________________
१०२
षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - ९, बोद्धदर्शन
“વ્યતિરેચક (અર્થાત્ વ્યાવૃત્તિ કરવાવાળો) નિપાત = “gવ કાર (વિશેષણની સાથે પ્રયોજાઈને) અયોગનો, (વિશેષ્ય સાથે પ્રયોજાઈને) અન્યયોગનો તથા (ક્રિયાપદ સાથે પ્રયોજાઈને) અત્યંતાયોગનો વ્યવચ્છેદ કરે છે.”
(જો કે વાક્યોમાં ઇવ’ કારનો) પ્રયોગ ન હોય, છતાં પણ તેનો આ અર્થ વિશેષણ, વિશેષ્ય અને ક્રિયાની સાથે કહેવાયેલીવિવેક્ષાથી પ્રતીત થાય જ છે. કારણ કે સર્વવાક્યો વ્યાવૃત્તિના (૨) બહિર્ધા શૂન્યતા (બહારની વસ્તુઓની શૂન્યતા) ઇન્દ્રિયના રૂપ, રસ સ્પર્ધાદિ સ્વભાવશૂન્ય છે. જે પ્રકારે આપણું
અંતર્જગત સ્વરૂપશૂન્ય હોવાથી અવાસ્તવ છે. તે રીતે બાહ્યજગતના મૂલમાં પણ કોઈ આત્મા નથી. અધ્યાત્મ-શૂન્યતા’ તો હીનયાનિઓનો અભીષ્ટ સિદ્ધાંત હતો, પણ બહારની વસ્તુઓને (ધર્મોને) સ્વરૂપશૂન્ય
બતાવવો, તે મહાયાનિઓનો મૌલિક સિદ્ધાંત છે. (૩) અધ્યાત્મ-બહિશૂન્યતા: આપણે સાધારણતયા આંતરિક અને બાહ્ય વસ્તુઓમાં ભેદ કરીએ છીએ. પરંતુ તે ભેદ પણ
વાસ્તવિક નથી. તે વિભેદ કલ્પનામાંથી પેદા થયેલ છે. સ્થાન પરિવર્તન કરવાથી જે બાહ્ય હોય તે અભ્યત્તર બની જાય છે. અને અભ્યન્તર હોય તે બાહ્ય બની જાય છે. આ તત્ત્વની સૂચના આ પ્રકારમાં
આપવામાં આવે છે. (૪) શૂન્યતા - શૂન્યતા : સર્વધર્મોની શૂન્યતા સિદ્ધ થવાથી, આપણા હૃદયમાં વિશ્વાસ થઈ જાય છે કે આ શૂન્યતા
વાસ્તવિક પદાર્થ છે. અથવા આપણા પ્રયત્નોદ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય બાહ્યપદાર્થ છે. પરંતુ આ વિશ્વાસને દૂર કરવો તે આ પ્રકારનો ઉદ્દેશ્ય છે. “શૂન્યતા’ પણ યથાર્થ નથી. તેની પણ શૂન્યતા પરમ તત્ત્વ
(૫) મહા શૂન્યતાઃ દિશાની શૂન્યતા. દસ દિશાઓનો વ્યવહાર કલ્પનાપ્રસૂત છે. દિફની કલ્પના સાપેલિકી છે. પૂર્વ
પશ્ચિમ પરસ્પરને નિમિત્ત માનીને કલ્પિત કરાયેલ છે. તેની શૂન્યતા માનવી ઉપયુક્ત છે. દિશાના
મહાસન્નિવેશના કારણે આ શૂન્યતા “મહાનુ' વિશેષણથી લક્ષિત કરવામાં આવે છે. (ક) પરમાર્થ શૂન્યતા : પરમાર્થનો અભિપ્રાય નિર્વાણથી છે. નિર્વાણ સાંસારિક પ્રપંચથી વિસંયોગમાત્ર છે. આથી
નિર્વાણ સ્વરૂપથીશૂન્ય હોવાથી, નિર્વાણ પણ શૂન્ય પદાર્થ છે. (૭) સંસ્કૃત શૂન્યતા: સંસ્કૃતનો અર્થ હેતુ પ્રત્યયથી ઉત્પન્ન પદાર્થ. વૈધાતુક જગતની અંતર્ગત કાયધાતુ, રૂપધાતુ અને
અરૂપધાતુનો સન્નિવેશ મનાય છે. ઉત્પન્નપદાર્થ સ્વરૂપથી શૂન્ય છે, એનો અર્થ એ થયો કે જગતની
આભ્યન્તર અને બ્રાહ્ય સમગ્ર વસ્તુઓ શૂન્યરૂપ છે. (૮) અસંસ્કૃત શૂન્યતા: અસંસ્કૃત પદાર્થ ઉત્પાદરહિત, વિનાશરહિત આદિ ધર્મોથી યુક્ત છે. પરંતુ અનુત્પાદ તથા
અનિરોધ પણ નામમાત્ર (પ્રજ્ઞપ્તિ) છે. તેની કલ્પના સાપેક્ષિક છે. સંસ્કૃતથી વિરુદ્ધ હોવાના કારણે
અસંસ્કૃત' કહેવાય છે. બંને કલ્પનાઓ નિરાધાર, નિરાલંબન છે. આથી જ શૂન્ય છે , (૯) અત્યંત શૂન્યતા : પ્રત્યેક “અન્ત' સ્વભાવશૂન્ય હોય છે. શાશ્વત (નિત્યતા) એક અંત છે. અને ઉચ્છેદ (વિનાશ)
બીજો અંત છે. આ બંનેની વચ્ચે બીજું કોઈ વસ્તુ વિદ્યમાન નથી કે તે બંનેમાં અંતર બતાવે. આથી તેનું પણ કોઈ પોતાનું સ્વરૂપ નથી. અત્યંત શૂન્યતાનો એ અર્થ છે કે બિલકુલ શૂન્યતા. અર્થાત્ શૂન્યતા
શૂન્યતાનો જ આ બીજો પ્રકાર છે. (૧૦) અનવરાગ શૂન્યતા : આરંભ, મધ્ય અને અંત આ ત્રણેની કલ્પના સાપેક્ષિક છે. આથી તેનું પોતાનું વાસ્તવિક