________________
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ७, बोद्धदर्शन
આમ વારંવાર સમાનઆકારવાળી ક્ષણની પરંપરાને જોતાં, સમાનાકારજ્ઞાનની પરંપરાના લાંબાગાળાના પરિચયના પરિણામથી તથા એકધારી સમાનઆકારવાળી ક્ષણોના ઉદયથી પૂર્વક્ષણોનો અત્યંત ઉચ્છેદ થવા છતાં પણ ‘આ તે જ છે” આવો અધ્યવસાય એકાએક પેદા થાય છે. (પરંતુ તે ભ્રમ છે. કા૨ણ કે..) જેમ એકવાર કાપેલા નખ-કેશનો સમુહ, પુનઃ ઉત્પન્ન થશે ત્યારે તે નખ-કેશના સમુહમાં પણ “તે આ જ છે” આવુંજ્ઞાન થાય છે. (પણ તે ભ્રમ છે.)
५९
આથી ક્ષણવિનશ્વર પદાર્થો હોય છે, છતાં એકક્ષણના વિનાશની સાથે બીજીક્ષણ સમાન આકા૨વાળી ઉત્પન્ન થાય છે. તેથી “તે આ જ છે” આવુંજ્ઞાન થાય છે. પરંતુ તેનાથી પદાર્થોનું ક્ષણવિનશ્વરત્વ હણાતું નથી. આ વસ્તુને સજ્જન(શંકાકાર)વડે કેમ વિચારાતું નથી ?
તેથી સિદ્ધ થાય છે કે... “વત્સત્તળિ” અર્થાત્ “જે સત્ છે તે ક્ષણિક છે.” આથી સર્વસંસ્કારો ક્ષણિક છે.” આ અમારું કહેલું યુક્તિયુક્ત છે.
अथ प्रस्तुतं प्रस्तूयते - क्षणिकाः सर्वसंस्कारा इत्यत्रेतिशब्दात्प्रकारार्थात् नास्त्यात्मा कश्चन, किं तु ज्ञानक्षणसंताना एव सन्तीत्यादिकमप्यत्र गृह्यते । ततोऽयमर्थः क्षणिकाः सर्वे पदार्थाः, नास्त्यात्मेत्याद्याकारा, एवमीदृशी यका 'स्वार्थे कप्रत्यये' या वासना पूर्वज्ञानजनिता तदुत्तरज्ञाने शक्तिः क्षणपरंपराप्राप्ता मानसी प्रतीतिरित्यर्थः । स मार्गो नामार्यसत्यं, इह बौद्धमते विज्ञेयोऽवगन्तव्यः । सर्वपदार्थक्षणिकत्वनैरात्म्याद्याकारश्चित्तविशेषो मार्ग इत्यर्थः । स च निरोधस्य कारणं द्रष्टव्यः । अथ चतुर्थमार्यसत्यमाह । निरोधो निरोधनामकं तत्त्वं, मोक्षोऽपवर्ग उच्यतेऽभिधीयते । चित्तस्य निःक्लेशावस्थारूपो निरोधो मुक्तिर्निगद्यत इत्यर्थः । एतानि दुःखादीन्यार्यसत्यानि चत्वारि यानि ग्रन्थकृतात्रानन्तरमेवोक्तानि तानि सौत्रान्तिकमतेनैवेति विज्ञेयम् ।। ७।।
ટીકાનો ભાવાનુવાદ :
હવે પ્રસ્તુતશ્લોકની વ્યાખ્યા કરાય છે. “ળિા સર્વસંòારા કૃતિ” અહીં રૂતિ શબ્દ પ્રકા૨વાચિ છે. આથી “કોઈઆત્મા નથી, પરંતુ જ્ઞાનક્ષણ સંતાનો જ છે.” અર્થાત્ આત્માકોઈ સ્વતંત્ર તત્ત્વ નથી, પરંતુ પૂર્વાપરજ્ઞાનના પ્રવાહસ્વરૂપ સંતાનો જ છે. ઇત્યાદિ પ્રકારોનો પણ સંગ્રહ થઈ જાય છે. તેથી શ્લોકનો ફલિતાર્થ એ છે કે ‘સર્વે પદાર્થો ક્ષણિક છે, આત્મા નથી.' ઇત્યાદિ પ્રકારની જે વાસના છે કે જેને બૌદ્ધમતમાં માર્ગનામનું આર્યસત્ય કહે છે.
પ્રશ્ન ઃ વાસના શું છે ?
ઉત્તર : પૂર્વજ્ઞાનથી ઉત્પન્ન થવાવાળા ઉત્તરજ્ઞાનમાં, પૂર્વજ્ઞાનની ક્ષણપરંપરાની જે શક્તિ