________________
२५२
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन
ભૂલાવામાં નાખતા તદ્દન ખોટું જ કહે કે “તું અમુક પ્રકારના નિગ્રહસ્થાનમાં આવી ગયો છે.” તો અસત્ય બોલનાર પ્રતિવાદિ પોતે જ “નિરનુયોજ્યાનુયોગ' નામના નિગ્રહસ્થાનમાં આવી પડે છે. પ્રતિવાદિ અસત્ય બોલે છે, તેમાં તેનો એ હેતુ હોય છે કે “મારા કહેવા ઉપર વિશ્વાસ રાખી વાદિ પ્રતિજ્ઞા છોડી દે અથવા પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા બીજો હેતુ આપશે. વાદિનો આ બંને પ્રકારનો પ્રયત્ન નિગ્રહસ્થાનમાં પરિણમશે. અને મારો વિજય થશે.” આ દુષ્ટ હેતુ સિદ્ધ ન થાય, માટે શાસ્ત્રકારે નિરyયોજ્યાનુયોગ' નામનું નિગ્રહસ્થાન બતાવ્યું છે. (ન્યાયસૂત્ર નિપ્રદાને નિગ્રહસ્થાનમયોનો નિરનુયોજાનુયોગ પ-૨-૨૩/અર્થ સ્પષ્ટ છે.) (૨૧) અપસિદ્ધાંત નિગ્રહસ્થાન: સિદ્ધાંતને સ્વીકારીને નિયમ ભંગ કરવાથી જે કથાનો પ્રસંગ ઉપસ્થિત કરવામાં આવે છે, તે અપસિદ્ધાંત નામનું નિગ્રહસ્થાન છે.
જે પહેલા કોઈક સિદ્ધાંત સ્વીકારીને કથાનો પ્રારંભ કરે અને તે કથામાં સિદ્ધ કરવાની ઇચ્છાવાળા અર્થને સાધવામાટે કે બીજાના ઉપલંભમાટે (સ્વીકારેલ) સિદ્ધાંત વિરુદ્ધ કહે છે, તે અપસિદ્ધાંતવડે નિગૃહીત થાય છે.
જેમકે, કોઈક (વાદિ) મીમાંસકોના સિદ્ધાંતને સ્વીકારીને “અગ્નિહોત્ર સ્વર્ગનું સાધન છે.” એ પ્રમાણે કહે છે, તે વખતે પ્રતિવાદિ સામે પૂછે છે કે અગ્નિહોત્ર ક્રિયા નાશ પામતે છતે સ્વર્ગને સાધનાર કેવી રીતે થાય છે ? ત્યારે વાદિ કહે છે કે જેમ સેવિત રાજા ફળને આપે છે. તેમ આ ક્રિયાથી આરાધાયેલ મહેશ્વર ફળને આપે છે.
અહીં વાદિને મીમાંસકને અનભિપ્રેત ઈશ્વરના સ્વીકારથી અપસિદ્ધાંત નામનું નિગ્રહસ્થાન થાય છે. (મીમાંસકોની માન્યતા છે કે અગ્નિહોત્ર ક્રિયાદ્વારા “અપૂર્વ પેદા થાય છે. તે “અપૂર્વ સ્વર્ગાદિનું જનક છે. યાગ વગેરેથી ઉત્પન્ન થનારો, સ્વર્ગ વગેરેને આપનારો કોઈ ગુણવિશેષ છે. તે ગુણવિશેષને મીમાંસકો “અપૂર્વ' કહે છે. “પ્રારબ્ધ કર્મ” એ રીતે વેદાન્તિઓ માને છે. ધર્મ અને અધર્મ એ અપૂર્વ એમ તૈયાયિકો માને છે. “અદૃષ્ટ તે અપૂર્વ એમ વૈશેષિકો માને છે. “પુણ્ય અને પાપને” અપૂર્વ પૌરાણિકો કહે છે.) (ન્યાયસૂત્ર: સિદ્ધાન્તમમ્પત્યનિયમા વથાણસોડસિદ્ધાન્ત: પ-ર-૨૪ો અર્થ સ્પષ્ટ છે.) (૨૨) હેત્વાભાસ નિગ્રહસ્થાન : અસિદ્ધ, વિરુદ્ધ આદિ હેત્વાભાસો કે જેના લક્ષણ આગળ જણાવેલ છે, તે હેત્વાભાસ નિગ્રહસ્થાન છે.
(ન્યાયસૂત્ર : દેત્રામાસાશ્ચ યથો પ-૨-૨પા અર્થ સ્પષ્ટ છે.) (હત્વાભાસ નિગ્રહસ્થાન હોવા છતાં પ્રમેય - પ્રમાણાદિની જેમ જુદું ગ્રહણ કર્યું છે, તેના કારણો જુદા-જુદા ગ્રંથોમાં ભિન્ન-ભિન્ન આપેલ છે.