________________
२४६
षड्दर्शन समुचय भाग - १, श्लोक ३२, नैयायिक दर्शन
-
છે.” આ રીતે વર્ણન કરીને નામાદિને કહેતો પ્રસ્તુતમાં અનુપયોગી અર્થાન્ત૨વડે નિગૃહીત થાય છે.
કહેવાનો આશય એ છે કે ઉપરોક્ત અનુમાનમાં શબ્દને કૃતકત્લેન અનિત્ય સિદ્ધ ક૨વો તે પ્રકૃત(મૂળ)પ્રયોજન છે, તેના બદલે ‘હેતુ’ શબ્દની વ્યાકરણની દૃષ્ટિએ સિદ્ધિ કરવી એ અસંબદ્ધ છે. આથી અર્થાન્તર નામનું નિગ્રહસ્થાન આવી પડે છે.
(ન્યાયસૂત્ર : પ્રતાવર્ષાવતિસમ્વદ્ધાર્થમર્થાન્તરમ્ ૫-૨-૭।। અર્થ સ્પષ્ટ છે.)
(૭) નિરર્થક નિગ્રહસ્થાન : અભિધેય(અર્થ)રહિત વર્ણોના ક્રમાનુસાર પ્રયોગમાત્ર કરનારને નિરર્થક નામનું નિગ્રહસ્થાન થાય છે.
જેમકે અનિત્યઃ શર્વ: ટઘટતાનાં ાનડવવત્પાત્ ધાધમવત્ । આ કથન સર્વથા અર્થથી શૂન્ય હોવાથી નિગ્રહમાટે થાય છે. અથવા સાધ્યને (સિદ્ધ કરવા) માટે ઉપયોગી નહીં હોવાથી નિગ્રહમાટે થાય છે.
(ન્યાયસૂત્ર : વર્ગનિર્દેશોન્નરર્થમ્ II૫-૨-૮।। ભાવાર્થ સ્પષ્ટ છે.)
(૮) અવિજ્ઞાતાર્થ : જે સાધનવાક્ય અને દૂષણ ત્રણવાર બોલવા છતાં પણ સભા અને પ્રતિવાદિવડે જાણવા માટે શક્ય નથી, તે અવિજ્ઞાતાર્થ નામનું નિગ્રહસ્થાન છે.
જેમકે, વાદિ ક્લિષ્ટશબ્દનો પ્રયોગ, અપ્રસિદ્ધવાક્યનો પ્રયોગ કે અતિધીમા સ્વરે અસ્પષ્ટ ઉચ્ચારણ કરે છે, ત્યારે સભા અને પ્રતિવાદિને બોધ થતો નથી. આથી વાદિને અવિજ્ઞાતાર્થ નામનું નિગ્રહસ્થાન આવી પડે છે. અને આવું વાક્ય (ઉપરોક્ત કહેલ વાક્ય) બોલવામાં વાદિ પોતાનામાં ૨હેલું અસામર્થ્ય છુપાવવા ઇચ્છે છે. આથી નિગૃહીત થાય છે.
(ન્યાયસૂત્ર : પરિષતિનિમ્યાં ત્રિિિહતમવિજ્ઞાતવિજ્ઞાતાર્થમ્ II૫-૨-૯।। અર્થ સ્પષ્ટ છે. પ્રશ્ન : નિરર્થક અને અવિજ્ઞાતાર્થ નિગ્રહસ્થાનોમાં ભેદ શું છે ?
ઉત્તર : ‘નિરર્થક'માં અર્થવાચક પદ હોતું જ નથી. જ્યારે ‘અવિજ્ઞાતાર્થ’માં પદ તો અર્થવાચક હોય છે. પણ વાદિ, સભા અને પ્રતિવાદિ ન સમજી શકે માટે અપ્રસિદ્ધ શબ્દવાળું, ક્લિષ્ટ શબ્દોવાળું અથવા અસ્પષ્ટ ઉચ્ચારણવાળું વાક્ય બોલે છે.)
(૯) અપાર્થક નિગ્રહસ્થાન : પૂર્વાપરને અસંગત એવા પદોના સમુહના પ્રયોગથી અપ્રતિષ્ઠિત વાક્યાર્થ જેમાં જણાતો હોય તે અપાર્થક નામનું નિગ્રહસ્થાન છે.
જેમકે, દસ દાડમ, છ માલપૂઆ, કુન્ડ, બકરાનું ચામડું, માંસનોપિંડ ઇત્યાદિ કોઈ બોલે, તો આ બધામાં પૂર્વાપરનો કોઈ સંબંધ ન હોવાના કારણે પ્રતિષ્ઠિત અર્થ નીકળતો ન હોવાથી અપાર્થક નામનું નિગ્રહસ્થાન આવી પડે છે.
ન