________________
षड्दर्शन समुचय भाग-१, श्लोक - ४, बौद्धदर्शन
ટીકાનો ભાવાનુવાદઃ
સુગતો સાત છે. (૧) વિપશ્ય, (૨) શિખી, (૩) વિશ્વભૂ, (૪) ક્રકુછન્દ, (૫) કાંચન, (૯) કાશ્યપ, (૭) શાક્યસિંહ. તે સુગતોનું દર્શન તે બૌદ્ધદર્શન. અક્ષપાદ ઋષિ પ્રણીત ન્યાય-તર્કથી પૂર્ણ ગ્રંથને જે જાણે છે અથવા ભણે છે તે નૈયાયિકો કહેવાય છે. તે નૈયાયિકોનું દર્શન નૈયાયિકદર્શન કહેવાય છે. પ્રકૃતિ વગેરે ૨૫ તત્ત્વોની સંખ્યાને જે જાણે છે, અથવા ભણે છે તે સાંખ્યો કહેવાય છે. “શાખ્ય' એ રીતે તાલવ્ય “શકારવાળો પાઠ પણ વૃદ્ધપરંપરાથી સંભળાય છે. તેમાં શંખ નામના આદિ પુરુષની સંતતિ-પુત્રપૌત્રાદિ (વિત્થાતુ થી યગુ પ્રત્યય લાગતાં) શાંગ કહેવાય છે. તેઓના દર્શનને શાંગ કે સાંખ્યદર્શન કહેવાય છે. જિનોના અર્થાત્ ઋષભાદિથી શ્રી મહાવીર પર્યન્ત ચોવીસે અરિહંતોના દર્શનને જૈનદર્શન કહેવાય છે. આનાથી ચોવીસે જીનેશ્વરોનું એક જ દર્શન છે. પરંતુ તેઓને પરસ્પર કોઈપણ મતભેદ નથી, તે સિદ્ધ થાય છે. નિત્યદ્રવ્યની અંદર (સમવાય સંબંધથી) રહેનારા અને અન્ય (અર્થાતુ જેની અપેક્ષા વિશેષ નથી) તે વિશેષો કહેવાય છે. અને વિશેષા વ’ આ વ્યુત્પત્તિથી વિશેષને વિનયઃિ ” (સિ હૈ. ૭/૨/૧૯૯) સૂત્રથી સ્વાર્થમાં “ફ” પ્રત્યય લાગીને વૈશેષિક બને છે અથવા તે વિશેષોને જે જાણે છે કે ભણે છે તે વૈશેષિક. તેઓનું દર્શન તે વૈશેષિકદર્શન.
જૈમિનિ આદ્યપુરુષવિશેષ છે. તેનો જે મત તે જૈમિનિદર્શન. તેનું બીજું નામ (૩૦મીમાંસાદર્શન છે.
શ્લોકમાં તથા’ અને ‘ર' કાર સમુચ્ચયાર્થક છે. નદી શિષ્યના આમંત્રણમાં છે. આમંત્રણ વાચકપદ શિષ્યોને બીજાકાર્યોમાં ચિત્ત પૂરાયેલું હોય, તેનો ત્યાગકરાવી શાસ્ત્રશ્રવણની અભિમુખ કરવામાટે ઉપન્યાસ કર્યો છે. all
अथ यथोद्देशस्तथा निर्देश इति न्यायादादौ बौद्धमतमाचष्टेહવે “થા ઉદ્દેશ તથા નિર્વેશ:અર્થાતુ જે પ્રમાણે ઉદ્દેશ કર્યો હોય તે પ્રમાણે નિર્દેશ કરવો જોઈએ. આ ન્યાયથી છ દર્શનોના ઉદ્દે શક્રમમાં બૌદ્ધદર્શનનો પ્રથમનિર્દેશ હોવાથી બૌદ્ધમતને કહે છે.
तत्र बौद्धमते तावदेवता सुगतः किल ।
चतुर्णामार्यसत्यानां दुःखादीनां प्ररूपकः ।।४।। શ્લોકાર્થ: તે દર્શનોમાં, બૌદ્ધમતમાં દુઃખાદિ ચાર આર્યસત્યના પ્રરૂપક સુગત દેવતા છે.
(૩૦) મીમાંસકદર્શનના બે ભેદો છે. (૧) પૂર્વમીમાંસા (૨) ઉત્તરમીમાંસા. તેમાં પૂર્વમીમાંસા તે જૈમિનિદર્શન અને
ઉત્તરમીમાંસા તે વેદાંતદર્શન.