________________
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन
७३
(આથી પ્રત્યક્ષમાં તત્ક્ષણવર્તી સ્વલક્ષણપદાર્થની દૃષ્ટિએ પ્રાપકતા ન બને, પરંતુ સંતાનની દૃષ્ટિએ પ્રાપકતા છે જ. વળી અનુમાનાત્મક વિકલ્પ લિંગદર્શનથી થાય છે. આથી અનુમાન વિકલ્પોનો ગ્રાહ્મવિષય = વિકધ્ય સ્વાકાર હોય છે, બાહ્યાર્થ નહિ. કહેવાનો આશય એ છે કે....
બાહ્યજગતની સત્તા એટલી જ પ્રમાણિક અને અભ્રાન્ત છે, જેટલી આંતરજગતના - વિજ્ઞાનની સત્તા. બાહ્યર્થની
પ્રતીતિના વિષયમાં સૌત્રાન્તિકોનો વિશિષ્ટ મત છે (૧) વૈભાષિક લોકો બાહ્ય-અર્થનું પ્રત્યક્ષ માને છે. દોષરહિત ઇન્દ્રિયોદ્વારા બાહ્ય-અર્થની જેવી પ્રતીતિ આપણને થાય
છે, તેવા જ તે બાહ્યપદાર્થો છે. પરંતુ સૌત્રાન્તિકોનો આના પર આક્ષેપ છે કે જો સમગ્રપદાર્થ ક્ષણિક જ છે તો કોઈપણ વસ્તુના સ્વરૂપનું પ્રત્યક્ષ થવું સંભવ નથી.જે ક્ષણમાં કોઈ વસ્તુની સાથે આપણી ઇન્દ્રિયોનો સંપર્ક થાય છે. તેક્ષણમાં તે વસ્તુ પ્રથમક્ષણમાં ઉત્પન્ન થઈને અતીતના ગર્ભમાં ચાલી જાય છે. કેવલ તજન્ય સંવેદન શેષ રહે છે. પ્રત્યક્ષ થવાથી પદાર્થોના નીલ, પીત. આદિ ચિત્રચિત્તના પટ ઉપર ખેંચાઈ આવે છે. મન પર જે પ્રતિબિંબ ઉત્પન્ન થાય છે. તેને ચિત્ત દેખે છે. અને તેનાદ્વારા તે તેના ઉત્પાદક બાહ્યપદાર્થોનું અનુમાન કરે છે. (નીરુપતાવિ જે શ્લોક આગળ જણાવેલ છે. તે આ વાતને સૂચિત કરે છે.) આથી બાહ્યઅર્થની સત્તા પ્રત્યક્ષગમ્ય નથી. અનુમાનગમ્ય છે. આ સૌત્રાન્તિકવાદિઓનો સૌથી
પ્રસિદ્ધસિદ્ધાંત છે. (૨) જ્ઞાનના વિષયમાં તેઓ સ્વત: પ્રામાણ્યવાદિ છે. તેઓનું કહેવું છે કે જે પ્રકારે પ્રદીપ પોતાને સ્વયં જાણે છે –
પ્રકાશિત કરે છે, તે પ્રકારે જ્ઞાન પોતાનું સંવેદન પોતાની જાતે જ કરે છે. અને તેનું નામ છે. “વિત્તિ'
અર્થાત્ સંવેદન. આ સિદ્ધાંત વિજ્ઞાનવાદિઓને સંમત છે. (૩) બાહ્યવસ્તુ વિદ્યમાન અવશ્ય રહે છે. (વસ્તુ સત) પરંતુ સૌત્રાન્તિકોમાં મતભેદ છે કે બાહ્યપદાર્થોનો કોઈ આકર
છે કે નહીં. કેટલાક લોકોનું કહેવું છે કે બાહ્ય પદાર્થોમાં સ્વયં પોતાનો આકાર હોય છે. કેટલાક દાર્શનિકોની માન્યતામાં વસ્તુનોઆકાર બુદ્ધિદ્વારા નિર્મિત કરાય છે. બુદ્ધિ જ આકારને પદાર્થમાં સંનિવિષ્ટ કરે છે. ત્રીજા
પ્રકારના મતમાં ઉપરના બંનેમતોનો સમન્વય છે. તેઓની અનુસાર વસ્તુનોઆકાર ઉભયાત્મક હોય છે. (૪) પરમાણુવાદના વિષયમાં પણ સૌત્રાન્તિકોનો પોતાનો એક વિશિષ્ટ મત છે. તેઓનું કહેવું છે કે
પરમાણુઓમાં કોઈ પ્રકારનો પારસ્પરિકસ્પર્શનો અભાવ હોય છે. સ્પર્શ તે પદાર્થોમાં થાય છે કે જે અવયવની યુક્ત હોય. લેખિની (પેન) અને હાથનો સ્પર્શ થાય છે. કારણકે બંને સાવયવપદાર્થો છે. પરમાણુ નિરવયવપદાર્થ છે. આથી એકપરમાણુનો બીજાપરમાણુની સાથે સ્પર્શ ન થઈ શકે. જો બંનેનો સ્પર્શ થશે તો બંનેમાં તાદાત્મ થઈ જશે. જેથી અનેકપરમાણુઓનો સંઘાત થવા છતાં તેનું પરિણામ અધિક નહિ થાય.
પરમાણુમાં સ્પર્શ માનવો ઉચિત નથી. પરમાણુઓની વચ્ચે કોઈ અંતર નથી. આથી તે અંતરહીન પદાર્થ છે. (૫) વિનાશનો કોઈ હેતુ નથી. પ્રત્યેક વસ્તુ સ્વભાવથી જ વિનાશના ધર્મવાળી છે. વસ્તુ અનિત્ય નથી, પણ ક્ષણિક
છે. ઉત્પાદનો અર્થ છે મમત્વા ભાવ: (અર્થાતુ સત્તા ધારણ ન કરવાની અનન્તર અન્તરસ્થિતિ.) પુદગલ (આત્મા) તથા આકાશ સત્તાહીન પદાર્થ છે. વસ્તુત: સત્ય નથી. ક્રિયા-વસ્તુ તથા ક્રિયાકાલમાં કિંચિત્ માત્ર પણ અંતર નથી. વસ્તુ અસત્ત્વથી ઉત્પન્ન થાય છે. એક ક્ષણ સુધી અવસ્થાને ધારણ કરે છે અને પછી લીન થઈ જાય છે. તો ભૂત
તથા ભવિષ્યની સત્તા કેમ મનાય ? () વૈભાષિકો રૂ૫ના (૧) વર્ણ અને (૨) સંસ્થાન એમ બે પ્રકાર માને છે. પણ સૌત્રાન્તિક રૂપથી વર્ણ જ અર્થ લે
છે. સંસ્થાનને રૂપમાં લેતા નથી.