________________
१९६
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - २५, नैयायिक दर्शन
ટીકાનો ભાવાનુવાદ:
અહીં “માં હિં?” માં વિ શબ્દ અનેક અર્થમાં વપરાય છે. ક્ષેપ, પ્રશ્ન, નિવારણ, અપાલાપ, અનુનય, અવજ્ઞા કરવામાં અને વિતર્કમાં ‘ િશબ્દનો પ્રયોગ થાય છે. તે હવે ક્રમસર જોઈએ. (૧) ક્ષેપમાં : - “ િસવા યોગમિક્હ્યતિ” – જે દ્રોહ કરે છે તે શું મિત્ર હોય ? (૨) પ્રશ્નમાં : - “વિ તે પ્રિ” - તારું પ્રિય શું છે ? (૩) નિવારણમાં : - “વુિં તે હિતેન” - તારા રડવા વડે શું? અર્થાત્ તારું રડવાનું બંધ કર. (૪) અપલાપમાં : - “જિં તેડદં ધારયાકિ” - તારું હું શું ધારણ કરું ? (અર્થાત્ કંઈ નહીં) ! (૫) અનુનયમ (વિનયમાં) : - “વિ તેડરું પ્રિય રોમિ” - તમારું હું શું પ્રિય કરું? (૬) અવજ્ઞામાં : - “સ્વામુહ્ય યતે- તને કોણ ઠપકો આપે ? (૭) વિતર્કમાં : - “ક્રિમિન્દ્ર કુરે વૃષ્યતે” - દૂર આ શું દેખાય છે ?
આ સૂત્રમાં સંશયનું સામાન્ય લક્ષણ અને તેનાં પાંચ કારણો બતાવ્યાં છે. ન્યાયસૂત્રના ભાષ્યકારના મત પ્રમાણે
આ સૂત્રના ભાગો નીચે પ્રમાણે છે. (१) समानधर्मोपपत्तेर्विशेषापेक्षो विमर्शः संशयः
સ્થાણું અને પુરૂષના જે સમાનધર્મ (સાધારણધર્મ) ઊંચાઈ અને પહોળાઈ પહેલાં જોયા હતા તે પૂરોવર્તિ પદાર્થમાં જોયા પછી તે બંને (સ્થાણું અને પુરૂષોમાં રહેલા ધર્મો (હાથ, પગ તથા કોટરાદિ) દૂરવાદિના કારણે ન જોઈ શકવાથી તથા તે વિશેષધર્મને જાણવાની ઇચ્છા ચાલુ રહેવાથી દ્રષ્ટાને આ સ્થાણું હશે કે પુરુષ ? એવો સંશય થાય છે. સામાન્યધર્મ જોવાથી અને વિશેષધર્મની સ્મૃતિ થવાથી ઉત્પન્ન થતો વિમર્શ સાધારણધર્મજન્ય સંશય
કહેવાય છે. (૨) મધપપર્વ પાપેક્ષા વિષ: સંશય: |
અહીં અનેકધર્મ એટલે અસાધારણધર્મ. પૃથ્વી એ નવ દ્રવ્યમાંનું એક છે. પૃથ્વીમાં રહેલ ગંધવત્ત્વ ધર્મ અસાધારણ ધર્મ છે. કારણકે સમાનજાતીય (દ્રવ્યત્વ જાતિવાળા) જળ-દ્રવ્યોમાં નથી. તેમજ અસમાનજાતીય (ગુણત્વાદિજાતિવાળા) ગુણ આદિમાં પણ નથી. માટે સજાતીય અને વિજાતીયથી વ્યાવૃત્ત ગંધવસ્વધર્મ પૃથ્વીમાં જ છે. હવે આ ધર્મને લીધે પૃથ્વીને દ્રવ્ય માનવી કે ગુણાદિમાંનો કોઈ પદાર્થ માનવો એવો સંશય થાય છે અથવા ગંધવત્ત્વ ધર્મ દ્રવ્યનો હશે કે ગુણનો હશે કે કર્મનો હશે ? આમ અનેક પદાર્થ સંબંધી ધર્મ હોવાથી એના વિશે શંકા થવાથી પૃથ્વી દ્રવ્ય હશે કે ગુણ હશે કે કર્મ હશે ? આવો સંશય ઉત્પન્ન થાય છે. આ સંશયને નિવારવા વિશેષને જાણવાની અપેક્ષા છે. તે આ પ્રમાણે છે - ગંધવત્વ એટલે ગંધ અને ગંધ એ ચોવીસ ગુણોમાંનો એક ગુણ છે. માટે ગંધરૂપ ગુણનો આધાર પૃથ્વી દ્રવ્ય જ છે, ગુણ કે કર્મ નહીં. પૃથ્વી ગંધગુણનો આધાર આ રીતે છે - ગંધ વિશેષગુણ હોવાથી દિશા, કાલ અને મનમાં નથી, કારણકે તે ત્રણેમાં વિશેષગુણ હોતા નથી. ગંધ બાધેન્દ્રિયથી જ ગ્રાહ્ય છે. તેથી આત્માનો ગુણ પણ નથી. કારણકે આત્માના ગુણો બાલ્વેન્દ્રિયગ્રાહ્ય નથી. આકાશનો કોઈપણ વિશેષગુણ ધ્રાણેન્દ્રિયગ્રાહ્ય નથી. તેથી ગંધ આકાશનો પણ ગુણ