________________
षड्दर्शन समुझय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन
१५७
નિશ્ચયાત્મકજ્ઞાનને વ્યવસાયાત્મિકજ્ઞાન કહેવાય છે અને વ્યવસાયત્મક પદના ગ્રહણથી સંશયજ્ઞાન અનેક પદાર્થના આલંબનવાળું હોવાથી તથા નિશ્ચયાત્મક ન હોવાથી પ્રત્યક્ષનું ફલ નથી, એ જણાવેલું થાય છે. (જેમકે દ્રષ્ટા આંખથી દૂરસ્થપદાર્થ જુએ છે, પણ તે ચોક્કસ કરી શકતો નથી કે આ સામે દેખાતો ધૂમાડો છે કે ઉડતી ધૂળ છે ? અથવા સામે જે દેખાય છે તે પુરુષ છે કે સ્થાણું છે ? આ પ્રમાણે ચક્ષુસંબદ્ધ પદાર્થ સમીપ હોવાછતાં દ્રષ્ટા નિર્ણય કરી શકતો ન હોવાથી એ જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન કહેવાય નહીં. માટે વ્યવસાયાત્મક એટલે નિશ્ચયાત્મક જ્ઞાન જ પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે.)
શંકા : વ્યવસાયાત્મક અને અવ્યભિચારિ આ બે અંતિમ વિશેષણોદ્વારા “જ્ઞાન” નું ગ્રહણ થઈ જાય છે. તો પ્રત્યક્ષના લક્ષણમાં “જ્ઞાન” પદનું ગ્રહણ વ્યર્થ છે-અનર્થક છે.
સમાધાન આવું ન કહેવું, કારણકે જ્ઞાનપદ ધર્મીના પ્રતિપાદન માટે છે. અર્થાત્ પ્રત્યક્ષના લક્ષણમાં જ્ઞાન ધર્મી છે અને અવ્યભિચારિઆદિપદ જ્ઞાનના ધર્મ છે અને ધર્મને જણાવવા “જ્ઞાન” પદનું ગ્રહણહોવાથી “જ્ઞાન” પદ નિરર્થક નથી. અને જ્ઞાનપદથી પ્રાપ્ત ધર્મી જ ઇન્દ્રપાર્થસકિર્યજત્વાદિવડે વિશેષિત કરાય છે. (ઇન્દ્રયાર્થસન્નિકર્ષકત્વથી જન્ય છે, એમ કહેવાય છે. અર્થાત્ ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી જન્યજ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. અહીં ઇન્દ્રિયાર્થસન્નિકર્ષકત્વ ધર્મ છે અને જ્ઞાન ધર્મી છે. આમ ધર્મીને જણાવવા જ્ઞાનપદનું ગ્રહણ કરેલ છે.)
અન્યથા (જો એમ નહીં માનો તો, એટલે કે જ્ઞાન પદ અનર્થક છે. આથી તેનું ગ્રહણ આવશ્યક નથી, તો) ધર્મી એવા જ્ઞાનના અભાવમાં જે અવ્યભિચારઆદિ ધર્મો છે, તે પદોનું
ક્યાં પ્રતિપાદન કરાય ? અર્થાત્ ધર્મીના અભાવમાં ધર્મોનું પ્રતિપાદન નિરાધાર બની જશે. - વિપુનરેવં વ્યાવક્ષતે - વળી કેટલાક એમ કહે છે કે – “અવ્યપદેશ્ય' અને વ્યવસાયાત્મક આ બે પદ દ્વારા નિર્વિકલ્પક અને સવિકલ્પકના ભેદથી પ્રત્યક્ષના બે પ્રકારો છે. (એમ સૂચિત થાય છે.) પણ શેષ ઇન્દ્રિયાર્થસન્નિકર્ષકત્વ, અવ્યભિચારિ એ બે જ્ઞાનના વિશેષણો છે.
अत्र च सूत्रे फलस्वरूपसामग्रीविशेषणपक्षास्रयः संभवन्ति । तेषु स्वरूपविशेषणपक्षो न युक्तः । यथोक्तविशेषणं ज्ञानं प्रत्यक्षमिति हि तत्रार्थः स्यात् । तथा चाकारकस्य ज्ञानस्य प्रत्यक्षत्वप्रसक्तिः, न चाकारकस्य प्रत्यक्षत्वं युक्तं, असाधकतमत्वात्साधकतमस्यैव च प्रमाणत्वात् । तुलासुवर्णादीनां प्रदीपादीनां सन्निकर्षेन्द्रियादीनां चाबोधरुपाणामप्रत्यक्षत्वप्रसङ्गश्च । इष्यते चैषां सूत्रकृता प्रत्यक्षत्वं, तन्न स्वरूपविशेषणपक्षो युक्तः । नापि सामग्रीविशेषणपक्षः । सामग्रीविशेषणपक्षे ह्येवं सूत्रार्थः स्यात् । प्रमातृप्रमेयचक्षुरादीन्द्रि