________________
પદ્દન સમુથ મા - ૨ * 15
બતાવી, અન્ય દર્શનોની અયથાર્થતાને પ્રગટ કરવા દ્વારા પરસ્પર અવિરુદ્ધ વચનોનું કથન કરતા જૈનદર્શનની યથાર્થતા-લોકોત્તરતા અને સર્વજ્ઞમૂલકતાને સુંદર રીતે સિદ્ધ કરી આપી છે.
મેં ભાવાનુવાદમાં કેટલાક સ્થળે પંક્તિનો ભાવ પ્રગટ કરવા માટે પ્રથમ તે તે દર્શનની માન્યતાને સ્પષ્ટ કરી છે. ત્યારબાદ પંક્તિનો ભાવાનુવાદ કર્યો છે. તેમજ કેટલાક સ્થળે તે તે દર્શનની મૂળ માન્યતાઓને સમજવા માટે પૂ. મુ. શ્રી વૈરાગ્યરતિ વિ. મ. સા. દ્વારા અનુવાદિત ષદર્શન સમુચ્ચય' પુસ્તિકામાંથી તથા ૫. મહેન્દ્રભાઈ જૈન દ્વારા હિન્દીમાં અનુવાદિત ‘પદર્શન સમુચ્ચય' પુસ્તકમાંથી સહાયતા લીધી છે.
પ્રસિદ્ધ એવા વેદાંત દર્શનનો મૂલ ગ્રંથમાં સમાવેશ કર્યો નથી. ટીકાકારશ્રીએ વેદાંત દર્શનનો આછેરો ઉલ્લેખ કર્યો છે. તે વેદાંત દર્શનનો ટીપ્પણીમાં સમાવેશ કર્યો છે તથા સ્વતંત્ર રીતે પરિશિષ્ટ તરીકે પૂ. મુ. શ્રી વૈરાગ્યરતિ વિ. મ. સા. દ્વારા અનુવાદિત પદર્શન પુસ્તિકામાંથી તેઓશ્રીની અનુજ્ઞાથી સમાવેશ કર્યો છે. મારી જ્ઞાનારાધનામાં દરેક રીતે સહાયતા કરવામાં તત્પર પૂ. મુનિશ્રીનો ઉપકાર હરહંમેશ યાદ રહેશે.
પરમશ્રદ્ધેય સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા, પરમશાસનપ્રભાવક પૂ. આ. ભ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા, પરમવૈયાવચ્ચી પૂ. મુનિરાજ શ્રી હર્ષવર્ધન વિ. મ. સા., ભવોદધિનારક પરમોપકારી પૂ. ગુરુદેવ મુ. શ્રી દિવ્યકીર્તિ વિ. મ. સા. તથા તપસ્વી પૂ. ગુરુજી મુ. શ્રી પુણ્યકીર્તિ વિ. મ. સા. ની મહિતી કૃપા મારા પ્રત્યેક કાર્યોમાં સાથે રહી છે. તેઓશ્રીનો ઉપકાર ક્યારે પણ ભૂલી શકાય તેમ નથી. | વિશેષમાં ગ્રંથના પ્રારંભમાં વાચકવર્ગને ટીકાના વાંચનમાં સરળતાથી પ્રવેશ થઈ શકે, તે માટે ટીકાકારશ્રીઓ પૂર્વોત્તર પક્ષ (પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ)ની સ્થાપના કયા પ્રકારની શૈલીથી કરતા હોય છે, તેને “ટીકાની શૈલીનો પરિચય” લેખથી જણાવેલ છે.
અભ્યાસુવર્ગની અનુકૂળતા માટે ગ્રંથના અંતે પરિશિષ્ટો આપ્યા છે. તેમાં વેદાંત દર્શનનો તથા યોગદર્શનનો સંક્ષેપ. બૌદ્ધદર્શનની અઢાર નિકાય, ગાથાવર્ણાનુક્રમ, મૂળસ્થાનોમાંથી ઉદ્ધત વાક્યાનુક્રમણિકા તથા સાક્ષીપાઠોના (ગ્રંથના) સંકેત વિવરણનો સમાવેશ કર્યો છે તથા અભ્યાસમાં સહાયતા રહે તે માટે પરિશિષ્ટ તરીકે ષડ્રદર્શન સમુચ્ચય વિષયક બીજી કૃતિઓનો સમાવેશ કર્યો છે. તેમાં (1) જૈનદર્શનની સર્વશ્રેષ્ઠતાને સિદ્ધ કરતી પદર્શન સમુચ્ચય ભૂમિકા (ii) પૂ.આ.ભ. સોમતિલકસૂરિ કૃત પદર્શન સમુચ્ચયની લઘુવૃત્તિ (ii) મલધારીશ્રી રાજશેખરસૂરિ વિરચિત પદર્શન સમુચ્ચય (૧૮૦ શ્લોકપ્રમાણ મૂળગ્રંથ) (iv) ષદર્શન સમુચ્ચય - અવચૂર્ણિ (V) પ્રાચીન અજ્ઞાત કર્તક લઘુ ષદર્શન સમુચ્ચયનો સમાવેશ કર્યો છે. (vi) શ્રી મેરૂતુંગસૂરિ વિરચિત પદર્શન નિર્ણય, (vii) સર્વદર્શનાત્મક જૈનદર્શનનો મહિમા સૂચવતું શ્રી આનંદઘનજી મહારાજા