________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन
२२५
(૧૧) પ્રસંગસમા જાતિ પ્રસંગ બતાવવા દ્વારા જે ખંડન કરવું તે પ્રસંગસમા જાતિ કહેવાય છે. જેમકે, જો અનિત્યત્વ સિદ્ધ કરવામાં કૃતકત્વ સાધન છે, તો કૃતકત્વને સિદ્ધ કરવામાં કર્યું સાધન છે ? વળી તે સાધનને સિદ્ધ કરવામાં કયું સાધન છે ?
આ રીતે પ્રસંગને બતાવવાદ્વારા અનવસ્થા ઉભી કરવી તે પ્રસંગસમા જાતિ કહેવાય છે. (૧૨) પ્રતિદષ્ટાંતસમા જાતિ : પ્રતિદષ્ટાંતદ્વારા ખંડન કરવું તે (પ્રતિદષ્ટાંતસમા જાતિ કહેવાય છે. વાદિ વડે નિત્ય: શદ્ધ: પ્રથલાનન્તરીયશવંતુ, ઘટવ, / અર્થાત્ શબ્દ અનિત્ય છે. કારણકે પ્રયત્નથી ઉત્પન્ન થાય છે. (તેથી ઉત્પત્તિમાં પ્રયત્ન અવશ્ય જોડાયેલો હોય છે.) જેમકે ઘટ. આ કહેવાતે છતે જાતિવાદિ કહે છે કે “જેમ ઘટ પ્રયત્નથી ઉત્પન્ન થતો હોવાથી અનિત્ય જોવાય છે, એ પ્રમાણે (ઘટનું) પ્રતિદષ્ટાંત નિત્ય આકાશ પણ પ્રયત્નથી ઉત્પન્ન થતું જોવાય છે (કેવી રીતે ?) જેમકે કુવો ખોદવાના પ્રયત્નની ઉત્તરમાં અવકાશ (આકાશ) જોવા મળે છે. આથી પ્રયત્નથી ઉત્પન્ન થતું હોવાથી આકાશ નિત્ય છે. તેમ શબ્દ પણ નિત્ય છે.”—આ રીતે પ્રતિદષ્ટાંતદ્વારા જાતિવાદિએ સાધ્યાભાવ સિદ્ધ કર્યો.
આ પ્રમાણે અનેકાન્તિકત્વનું ઉદુભાવન બીજા ભાંગાવડે કરીને ખંડન કરવું યોગ્ય નથી. (દષ્ટાંત સિદ્ધ જ હોવાથી તેને સિદ્ધ કરવા હેતુની જરૂર હોતી નથી. માટે બીજું દૃષ્ટાંત લેવાની જરૂર હોતી નથી. જેમ અંધારામાં પડેલી વસ્તુને જોવા દીપકની જરૂર પડે છે, પણ દીપકને જોવા બીજા દીપકની જરૂર પડતી નથી. તેમ સાધ્યને સિદ્ધ કરવામાં આપેલા દૃષ્ટાંતને સિદ્ધ કરવા બીજા દૃષ્ટાંતની જરૂર નથી. આ રીતે ઉપરની પ્રસંગસમા જાતિની નિવૃત્તિ થઈ જાય છે. ન્યાયસૂત્રકાર કહે છે કે એક દૃષ્ટાંતથી સાધ્યની સિદ્ધ થતી હોય તો બીજું દૃષ્ટાંત શા માટે લેવું ? એમાં કોઈ હેતુ હોતો નથી. પ્રતિદૃષ્ટાંત સાધક થવા છતાં પણ મૂળદષ્ટાંતને જ્યાં સુધી હેતુથી ખંડિત ન કરવામાં આવે ત્યાં સુધી તે પણ સાધક જ છે. માટે વગર કારણે મૂળદૃષ્ટાંતને છોડીને બીજું દૃષ્ટાંત લેવાની જરૂર નથી. આ કારણથી “પ્રતિદષ્ટાંતસમા” જાતિ અસત્ય ઠરે છે.)
(૧૩) (અનુત્પત્તિસમા જાતિ : અનુત્પત્તિવડે ખંડન કરવું તે અનુત્પત્તિસમાં જાતિ કહેવાય છે. અર્થાત્ ઉત્પત્તિ પહેલાં હેતુરૂપ કારણ રહેતું ન હોવાથી અનુત્પત્તિસમાં જાતિ બને છે. જેમકે શબ્દ નામનો ધર્મી ઉત્પન્ન થતાં પૂર્વે કૃતકત્વ નામનો ધર્મ ક્યાં રહે ? આથી કૃતકત્વ હેતુ નથી પણ હેત્વાભાસ છે. આથી અસિદ્ધ હેતુથી શબ્દમાં અનિત્યત્વની સિદ્ધિ થશે નહીં.
(૧૪) (બસંશયસમા જાતિ : પૂર્વે બતાવેલ સાધમ્મસમાં કે વૈધર્મસમા જાતિ સંશયવડે ઉપસંહાર કરાય તો સંશયસમા જાતિ કહેવાય છે. જેમકે : શું ઘટના સાધર્મથી શબ્દ કૃતક હોવાથી અનિત્ય છે કે ઘટના વૈધર્મ એવા આકાશના સાધર્મથી શબ્દ અમૂર્ત હોવાથી નિત્ય (૩૪) સાત્વત્યા પ્રત્યવસ્થાનત્પત્તિસગાંવિતિ || ન્યાય%૦ . 999 II (व) साधर्म्यवैधय॑सगा जातिर्या पूर्वमुदाहृता सैव संशयेन उपक्रियगाणा संशयसमा जातिर्भवति ।। न्याक० - पृ.१९ ।।