________________
१९४
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन
સંઘાતના ત્યાગપૂર્વક બીજા દેહ-ઇન્દ્રિયાદિના સંઘાતને ગ્રહણ કરવું તે અપ્રત્યભાવ કહેવાય છે અને આ જ સંસાર છે.
પ્રવૃત્તિ અને દોષથી ઉત્પન્ન થતા સુખાદિને ફળ કહેવાય છે. ત્યાં સુખ-દુ:ખાત્મક મુખ્યફળ છે. અને તેના સાધન શરીરાદિ ગૌણફળ છે. પીડા અને સંતાપના સ્વભાવને ઉત્પન્ન કરે તેને
દુ:ખ કહેવાય છે. અર્થાત્ જેને લીધે આત્મા પીડા અને સંતાપ અનુભવે તે દુ:ખ. (પૂર્વપ્રવૃત્તિ અને દોષના ફળ તરીકે સુખ-દુ:ખ ગણાવ્યા છે.) તે ફળના ગ્રહણથી પ્રાપ્ત પણ આ સુખનો પણ દુઃખની સાથે અવિનાભાવ હોવાથી (સુખને પણ) દુઃખરૂપે ભાવવાનો ઉપદેશ કરાય છે.
આત્મત્તિક દુ:ખવિયોગને અપવર્ગ-મોક્ષ કહેવાય છે. સર્વગુણથી રહિત આત્માનું સ્વરૂપમાં જે અવસ્થાન છે તે મોક્ષ કહેવાય છે. સુખ-દુઃખના વિવેકથી હાન (દુ:ખની અત્યંત નિવૃત્તિ) અશક્ય છે. આથી દુ:ખથી નિવૃત્ત થવાની ઇચ્છાવાળાઓએ સુખ પણ છોડવું જોઈએ. જેથી જન્મ-જરા-મૃત્યુના પ્રબંધના ઉચ્છેદરૂપ પરમપુરૂષાર્થ “અપવર્ગ છે. અને તે અપવર્ગ તત્ત્વજ્ઞાનથી પ્રાપ્ત કરાય છે. ર૪
૨૫. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે પુનરુત્પત્તિઃ પ્રેત્યાર ll૧-૧-૧૯ી અર્થાત્ પુનઃ પુનઃ ઉત્પન્ન થવું એનું નામ પ્રત્યભાવ.
કહેવાનો આશય એ છે કે આત્મા અનાદિ અનંત છે. એનો ક્યારે વિનાશ થતો નથી, માટે ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. શરીર સ્થિર ન હોવાથી તે ફરીથી ઉત્પન્ન થઈ શકતું નથી. ધ્વંસ અનંત હોવાથી ધ્વસનો પ્રતિયોગિ ફરીથી જન્મી શકતો નથી. ત્યારે વારંવાર ઉત્પત્તિ કોની થાય છે ? એ વિચારણીય પ્રશ્ન છે. આના સમાધાનમાં આ સૂત્રમાં જે ઉત્પત્તિ શબ્દ છે. તેનો અર્થ સંબંધ કર્યો છે. એટલે આત્મા એક શરીર સાથેનો સંબંધ છોડીને બીજા નવા શરીર સાથે જે સંબંધ બાંધે છે તે જ “પુનરુત્પત્તિઃ' અને આવો સંબંધ વારંવાર આત્માનો જુદા-જુદા શરીર સાથે થાય છે. માટે પ્રત્યભાવ આત્માનો જ સમજવો જોઈએ. વિજાતીય શરીર, ઇન્દ્રિયો અને પ્રાણ આદિ સાથે આત્માનો સંયોગ થવો તે જ જન્મ અને શરીરની અંદર અંતિમખાણનો ધ્વંસ થવો તે મૃત્યુ. આ પ્રત્યભાવ અનાદિ છે. તેને અનાદિ માનવામાં અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે - જો સૌથી પહેલું દુ:ખ માનીએ, તો તે જન્મ વગર કેમ બની શકે ? જો પ્રથમ જન્મ માનીએ, તો ધર્મ અને અધર્મ બને કેવી રીતે ? જો સૌથી પહેલા રાગ-દ્વેષ માનીએ, તો એ મિથ્યાજ્ઞાન વિના સંભવી કેમ શકે ? માટે દુ:ખ, જન્મ, પ્રવૃત્તિ, દોષ
અને મિથ્યાજ્ઞાનનો કાર્યકારણભાવ અનાદિ જ માનવો જોઈએ. ૨૬. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે – પ્રવૃત્તિ વનનિતોડ: છ I૧-૧-૨૦ના અર્થ સ્પષ્ટ છે. રાગ-દ્વેષ આદિ દોષથી પ્રવૃત્તિ
થાય છે અને તેનાથી ધર્મ-અધર્મ ઉત્પન્ન થાય છે. ધર્મ અને અધર્મથી શરીર, વિષય, સુખ, દુ:ખ ઉત્પન્ન થાય છે.
માટે શરીરાદિ ફળ કહેવાય છે. ૨૭. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે વાઘનાક્ષi દુઃg[ I૧-૧.૨૧-બાધ કરે તે દુ:ખ. કહેવાનો આશય એ છે કે સુખની
સાથે પણ દુ:ખ જોડાયેલું છે. આથી સુખ પણ દુ:ખના અવિનાભાવવાળું છે. ૨૮. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે તહત્યન્તવિકનોલોડ ll૧-૧-૨રી અર્થાત્ દુઃખથી આત્યંતિક વિયોગને અપવર્ગ (મોક્ષ)
કહેવાય છે. વેદાંતીઓ માને છે કે “જીવ પોતે જ મુક્તિ અવસ્થામાં બ્રહ્મ અર્થાતુ પરમાત્મા બની જાય છે. આ માન્યતા નૈયાયિકોને માન્ય નથી. કારણકે (જીવ અને બ્રહ્મ એમ) બે અનાદિ ભિન્નપદાર્થો ક્યારે પણ અભિન્ન થતા નથી.