________________
षड्दर्शन समुचय भाग
-
? * 25
શ્લોક-૮૫માં નાસ્તિકોએ પ્રત્યક્ષ સુખોને છોડી અદૃષ્ટ સુખો માટે પ્રયત્ન કરનારની મૂઢતા બતાવી છે.
શ્લોક-૮૭માં કામથી અતિરિક્ત ધર્મનો નિષેધ કર્યો છે.
શ્લોક-૮૭માં લોકાયત (નાસ્તિક) મતનો ઉપસંહાર કર્યો છે તથા બુદ્ધિશાળીઓને સર્વ દર્શનોના વાચ્યાર્થના રહસ્યને વિચા૨વા માટે પ્રેરણા કરી ગ્રંથની સમાપ્તિ કરી છે.
સાથે સાથે બૌદ્ધદર્શનના વિવરણમાં બુદ્ધચર્યાવતાર, ત્રિંશિકાભાષ્ય, તત્ત્વસંગ્રહ, માધ્યમિકકારિકા, લંકાવતારસૂત્ર આદિ ગ્રંથોના સારરૂપ એક વિવેચન છે. તેમાં વૈભાષિક આદિ ચાર બૌદ્ધદર્શનના મુખ્યભેદની માન્યતાઓને વિસ્તારથી વર્ણવી છે. તેનો ટીપ્પણીમાં સમાવેશ કર્યો છે.
સાંખ્યકારિકા આદિ ગ્રંથોના આધારે સાંખ્યદર્શનનો વિશેષ વાચ્યાર્થ પણ ટીપ્પણીમાં લીધેલ છે.
પૂર્વમીમાંસા તથા ઉત્તરમીમાંસા દર્શનના વિશેષ વિશેષ વાચ્યાર્થને, નૈયાયિકદર્શનના પણ કેટલાક વિશેષ વાચ્યાર્થને ટીપ્પણીમાં લીધેલ છે.
ટીપ્પણીગત વિષય એ માત્ર મારું સંકલન છે. અભ્યાસાર્થે તે તે દર્શનના તે તે ગ્રંથોના ભાષાંતર જોવાના થયા હતા, તેમાંથી સારરુપ સંકલન અલગ તારવીને ટીપ્પણી તરીકે લીધેલ છે.
– મુનિ સંયમકીર્તિ વિજય