________________
षड्दर्शन समुचय भाग-१, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
१७७
साधनधर्मश्च प्रत्यक्षः साध्यधर्मश्च सर्वदाऽप्रत्यक्षः साध्यते तत्सामान्यतोदृष्टम् । यथेच्छादयः परतन्त्रा गुणत्वाद्रुपवत् । उपलब्धिर्वा करणसाध्या क्रियात्वाच्छिदिक्रियावत् । असाधारणकारणपूर्वकं जगद्वैचित्र्यं चित्रत्वाञ्चित्रादिवैचित्र्यवदित्यादि सामान्यतोदृष्टस्यानेकमुदाहरणं मन्तव्यम् । ટીકાનો ભાવાનુવાદ: હવે બીજી રીતે ત્રણેય અનુમાનોને બતાવે છે. (i) પૂર્વવતુ અનુમાન : પૂર્વના વ્યાપ્તિગ્રાહક પ્રત્યક્ષની સાથે અર્થાત્ (પૂર્વે કાર્ય-કારણના સાહચર્યરૂપ વ્યાપ્તિ જેના દ્વારા ગ્રહણ કરાય છે તે પ્રત્યક્ષની સાથે) સમાન વર્તે છે, તે પૂર્વવત્ સંબંધના ગ્રાહકપ્રત્યક્ષ વડે, વિષય તુલ્ય હોવાથી (અર્થાત્ પૂર્વે જે વ્યાપ્તિના ગ્રહણવેળાએ વિષય હતો તે જ વિષય અત્યારે ઉપસ્થિત થયો હોવાના કારણે, વિષય તુલ્ય હોવાથી) કથંચિત્ પરિચ્છેદક્રિયાની પણ તુલ્યતા અહીં અનુમાનમાં હોય છે. એ પ્રમાણે ક્રિયાતુલ્યત્વવાળાનો પ્રયોગ સિદ્ધ છે. તેથી પૂર્વની પ્રતિપત્તિ(જ્ઞાન)થી તુલ્ય પ્રતિપત્તિ (વર્તમાનમાં) જેનાથી થાય છે તે પૂર્વવત્ અનુમાન કહેવાય છે. જેમકે રૂછાતા: પરતત્રી મુખત્વાન્ પાહિવત્ / જેમ રૂપાદિગુણ હોવાથી પરતંત્ર છે, તેમ ઇચ્છાદિ પણ ગુણ હોવાથી પરતંત્ર છે.
આશય એ છે કે રૂપાદિ પરતંત્ર છે, એવું પૂર્વે જ્ઞાન થયું છે. કારણકે ગુણો હંમેશાં પરતંત્ર હોય છે. આ જ્ઞાનદ્વારા ઇચ્છાદિ ગુણો પણ પરતંત્ર છે, એવું તુલ્યજ્ઞાન થાય છે. આ તુલ્ય પ્રતીતિનું) જ્ઞાન જેનાથી થાય છે તે પૂર્વવત્ અનુમાન.
જે ગુણ હોય તે પરતંત્ર (દ્રવ્યને આશ્રયીને) હોય છે.” તેવી પૂર્વવ્યાપ્તિના ગ્રાહકપ્રત્યક્ષથી (જ્યારે) સમાન વિષય ઉપસ્થિતિ થાય છે (=ઇચ્છાદિ પણ ગુણ છે, આથી સમાન વિષય ઉપસ્થિત થાય છે,) ત્યારે (પૂર્વે ગ્રહણકરેલ વ્યાપ્તિના ગ્રાહકપ્રત્યક્ષથી) વર્તમાનમાં પણ (રૂપગુણ હોવાથી પરતંત્ર છે, એમ ઇચ્છાદિ પણ ગુણ હોવાથી પરતંત્ર છે, એમ) સમાન જ્ઞાન થાય છે.
તેથી (રૂપગુણ હોવાથી પરતંત્ર છે, આવી) પૂર્વપ્રતિપત્તિથી (રૂપગુણ હોવાથી પરતંત્ર છે, તેમ ઇચ્છાદિ પણ ગુણ હોવાથી પરતંત્ર છે, આવી) સમાન (તુલ્ય) પ્રતિપત્તિ જેનાથી થાય છે તે પૂર્વવતું અનુમાન કહેવાય છે.
(૨) શૈષવનું અનુમાન : શેષવતું એટલે પરિશેષ. પ્રસક્તોના પ્રતિષધમાં અન્યત્ર પ્રસંગનો સંભવ ન હોવાથી બાકી રહેલાનું જ્ઞાન કરે તે પરિશેષ. એટલે કે.. પ્રસક્ત અર્થાત્ જેમાં પ્રકૃત પદાર્થને રહેવાની આશંકા થઈ શકે છે, તે પદાર્થોનો નિષેધ કરવાથી, જ્યારે અન્ય કોઈ અનિષ્ટ અર્થની સંભાવના ન રહે, ત્યારે શેષ રહેલા ઇષ્ટ પદાર્થની પ્રતિપત્તિ કરાવે છે, તે પરિશેષાનુમાન કહેવાય છે.