________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन
પણ પ્રતિવાદિ કોઈ ઉત્તર આપતો ન હોય તો, ઉત્તરને નહીં આપતો પ્રતિવાદિ દૂષણનું સ્થાન શું કહે ? અર્થાત્ પ્રતિવાદિ દૂષણ બતાવી શકતો નથી, માટે મૌન સેવે છે. (ન્યાયસૂત્ર : વિજ્ઞાતસ્ય પરિષવા ત્રિિિહતસ્યાયનુØારળમનનુમાષમ્ II૫-૨-૧૯॥ અર્થ સ્પષ્ટ છે.)
२४९
(૧૫) અજ્ઞાન નિગ્રહસ્થાન : સભાવડે જાણેલા પણ વાદિના વાક્યાર્થને જે પ્રતિવાદિ જાણી શકતો નથી અર્થાત્ અજ્ઞાન છે, તે અજ્ઞાન નામનું નિગ્રહસ્થાન કહેવાય છે. એટલે કે વિષયનું જ જેને અજ્ઞાન હોય તે ઉત્તર કેવી રીતે આપી શકે ? અર્થાત્ ન જ આપી શકે.
પ્રશ્ન ઃ અનનુભાષણ અને અજ્ઞાન બંને નિગ્રહસ્થાનમાં પ્રતિવાદિ ઉત્તર આપતો નથી. તો બંને એક જ નિગ્રહસ્થાન થવા જોઈએ, ભિન્ન ન થવા જોઈએ. તો બંનેનું પૃથક ઉપાદાન શા માટે કર્યું છે ?
ઉત્તર : અજ્ઞાનનિગ્રહસ્થાન અનનુભાષણ નિગ્રહસ્થાન નથી. કારણકે અનનુભાષણમાં પ્રતિવાદિ વસ્તુને જાણતો હોવા છતાં ઉત્તર આપતો નથી, જ્યારે અજ્ઞાન નામના નિગ્રહ સ્થાનમાં પ્રતિવાદિ વસ્તુને જાણતો જ નથી. અને તેથી ઉત્તર આપતો નથી. બંને વચ્ચેના આ તફાવતના કારણે પૃથક્ ઉપાદાન કરેલ છે.
(૧૭) અપ્રતિભા નિગ્રહસ્તાન : ૫૨૫ક્ષ ગ્રહણ ક૨વા છતાં, તેના વિશે બોલતે છતે, જે ઉત્તરની પ્રતિપત્તિ ન કરવી તેને અપ્રતિભા નામનું નિગ્રહસ્થાન થાય છે.
કહેવાનો આશય એ છે કે પ્રતિવાદિએ વાદિના હેતુનું જે ખંડન કર્યું હોય તે વાદિ સમજી તો શકે, પણ એનો હવે ઉત્તર શો આપવો તે વાદિ ન સમજી શકે તો વાદિને અપ્રતિભા નામનું નિગ્રહસ્થાન આવી પડે છે અને તેથી તેનો પરાજય થાય છે.
તે જ રીતે વાદિનું કથન સમજવા છતાં તેનો ઉત્તર શો આપવો ? તે જો પ્રતિવાદિને ન સૂઝે તો પ્રતિવાદિ અપ્રતિભા નામના નિગ્રહસ્થાનમાં આવી પડે છે અને તેનો પરાજય થાય છે.
(ન્યાયસૂત્ર : ઉત્તરસ્યાપ્રતિપત્તિરપ્રતિમા II૫-૨-૧૯॥ અર્થ સ્પષ્ટ છે.)
(૧૭) વિક્ષેપ નિગ્રહસ્થાન : કોઈપણ કાર્યનું બહાનું કાઢી કથાનો વિચ્છેદ કરવો તેનું નામ ‘વિક્ષેપ’
નિગ્રહસ્થાન છે.
કહેવાનો આશય એ છે કે વાદિ અથવા પ્રતિવાદિ સિદ્ધ કરવાની ઇચ્છાવાળા અર્થની અશક્યસાધનતા જાણીને કથાનો છેદ કરે છે. અર્થાત્ વાદિ કે પ્રતિવાદિ પોતાના સાધનને