________________
१९२
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन
इन्द्रियार्थसन्निकर्षे सत्यपि युगपज्ज्ञानानुत्पादादान्तरसुखादि विषयोपलब्धेश्च बाह्यगन्धादिविषयोपलब्धिवत्करणसाध्यत्वादान्तरं करणं मनोऽनुमीयते, तत्सर्वविषयं तञ्चाणु वेगवदाशुसंचारि नित्यं च ६ । वाग्मनःकायव्यापारः शुभाशुभफलः प्रवृत्तिः ७ । रागद्वेषमोहास्त्रयो दोषाः, इर्ष्यादीनामेतेष्वेवान्तर्भावः, तत्कृतश्चैष संसारः ८ । देहेन्द्रियादिसंघातस्य प्राक्तनस्य त्यागेन संघातान्तरग्रहणं प्रेत्यभावः, एष एव संसारः ९ । प्रवृत्तिदोषजनितंसुखदुःखात्मकं मुख्यं फलं, तत्साधनंतु गौणम् १० । पीडासंतापस्वभावजंदुःखम्, फलग्रहणेनाक्षिप्तमपीदं सुखस्यापि दुःखाविनाभावित्वात् दुःखत्वभावनार्थमु-पदिश्यते ११ । आत्यन्तिको दुःखवियोगोऽपवर्गः, सर्वगुणवियुक्तस्यात्मनः स्वरूपेणा-वस्थानं सुखदुःखयोविवेकेन हानस्याशक्यत्वात् दुःखं जिहासुः सुखमपि जह्याद् । यस्माज्जन्मजरामरणप्रबन्धोच्छेदरूपः परमः पुरुषार्थोऽपवर्गः, स च तत्त्वज्ञानादवाप्यते १२ ।।१४ ।।
(૯) મનઃ સર્વપદાર્થોની સાથે ઇન્દ્રિયનો સંયોગ થવાછતાં યુગપતુ સમસ્ત રૂપાદિ જ્ઞાનોની ઉત્પત્તિ થતી નથી. આથી જ્ઞાન ત્યારે જ થાય છે, જ્યારે જે ઇન્દ્રિયોનો મન સાથે સંયોગ હોય. આથી મન સાથેના સંયોગવાળી ઇન્દ્રિયોથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, અન્યથી નહિ. તે જ રીતે યુગપ૬ જ્ઞાનોની અનુત્પત્તિથી મનનો સદ્ભાવ સિદ્ધ થાય છે. તથા જેમ ગંધાદિ બાહ્યપદાર્થોની ઉપલબ્ધિ કરણરૂપ ઇન્દ્રિયોવિના થઈ શકતી નથી, તેમ અંતરંગસુખાદિ વિષયોની ઉપલબ્ધિ માટે પણ એક સાધકતમકરણની આવશ્યકતા છે. તે કરણ મન જ થઈ શકે છે. આ રીતે મનનું અનુમાન થઈ શકે છે. મન સર્વપદાર્થોને વિષય બનાવે છે, અણુરૂપ છે, વેગવાળું હોવાથી ખૂબ શીધ્ર સંચાર કરવાવાળું છે તથા નિત્ય છે.
છે. ત્રણે ગુણો જડ હોવાથી બુદ્ધિ પણ જડ છે. ત્રણેગુણો નિત્ય હોવાથી તેનો પરિણામ જે બુદ્ધિ છે તે પણ નિત્ય
છે, કારણકે સાંખ્યમતમાં પરિણામ અને પરિણામી ભિન્ન ગણાતાં નથી. જ્ઞાન બુદ્ધિનો જે ઇન્દ્રિય દ્વારા અર્થરૂપે પરિણામ થાય છે તે જ જ્ઞાન અર્થાત્ બુદ્ધિની જે અમુકપ્રકારની વૃત્તિ તેનું
નામ જ્ઞાન છે. માટે ઘટજ્ઞાન, પટજ્ઞાન આદિ બુદ્ધિની વૃત્તિઓ ગણાય છે. ઉપલબ્ધિ : આત્મા એ ચિતિશક્તિ છે. અને તે અપરિણામી છે. તેનું બુદ્ધિ સાથે સદેવ સન્નિધાન હોવાથી બુદ્ધિમાં
આત્માનું પ્રતિબિંબ પડે છે. આથી બુદ્ધિ જડ હોવા છતાં ચેતન જેવી લાગે છે અને અર્થને જાણે છે. જેમ ચંદ્ર સ્વયં પ્રકાશરહિત હોવા છતાં સૂર્યના તેજને ઝીલીને પ્રકાશિત બને છે અને જગતને પ્રકાશિત કરે છે, તેમ આત્મામાં જે આત્માનું પ્રતિબિંબ પડે છે તે જ ઉપલબ્ધિ. નૈયાયિકસુત્રકારને સાંખ્યોની ઉપરની માન્યતા માન્ય
નથી. બુદ્ધિ એ પ્રકૃતિનો-ગુણોનો વિકાર નથી, પણ આત્માનો ગુણ છે. તેથી બુદ્ધિ અને જ્ઞાન પણ એક જ છે.) ૨૨. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે યુવાનનુત્પત્તિનો Iિ૧-૧-૧૯ll અર્થાત્ એકસાથે જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. તે
મનનું જ્ઞાપક છે. કહેવાનો આશય એ છે કે એક ફળમાં રુપ, રસ, ગંધ અને સ્પર્શ એમ ચારે અર્થો (વિષયો) છે. રૂપ આદિ ચારે વિષયો સાથે ચારે ઇન્દ્રિય (ચક્ષુ, રસન, ધ્રાણ, અને ત્વ)નો એક સાથે સંબંધ હોવા છતાં ચારે જ્ઞાનો એક સાથે