________________
પ
ન
સમુ
મા - ૨૪૮ 18
બૌદ્ધદર્શનના વૈભાષિકાદિ પેટાલેદાની વિવક્ષા વિના સામાન્યથી બાર (૧૨) પદાર્થોનું નિરુપણ શ્લોક-૮માં કર્યું છે. (૧-૫) પાંચ ઈન્દ્રિયો (૯-૧૦) શબ્દાદિ પાંચ વિષયો (૧૧) મન અને (૧૨) શરીર - આ બાર પદાર્થો બૌદ્ધોએ માન્યા છે.
શ્લોક-૯માં પ્રમાણની સંખ્યા બતાવી છે. - શ્લોક-૧૦માં પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણનું લક્ષણ બતાવ્યું છે.
શ્લોક-૧૧માં હેતુના પક્ષધર્મતા આદિ ત્રણ રૂપોનું સ્વરૂપ વર્ણવ્યું છે. તથા ટીકામાં મૂળ ગ્રંથકારશ્રીએ નહિ કહેલ વિશેષવિષયોનું વર્ણન કર્યું છે તથા વૈભાષિક આદિ ચાર ભેદોની માન્યતાનું આંશિક નિરુપણ કર્યું છે.
શ્લોક-૧૨ના પૂર્વાર્ધમાં બૌદ્ધમતનો ઉપસંહાર થાય છે અને પ્રથમ અધિકાર પૂર્ણ થાય છે.
શ્લોક-૧૨ના ઉત્તરાર્ધથી દ્વિતીય અધિકાર તરીકે નૈયાયિક મતનો પ્રારંભ થાય છે. તેમાં નૈયાયિક દર્શનના લિંગ, વેષ અને આચારનું આંશિક નિરૂપણ છે તથા દેવના અઢાર અવતારનાં નામ આપ્યા છે.
શ્લોક-૧૩માં વિભુ, નિત્ય, એક, સર્વજ્ઞ એવા ઈશ્વરની અનુમાન પ્રમાણથી સવિસ્તાર સિદ્ધિ કરી છે.
શ્લોક-૧૪-૧૫ અને શ્લોક-૧૬ના પૂર્વાર્ધ સુધીમાં નૈયાયિકમતના સોળ તત્ત્વોનાં નામ આપ્યાં છે. (૧) પ્રમાણ, (૨) પ્રમેય, (૩) સંશય, (૪) પ્રયોજન, (૫) દૃષ્ટાંત, (૬) સિદ્ધાંત, (૭) અવયવ, (૮) તર્ક, (૯) નિર્ણય, (૧૦) વાદ, (૧૧) જલ્પ, (૧૨) વિતંડા, (૧૩) હેત્વાભાસ, (૧૪) છલ, (૧૫) જાતિ, (૧૬) નિગ્રહસ્થાન. અહીં આ સોળે તત્ત્વોની વ્યાખ્યા કરવામાં આવી
શ્લોક-૧૦ના ઉત્તરાર્ધમાં પ્રથમતત્ત્વ પ્રમાણનું સામાન્ય લક્ષણ અને તેના જ ભેદોનો માત્ર ઉલ્લેખ કર્યો છે.
શ્લોક-૧૭ અને ૧૮ના પૂર્વાર્ધમાં પ્રમાણના (1) પ્રત્યક્ષ, (ii) અનુમાન, (ii) ઉપમાન (iv) શાબ્દ. - આ ચાર ભેદોના નામ તથા પ્રથમ પ્રત્યક્ષપ્રમાણનું સ્વરૂપ દર્શાવ્યું છે.
શ્લોક-૧૮ના ઉત્તરાર્ધમાં તથા શ્લોક-૧૯-૨૦-૨૧ અને ૨૨માં અનુમાન પ્રમાણના ત્રણ ભેદોનું સવિસ્તાર નિરૂપણ કર્યું છે.
શ્લોક-ર૩માં ઉપમાન પ્રમાણનું લક્ષણ બતાવ્યું છે. શ્લોક-૨૪ના પૂર્વાર્ધમાં ચોથા શાબ્દ પ્રમાણનું સ્વરૂપ બતાવ્યું છે.