेषामयं समास इदानीमुच्यते ।।