________________
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - २१, नैयायिक दर्शन
१८३
શ્લોકાર્થ: જે કાર્યથી કારણનું અનુમાન થાય છે તે શેષવતુ અનુમાન મનાય છે. જેમકે તથાવિધ નદીના પૂરને જોવાથી ઉપરીતનવાસમાં મેઘ વરસ્યો છે (તે અનુમાન થાય છે.) (અર્થાત્ નદીનું પૂર કાર્ય છે તે પ્રત્યક્ષ જોવાથી, તેના કારણે વરસાદનું અનુમાન થાય છે.) ર૧//
व्याख्या-कार्याल्लिङ्गात्कारणस्य लिङ्गिनोऽनुमानं ज्ञानं यत्, चकारः प्रागुक्तपूर्ववदपेक्षया समुचये, तच्छेषवन्मतम् । अयमत्र तत्त्वार्थः । यत्र कार्यात्कारणज्ञानं भवति, तच्छेषवदनुमानम् । अत्रापि प्राग्वत्कारणज्ञानस्य हेतुः कार्यं कार्यदर्शनं तत्सबन्धस्मरणं चानुमानशब्देन प्रतिपत्तव्यम् । यथेत्युदाहरणोपन्यासार्थः प्रथममत्र योज्यः । तथाविधशीघ्रतरस्रोतस्त्वफलफेनादिवहनत्वोभयतटव्यापित्वधर्मविशिष्टो यो नदीपूरस्तस्मालिङ्गादुपरिदेशे देवो मेघो वृष्ट इति ज्ञानम् । अत्र प्रयोगः प्राग्वत् ।।२१।। ટીકાનો ભાવાનુવાદઃ
વ્યાખ્યા કાર્યરૂપ (લિંગથી) કારણરૂપ(લિંગિ)નું જ્ઞાન (અનુમાન) જે છે તે શેષવતું અનુમાન કહેવાય છે. (અહીં જેનાવડે જ્ઞાન થાય તે લિંગ અને જેનું જ્ઞાન થાય તે લિંગિ કહેવાય છે. તદનુસાર શેષવતું અનુમાનમાં કાર્યથી કારણનું જ્ઞાન-અનુમાન થાય છે. આથી કાર્યને લિંગ તરીકે અને કારણને લિંગિ તરીકે દર્શાવેલ છે તે જાણવું.)
‘’ કાર પૂર્વે કહેલ પૂર્વવતુ અનુમાનની અપેક્ષાએ સમુચ્ચયાર્થક છે. અહીં તાત્પર્યાર્થ એ છે કે. કાર્યથી કારણનું અનુમાન (જ્ઞાન) જ્યાં થાય છે, તેને શેષવતું અનુમાન કહેવાય છે.
અહીં પણ પહેલાંની જેમ કારણજ્ઞાનનો હેતુ કાર્ય, કાર્યનું દર્શન અને કાર્ય-કારણના સંબંધનું સ્મરણ અનુમાન શબ્દથી સ્વીકારવું. અર્થાત્ કાર્ય, કાર્યનું દર્શન અને કાર્ય-કારણના સંબંધનું સ્મરણ સર્વ કારણને જણાવતું હોવાથી શેષવતું અનુમાન છે.
ઉદાહરણના ઉપન્યાસ અર્થે પ્રયોજેલ “થા’ શબ્દ કે જે છેલ્લે છે, તે અહીં પહેલા યોજવો. શેષવતું અનુમાનનું ઉદાહરણ આ પ્રમાણે છે
જેમકે, તેવા પ્રકારનો શીધ્ર પ્રવાહ, ફળ-ફેનાદિનું વહેવું, ઉભયતટને વ્યાપ્ત આદિ ધર્મથી વિશિષ્ટ જે નદીનું પૂર છે, તે લિંગથી ઉપરીતનવાસમાં મેઘ વરસ્યો છે, એ પ્રમાણે જ્ઞાન થાય છે. અહીં અનુમાન પ્રયોગ પૂર્વની જેમ જાણવો. તે આ પ્રમાણે છે – ૩પરિવૃષ્ટિમસંશ્વિની नदी शीघ्रतरस्रोतत्वे फलफेनसमूहकाष्ठादिवहनत्वे च सति पूर्णत्वात्, तदन्यनदीवत् ।।२१।। ક્રમ પ્રાપ્ત સામાન્યતોદષ્ટ અનુમાનની વ્યાખ્યા કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે