________________
षड्दर्शन समुश्चय भाग - १, श्लोक -८, बोद्धदर्शन
ઉપર દેખાતા સાક્ષાતધૂમ લિંગનું દર્શન કરી, તે ધૂમ(લિંગ)ની અવિનાભાવે રહેલા (અગ્નિરૂપ)લિંગીને બતાવવાનું કામ કરે છે અને તે જ અનુમાનનું પ્રાપકત્વ છે.)
આ પ્રમાણે પ્રત્યક્ષ અને અનુમાન સ્વવિષયનું ઉપદર્શક છે અને તેથી પ્રાપક પણ છે. અર્થાત્ સ્વવિષયોપદર્શકરૂપ પ્રાપક છે. એટલે કે પ્રત્યક્ષ અને અનુમાન બંનેમાં સ્વવિષયોપદર્શકરૂપ પ્રાપકત્વ છે. (૩) નિરોધ - સમાપત્તિ આ શક્તિ જે ચેતનાને બંધ કરીને નિરોધ ઉત્પન્ન કરે છે ) જીવિત: જે પ્રકારે બાણ ફેંકવાના સમયે જે શક્તિનો પ્રયોગ કરાય છે તે બાણની નીચે પડવાના સમયને સૂચિત
કરે છે. તે પ્રકારે જન્મના સમયની શક્તિ, મૃત્યુની સૂચના આપે છે - અર્થાત્ જીવિત રહેવાની શક્તિ. (૮) જાતિ-જન્મઃ (૯) સ્થિતિ-જીવિત રહેવું (૧૦) જરા-વૃદ્ધાવસ્થા (૧૧) અનિત્યતા-નાશ (૧૨) નામ-કાર્ય=પદ (૧૩)
પદ-કાર્ય=વાક્ય. (૧૪) વ્યંજન કાર્ય વર્ણ
ભાષિકમતાનુસાર અસંસ્કૃતધર્મ:(પર્વે) અસંસ્કૃત શબ્દની વ્યાખ્યા કરતી વખતે બતાવેલ છે કે, આ ધર્મ હત-પ્રત્યયથી ઉત્પન્ન થતો ન હોવાના કારણે સ્થાયી અને નિત્ય છે. આશ્રવ (રાગાદિ મલ)ના સંપર્કથી નિતાત્ત વિરહિત હોવાથી આ ધર્મો અનાશ્રવ (વિશુદ્ધ) તથા સત્યમાર્ગના ઘોતક માનવામાં આવે છે.
વિવાદિઓની (વૈભાષિકો સ્થવિરવાદિનો જ પ્રભેદ છે. તેની) કલ્પનામાં અસંસ્કૃતધર્મ એક જ છે અને તે નિર્વાણ છે. નિર્વાણનો અર્થ બુઝવું. જેમ અગ્નિ અથવા દીપક બુઝાઈ જાય છે. તૃષ્ણાના કારણે નામરુપ (વિજ્ઞાન તથા ભૌતિકતત્ત્વ) જીવનપ્રવાહનું રૂપ ધારણ કરીને સર્વદા પ્રવાહિત રહે છે. આ પ્રવાહના અત્યંત ઉચ્છેદને જ નિર્વાણ કહેવાય છે. જે અવિદ્યા, રાગ-દ્વેષ આદિના કારણે આ જીવન-સંતાનની સત્તા બનેલી છે. તે અવિદ્યાના નિરોધ અથવા સમુચ્છેદથી નિર્વાણનો ઉદય થાય છે. અને તે આ જીવનમાં ઉપલબ્ધ થાય છે અથવા શરીરપાત થયા પછી ઉત્પન્ન થાય છે. તેથી તેના બે પ્રકાર છે (૧) સોપધિશેષ, (૨) નિરુપધિશેષ. આશ્રવો ક્ષીણ થવાથી જે અહંતુ જીવિત રહે છે, તેમાં પાંચ સ્કન્દપ્રયુક્ત અનેક વિજ્ઞાન શેષ રહે છે. આથી તે નિર્વાણનું નામ છે સોપધિશેષ: શરીરપાત થવાથી સંયોજન(બંધન)ને ક્ષયની સાથે સાથે ઉપાધિઓ દૂર થઈ જાય છે તેને નિરુપવિશેષ નિર્વાણ કહેવાય છે આ બંને નિર્વાણમાં એટલો ભેદ છે કે જે જીવનમુક્તિ અને વિદેહમુક્તિમાં છે. (જીવનમુક્તિ અને વિદેહમુક્તિ સેશ્વરવાદિ સાંખ્ય(પાંતજલ)ની માન્યતા છે. ક્લેશ તથા કર્મની નિવૃત્તિથવાથી પુરૂષ જીવતે છતે મુક્ત થાય છે. તેને જીવનમુક્ત કહેવાય છે અને દેહ છોડી દીધા બાદ તે વિદેહમુક્ત કહેવાય છે.) વૈભાષિકો (સર્વાસ્તિવાદિઓ) તે અસંસ્કૃતધર્મના ત્રણ પ્રકાર માનેલ છે.
(૧) આકાશ, (૨) પ્રતિસંખ્યાનિરોધ, (૩) અપ્રતિસંખ્યાનિરોધ. (૧) આકાશ તત્રવિકારમ્ અનાવૃત્તિ: અનાવૃત્તિનું તાત્પર્ય એ છે કે આકાશ ન તો બીજાને આવરણ કરે છે. ન
તો બીજા ધર્મો દ્વારા (પોતે) આવૃત્ત થાય છે. કોઈ પણ રૂપને પોતામાં પ્રવેશ કરતું અટકાવતું નથી. આકાશ નિત્ય, અપરિવર્તન અસંસ્કૃતધર્મ છે. આથી આકાશ ભાવાત્મકપદાર્થ છે. તે શૂન્યસ્થાન નથી. ન તો ભૂત યા ભૌતિક પદાર્થોનું નિશેષરૂપ છે.