________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन
જ છે તેમાં અયોગવ્યવચ્છેદક ‘જીવ' કારનો અર્થ “એક ત્રણ નથી' આવા પ્રકારનો અન્યયોગવ્યવચ્છેદબોધક અર્થ કરો છો, આ પ્રકારે અન્યયોગવ્યવચ્છેદ(અન્ય ભિન્ન વિશેષણોના યોગ (સંબંધ)નો વ્યવચ્છેદ) માની લેવાથી, આપત્તિ એ આવશે કે “ચેત્ર ધનુર્ધર જ છે.” આમાં અન્યયોગવ્યવચ્છેદબોધક ‘વ’ કારનો પણ “ચૈત્રમાં ધનુર્ધરત્વ જ છે.” અન્ય શૂરતા, ઔદાર્ય, વૈર્ય આદિ ગુણ નથી” આવો અન્યગુણોના નિષેધનો અર્થ પ્રાપ્ત થશે. તેથી શૂરતાઆદિ ગુણોવિના ધનુર્ધરત્વ પણ નિરર્થક સિદ્ધ થશે.)
માટે વિદ્વાનોનો ક્યારેય પણ આગ્રહ ન રહેત. પન્નાકરમતિએ સ્ત્રીના શરીરનું ઉદાહરણ લીધેલ છે. કામુકને તે
પવિત્ર તથા શુચિમય પ્રતીત થાય છે. સંવૃત્તિના બે પ્રકાર : “સાંવૃત્તિકસત્ય'નો અર્થ છે અવિદ્યા કે મોહના દ્વારા ઉત્પાદિત કાલ્પનિક સત્ય. જેને અદ્વૈતવેદાંતમાં
વ્યાવહારિક સત્ય' કહે છે. આ સત્યના બે પ્રકાર છે. (i) લોકસંવૃત્તિ, (ii) અલોકસંવૃત્તિ. * ઘટપટાદિને સામાન્ય જનસમાજ સત્ય કહીને માને છે તે લોકસંવૃત્તિ. * કેટલાક (પાંડુ રોગી) લોકો શંખમાં પીતરંગનું ગ્રહણ કરે છે અલોકસંવૃત્તિ છે. પ્રજ્ઞાકારમતિએ આ બંનેને જ ક્રમશ:
(૧) તબસંવૃત્તિ તથા (૨) મિથ્યાસંવૃત્તિની સંજ્ઞા આપેલ છે. તધ્યસંવૃતિનો અર્થ છે - કિંચિત્ કારણથી ઉત્પન્ન તથા દોષરહિત ઇન્દ્રિયોદ્વારા ઉપલબ્ધ રૂપ (નીલાદિ) તે લોકથી સત્ય છે. મિથ્યાસવૃત્તિ પણ કિંચિત્ પ્રત્યયજન્ય હોય છે. પરંતુ તે દોષસહિત ઇન્દ્રિયોથી ઉપલબ્ધ હોય છે. જેમકે મરીચિકા, પ્રતિબિંબ આદિ. ચાર આર્યસત્યોમાં દુ:ખ, સમુદય તથા માર્ગ સંવૃત્તિસત્યની અંતર્ગત જાય છે. અને કેવલ નિરોધ (નિર્વાણ) સત્ય જ પરમાર્થ સત્યની અંતર્ગત જાય છે. અગ્રાહ્ય હોવાછતાં પણ સંવતિ સત્યનો આપણે તિરસ્કાર કરી શકતા નથી. કારણ કે વ્યવહાર-સત્યમાં રહીને જ પરમાર્થની દેશના અપાતી હોય છે. આથી પરમાર્થ માટે વ્યવહાર ઉપાદેય છે. આથી કહ્યું છે કે વ્યવેદારમના परमार्थो न देश्यते । परमार्थमनागम्य निर्वाणं नाधिगम्यते ।। આદિશાન્ત: માધ્યમિક ગ્રંથોમાં જગતના પદાર્થો માટે “આદિશાંત” તથા “નિત્યશાંત' શબ્દોનો પ્રયોગ કરેલો છે. શાંતનો અર્થ છે સ્વભાવરહિત, વિશિસત્તાથી વિહીન. નાગાર્જુનની ઉક્તિ આ વિષયમાં સ્પષ્ટ છે. પ્રતીત્ય યદ મતિ, તાજો માવતઃ | તમાકુવૈદ્યમાનં શાન્તમુત્પત્તિવ તુ / મા. કા. ૭/૧લીઅર્થાત્ જે જે વસ્તુ કોઈ અન્યવસ્તુના નિમિત્તથી (તીત્ય) ઉત્પન્ન થાય છે, તે બંને સ્વભાવથી જ શાંત-સ્વભાવહીન હોય છે. (માધ્યમિકમતના આચાર્ય) ધર્મકીર્તિનું આ વિષયમાં કથન છે કે જે પદાર્થ વિદ્યમાન રહે છે, તે પોતાનો અપાયી સ્વભાવ અવશ્ય ધારણ કરે છે અને વિદ્યમાન હોવાના કારણે કોઈ પદાર્થની અપેક્ષા નથી રાખતો. અને કોઈ કારણથી ઉત્પન્ન પણ થતો નથી. પ્રસન્નપદા (મા.વૃ.)માં આ જ વાત કરી છે. यो हि पदार्थो विद्यमान सः सस्वभावः स्वेनात्मना स्वं स्वभावमनपायिनं विभर्ति । स संविद्यमानत्वान्नैवान्यत् किञ्जिदपेक्षते नाप्युत्पद्यते ।