________________
૨૦૪
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन
અયોગ કરવો તે “પ્રવ’ કારનું ફલ છે. (અહીં યાદ રાખવું કે ધનુર્ધર તો બીજા ઘણા હશે, છતાં અર્જુનમાં રહેલું વિશિષ્ટધનુર્ધરત્વ જ અર્જુનનું પાર્થ નામ પાડવામાં નિમિત્ત બન્યું છે. એટલે કે અર્જુનમાં જ ધનુર્ધરત્વનો તાદાભ્યસંબંધ બતાવ્યો છે. તેથી અર્જુન સિવાય અન્યમાં તાદાભ્ય સંબંધથી ધનુર્ધરનો અયોગ કહેવામાં દોષ નથી.) (9) નીરું સરોનિમ્ તિ’ માં ‘વ’ કાર પ્રયોગ ન હોવા છતાં વિવક્ષાથી મસ્તિ' સાથે ‘વ’ કાર જોડાયેલ જ છે. તેનાથી અત્યંત અયોગનો વ્યવચ્છેદ થાય છે. અર્થાત્ “કમળ નીલ હોય જ છે” અહીં ‘સાથે જોડાયેલા
(૧૯) સ્વભાવ શૂન્યતા : સાધારણતયા આપણી જે ધારણા છે કે પ્રત્યેક વસ્તુનો પોતાનો (સ્વતંત્રરૂપે) સ્વભાવ હોય
છે. તે સ્વભાવ અલૌકિક (પ્રાતિભ)જ્ઞાન કે દર્શન દ્વારા ઉત્પન્ન કરી શકાતો નથી. જ્ઞાન અને દર્શન વસ્તુના યથાર્થરૂપના દ્યોતક હોય છે. સત્તા રહિત પદાર્થની અભિવ્યક્તિ તે ક્યારેય પણ કરી શકતા
નથી. (૨૦) પરભાવ શૂન્યતાઃ વસ્તુનું પરમાર્થરૂપ નિત્યવર્તમાન રહે છે. તે ઉત્પત્તિ અને વિનાશની અપેક્ષા નહીં રાખતાં,
સ્વતંત્રરૂપથી સદા વિદ્યમાન રહેવાવાળું છે, તે સ્વભાવને કોઈ બાહ્યકારણ (પરભાવ)દ્વારા ઉત્પન્ન થયેલું
માનવું તે અત્યંત તર્કહીન છે. “સત્તા' ના પ્રશ્નને લઈને બોદ્ધ દર્શનના ચાર સંપ્રદાયોઃ મલધારિશ્રીરાજશેખરસૂરિવિરચિત ષડ્રદર્શનસમુચ્ચમાં આ ચાર સંપ્રદાયોની “સત્તા' અંગેની માન્યતાને પ્રગટ
કરતો સંગ્રહશ્લોક છે. ત્યાં કહ્યું છે કે.... अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणेष्यते, प्रत्यक्षेण न हि बाह्यवस्तुविसरः सौत्रान्तिकादतः ।
योगाचारमतानुगैरभिमता साकारबुद्धिः परा, मन्यन्ते बत मध्यमा; कृतधियः स्वच्छां परां संविदम् ।। १४५।। ભાવાર્થઃ સત્તાની મીમાંસાકરનારા ચાર સંપ્રદાયો-દર્શનો છે. વ્યવહારના આધાર પર જ પરમાર્થનું નિરૂપણ કરાય
છે. સ્થલપદાર્થોથી સૂક્ષ્મપદાર્થોની વિવેચનાની તરફ જનારમાં પહેલો મત તે દાર્શનિકોનો છે કે જે બાહ્ય તથા અભ્યન્તર સમસ્તધર્મોના અસ્તિત્વને સ્વીકારે છે. જગતમાં બાહ્ય વસ્તુનો અપલાપ કોઈપણ રીતે થઈ શકે તેમ નથી. જે વસ્તુઓને લઈને આપણું જીવન છે તે જ રીતે તેની (બાહ્ય પદાર્થની) સત્યતા સ્વયં પ્રગટ કરે છે. આ રીતે બાહ્યર્થને પ્રત્યક્ષરૂપથી સત્ય માનવાવાળો વિભાષિક સંપ્રદાય છે. આનાથી બીજા દાર્શનિકો આગળ વધે છે. તેઓનું કહેવું છે કે બાહ્યવસ્તુઓનું પ્રત્યક્ષજ્ઞાન આપણને થઈ શકતું નથી. જો સમગ્રવસ્તુ ક્ષણિક છે, તો કોઈપણ વસ્તુના સ્વરૂપનું પ્રત્યક્ષજ્ઞાન સંભવ નથી. પ્રત્યક્ષ થતાં જ પદાર્થોનું નીલ, પીત આદિ ચિત્ર ચિત્તના પટ ઉપર ખેંચાઈ આવે છે. જે પ્રકારે દર્પણમાં પ્રતિબિંબને જોઈને બિંબની સત્તાનું આપણે અનુમાન કરીએ છીએ, એ પ્રકારે ચિત્તરૂપ પટના તે પ્રતિબિંબોથી આપણને પ્રતીતિ થાય છે કે બાહ્ય અર્થની પણ સત્તા અવશ્ય છે. આથી બાહ્ય અર્થની સત્તા અનુમાન પર અવલંબિત છે. આ બોદ્ધોનો બીજો સંપ્રદાય સૌત્રાન્તિક કહેવાય છે. ત્રીજો મત બાહ્યઅર્થની સત્તા માનતો નથી. સોત્રાન્તિકોનાદ્વારા કલ્પિતપ્રતિબિંબ દ્વારા બિંબસત્તાનું અનુમાન તેને અભીષ્ટ નથી. તેની દૃષ્ટિમાં બાહ્યભૌતિકજગત નિતાન્ત મિથ્યા છે. ચિત્ત જ એકમાત્ર સત્તા