________________
षड्दर्शन समुचय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन
ઃ
સમાધાન : જોકે પ્રત્યક્ષ (નિર્વિકલ્પક પ્રત્યક્ષ)નો સાક્ષાત્ચાહ્ય વિષય થનારો પદાર્થ ક્ષણસ્થાયી છે અને તે દ્વિતીયક્ષણમાં નાશ પામતો હોવાથી બીજીક્ષણે પ્રાપ્ત થતો નથી. તો પણ તે પદાર્થની જે સંતાન છે, તે અધ્યવસેય = નિશ્ચયથી વિષય બને છે. અર્થાત્ પ્રત્યક્ષથી ઉત્પન્ન થવાવાળું વિકલ્પજ્ઞાન તે પદાર્થની સંતાનને વિષય બનાવે છે અને તે સંતાનરૂપ વિષય પ્રવૃત્તિની પછી
७१
(૩) ચૈત્તધર્મ : ચિત્તની સાથે ધનિષ્ટરૂપથી સંબંધ રાખવાના કારણે ચૈત્તધર્મને “ચિત્તતંત્રયુત્ત ધર્મ” પણ કહેવાય છે. ચૈત્તધર્મની સંખ્યા ૪૬ છે. તે નીચેના છ પ્રકારોમાં વહેંચેલ છે.
(ક) ચિત્તમહાભૂમિક ધર્મ : સાધારણ માનસિકધર્મ છે. જે વિજ્ઞાનની પ્રતિક્ષણમાં વિદ્યમાન રહે છે. આ ધર્મની સંખ્યા દસ છે
(૧) વેદના – સુખ, દુ:ખ, અસુખદુઃખ-ઉદાસીનતા. (૨) સંજ્ઞા - નામ (૩) ચેતના – પ્રયત્ન (વિત્તપ્રક્ષ્યન્ત:)
(૪) છન્દ – ઇચ્છિતવસ્તુની અભિલાષા (૫) સ્પર્શ – વિષય તથા ઇન્દ્રિયોનો પ્રથમસંબંધ (૭) પ્રજ્ઞા : મતિ, વિવેક જેના દ્વારા સંકીર્ણધર્મોનું સંપૂર્ણ પૃથક્કરણ થાય છે. (૭) સ્મૃતિ: સ્મરણ (૮) મનસિકાર: અવધાન (૯) અધિ મોક્ષ : વસ્તુની ધારણા (૧૦) સમાધિ : ચિત્તની એકાગ્રતા
(ખ) કુશલમહાભૂમિક ધર્મ : દસ શોભન નૈતિકસંસ્કાર છે કે જે સારા કાર્યો છે. તે અનુષ્ઠાનની પ્રતિક્ષણમાં વિદ્યમાન રહે છે.
(૧) શ્રદ્ધા : ચિત્તની વિશુદ્ધિ (૨) અપ્રમાદ : સારા કાર્યોમાં જાગૃતિ. (૩) પ્રશ્નધિ : ચિત્તની લઘુતા (૪) અપેક્ષા : ચિત્તની સમતા - પ્રતિકૂલવસ્તુથી પ્રભાવિત ન થવું (પ) ઠ્ઠી : આપણા કાર્યોની લજ્જા, (૭) અપત્રયા : બીજાના કાર્યોની ત૨ફ લજ્જા (૭) અલોભ : ત્યાગભાવ (૮) અદ્વેષ - મૈત્રી (૯) અહિંસા (૧૦) વીર્ય : શુભકાર્યમાં ઉત્સાહ (ગ) ક્લેશમહાભૂમિક ધર્મ : ખોટા કાર્યોના વિજ્ઞાનની સમ્બદ્ધ છ ધર્મ છે. (૧) મોહ : (અવિદ્યા) – અજ્ઞાન, પ્રજ્ઞાથી વિપરીત ધર્મ - સંસારનુ મૂલ (૨) પ્રમાદ : (૩) કૌસીદ્ય : કુશલકાર્યમાં અનુત્સાહ (૪) અશ્રાદ્ધચ - શ્રદ્ધાનો અભાવ (૫) સ્યાન: અકર્મણ્યતા (૬) ઓદ્ધત્ય : - સુખ તથા ક્રીડામાં હંમેશાં લાગીરહેવું.
(૫) અકુશલમહાભૂમિક ધર્મ : તે બે પ્રકારે છે. આ બંને પ્રકારમાં સદૈવ ખરાબ ફળ ઉત્પન્ન કરે છે. તેથી તે અકુશલ છે.
(૧) આહ્વીક્ય : પોતાના કુકર્મો ઉપર લજ્જાનો અભાવ.
(૨) અનપત્રતા : નિંદનીયકાર્યોમાં ભય ન રાખવો.
(ઘ) ઉપફ્લેશ ભૂમિક ધર્મ : પરિમિત રહેવાવાળા ક્લેશ-ઉત્પાદક ધર્મ દસ આ છે - (૧) ક્રોધ (૨) પ્રુક્ષ : છલ કે દંભ (૩) માત્સર્ય: બીજાના ગુણનો કે ઉત્કર્ષનો દ્વેષ કરવો (૪) ઇર્ષા: ધૂળા (૫) પ્રદાસ - ખરાબ વસ્તુઓને ગ્રાહ્ય માનવી. (૬)વિહિંસા : કષ્ટ પહોંચાડવું (૭) ઉપનાહ : શત્રુતા, મૈત્રી તોડવી (૮) માયા-છલ (૯) શાચઃ શઠતા (૧૦) મદ - આત્મસન્માનથી પ્રસન્નતા. આ દસ ધર્મો બિલકુલ માનસ છે. તે મોહ કે અવિદ્યાની સાથે સંબંધ રાખે છે. આથી તે જ્ઞાનવડે દબાવી શકાય છે. આ ક્ષુદ્રભૂમિવાળા મનાય છે.
(ચ) અનિયત ભૂમિક ધર્મ : આ ધર્મો પૂર્વધર્મોથી ભિન્ન છે. આ ધર્મોની ઘટનાની ભૂમિ નિશ્ચિત નથી. તે આઠ છે.
(૧) કોકૃત્ય – ખેદ, પ્રશ્ચાતાપ (૨) મિદ્ધ (નિદ્રા) = વિસ્મૃતિ - ૫૨ક ચિત્ત (૩) વિતર્ક: કલ્પના-૫૨ક ચિત્તની દશા (૪) વિચાર - નિશ્ચય (૫) રાગ (૯) દ્વેષ (૭) માન (૮) વિચિકિત્સા – સંશય, સંદેહ.