________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ७, बोद्धदर्शन
“अपेक्ष्येत परः कश्चिद्यदि कुर्वीत किंचन । यदकिंचित्करं वस्तु किं केनचिदपेक्ष्यते T9T” [v) વાવ - ૩ / ૨૭] Hથ તસ્ય પ્રથમર્થઢિયાવરાત્રેડપરાથરિયાकरणस्वभावो न विद्यते, तथा च सति स्पष्टैव नित्यताहानिः । अथासौ नित्योऽर्थो यौगपद्येनार्थक्रियां कुर्यात् । तथा सति प्रथमक्षण एवाशेषार्थक्रियाणां करणाद्वितीयक्षणे तस्याकर्तृत्वं स्यात् । तथा च सैवानित्यतापत्तिः । अथ तस्य तत्स्वभावत्वात् ता एवार्थक्रिया भूयो भूयो द्वितीयादिक्षणेष्वपि कुर्यात् तदसांप्रतं, कृतस्य करणाभावादिति । किं च द्वितीयादिक्षणसाध्या अप्यर्थसार्थाः प्रथमक्षण एव प्राप्नुवन्ति, तस्य तत्स्वभावत्वात्, अतत्स्वभावत्वे च तस्यानित्यत्वप्राप्तिरिति । तदेवं नित्यस्य क्रमयोगपद्याभ्यामर्थक्रियाविरहान स्वकारणेभ्यो नित्यस्योत्पाद इति । अथ विनधरस्वभावः समुत्पद्यते । तथा च सति विघ्नाभावादायातमस्मदुक्तमशेषपदार्थजातस्य क्षणिकत्वम् । तथा चोक्तम् “जातिरेव हि भावानां विनाशे हेतुरिष्यते । यो जातश्च न ध्वस्तो नश्येत्पश्चात्स केन च ।।१।। ટીકાનો ભાવાનુવાદ:
પરમનિકૃષ્ટ કાલને ક્ષણ કહેવાય છે. તે ક્ષણમાં ઉત્પન્ન થનારા *ક્ષણિક કહેવાય છે. અર્થાત્ ક્ષણ માત્ર રહેનારને ક્ષણિક કહેવાય છે. સર્વસંસ્કારો (પદાર્થો) ક્ષણવિનશ્વર હોય છે. અર્થાત્ એક ક્ષણ રહી નાશ પામે છે – આ પ્રમાણે બૌદ્ધો કહે છે. (આ વિષયમાં બૌદ્ધોની દલીલ છે કે.)
પોતાના કારણોથી ઉત્પન્નથતો પદાર્થ શું વિનાશના સ્વભાવવાળો ઉત્પન્ન થાય છે કે અવિનશ્વર સ્વભાવવાળો ઉત્પન્ન થાય છે ?
જો “અવિનશ્વર સ્વભાવવાળા પદાર્થો ઉત્પન્ન થાય છે. એમ માનશો તો યુગપ૬ અને ક્રમથી થનારી અર્થઝિયાસ્વરૂપ વ્યાપકનો અભાવ થવાથી વ્યાપ્ય એવા પદાર્થનો પણ અભાવ થઈ જશે. (વસ્તુની પોતાની જે ક્રિયા હોય કે જેનાથી તે ઓળખાતી હોય તે અર્થક્રિયા કહેવાય છે.) તે આ પ્રમાણે
(૩૪) બૌદ્ધોની માન્યતા એ છે કે... જગતના સર્વપદાર્થો પોત-પોતાના કારણોથી ઉત્પન્ન થાય છે તે એક નિર્વિવાદ
વાત છે. તો હવે બતાવો કે કારણોથી ઉત્પન્ન થતા તે પદાર્થો વિનશ્વર સ્વભાવવાળા ઉત્પન્ન થાય છે કે અવિનશ્વર સ્વભાવવાળા ઉત્પન્ન થાય છે ? જો અવિનશ્વર સ્વભાવવાળા ઉત્પન્ન થાય છે, તો નિત્ય પદાર્થ હોવાથી અસત્ સિદ્ધ થઈ જશે. કારણ કે જે અર્થક્રિયા કરે છે તે જ પરમાર્થરૂપથી સત્ છે. અર્થક્રિયા અને પદાર્થની સત્તામાં કાર્ય-કારણભાવ છે. અર્થક્રિયા વ્યાપક છે તથા પદાર્થની સત્તા વ્યાપ્ય છે. અર્થક્રિયા ક્રમથી થાય છે કે યુગપદ્ ? નિત્યપદાર્થમાં ક્રમ કે યુગપÉ બંને રીતે અર્થક્રિયા થતી નથી. તેથી સત્તાની વ્યાપક અર્થક્રિયાનો અભાવ છે. તો વ્યાપ્ય એવી સત્તાનો અભાવથવાથી અવિનશ્વર સ્વભાવવાળી વસ્તુનો પણ અભાવ થઈજાય છે.