________________
षड्दर्शन समुझय भाग-१, श्लोक - ९, बोद्धदर्शन
११३
પરોક્ષ નહિ માનો તો, પ્રમેયરહિત તે આગમાદિપ્રમાણો અપ્રમાણરૂપ બની જશે. અને આગમાદિપ્રમાણોનો વિષય પરોક્ષ માનશો તો પરોક્ષાર્થવિષયક અનુમાનમાં (પૂર્વે કહ્યા પ્રમાણે) સમાવેશ થઈ જશે.)
તેથી કહ્યું છે કે, “જેનો જેની સાથે અન્વય-વ્યતિરેક નથી, તે તેનું કારણ બની શકતું નથી તથા જે પદાર્થ જ્ઞાનનું કારણ નથી, તે જ્ઞાનનો વિષય બની શકતો નથી.” (આ રીતે પ્રમાણમાં કારણભૂત પ્રમેયની અનુપલબ્ધિ હોવાના કારણે આગમાદિમાં પ્રમાણતાનો નિષેધ કરવામાં કારણાનુપલબ્ધિ હેતુ બને છે. અર્થાત્ આગામાદિમાં પ્રમાણતાનો નિષેધ કારણાનુપલબ્ધિરૂપ હેતુથી કરાયો છે.)
પ્રત્યક્ષ-પરોક્ષથી અતિરિક્ત પ્રમેય નથી, તે તો પ્રત્યક્ષથી જ સિદ્ધ થાય છે. સામે રહેલા પદાર્થના સામર્થ્યથી ઉત્પન્ન થતું પ્રત્યક્ષ, પદાર્થમાં રહેલા સ્વરૂપના નિયત પ્રતિભાસને અવભાસન કરતું હોવાથી, તે પદાર્થના પ્રત્યક્ષવ્યવહારનું કારણ બને છે. અર્થાત્ કહેવાનો આશય એ છે કે. પ્રત્યક્ષ સામે રહેલા પદાર્થના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે અને તે પદાર્થના આકારવાળું હોય છે. તેથી તેનો પ્રતિભાસ તે પદાર્થના સ્વરૂપમાં જ નિયત થઈને, તે પદાર્થમાં પ્રત્યક્ષવ્યવહાર કરાવી દે છે. (જેમકે સામે રહેલા ઘટના સામર્થ્યથી ઉત્પન્ન થતું પ્રત્યક્ષ, ઘટના આકારવાળું હોય છે, તેથી આ ઘટ છે આવા પ્રકારે તે ઘટપદાર્થના સ્વરૂપમાં નિયત થઈ જાય છે અને ઘટપદાર્થમાં જ પ્રત્યક્ષવ્યવહાર કરાવે છે.)
વળી (પ્રત્યક્ષ માત્ર પ્રત્યક્ષનો વ્યવહાર કરાવી અટકી જતું નથી. પરંતુ) પ્રત્યક્ષવિષયથી અન્ય વિષયોનો વ્યવચ્છેદ પણ કરે છે અને પ્રત્યક્ષથી વ્યવચ્છેદ પામેલા અન્ય વિષયોનો સમાવેશ પરોક્ષવિષયોના સમુહમાં થાય છે. અર્થાત્ પ્રત્યક્ષવિષયથી અન્ય પરોક્ષવિષયોની રાશીમાં સમાવેશ કરે છે. કારણકે પ્રત્યક્ષથી પ્રતીત ન થતા સઘળાયે પદાર્થોનો સમુહ પ્રત્યક્ષથી અન્ય હોવાના કારણે પરોક્ષપણે વ્યવસ્થાપન કરાય છે. અર્થાત્ પરોક્ષવિષયોમાં તેની ગણત્રી થાય છે. તેથી પ્રત્યક્ષ અને પરોક્ષથી અન્ય ત્રીજો પ્રકાર નથી. જો આમ નહિ માનો તો પ્રત્યક્ષ પોતાના વિષયભૂત પદાર્થનો અન્ય(અપ્રત્યક્ષ)પદાર્થોથી વ્યવચ્છેદ નહિ કરી શકે અને તેથી પ્રત્યક્ષ પોતાના સ્વરૂપનું પણ પ્રતિનિયતરૂપે જ્ઞાન કરાવી શકશે નહિ. અર્થાત્ કોઈપણ પદાર્થ પ્રત્યક્ષથી જ્ઞાત બની શકશે નહિ.
કારણ કે પ્રમાણે તેને જ કહેવાય કે જેનાથી પદાર્થોની પ્રતિનિયતસ્વરૂપે વ્યવસ્થા થતી હોય. (વળી પદાર્થોના પ્રતિનિયતસ્વરૂપનું યથાવસ્થિત પ્રતિપાદન અન્યધર્મોના વ્યવચ્છેદથી જ થાય છે. આથી પ્રમાણ અન્યથી વ્યવચ્છેદ કરવા દ્વારા પદાર્થના પ્રતિનિયતસ્વરૂપને બતાવવાનું કામ કરે છે.) આવું નહિ માનીએ તો (અર્થાત્ પ્રમાણ પ્રતિનિયતસ્વરૂપની વ્યવસ્થા ન કરે) તો સર્વ