________________
૫૦ અવિકૃત સ્વરૂપવાળો નિત્ય જ જે આત્મા તે અચેતન એવા મનને પિોતાના આભાસવાળું કરે છે, છતાં પણ આત્મા તે અવિકૃત જ છે.
જેમ પદ્મરાગ મણું વગેરે પોતાના સાન્નિધ્યથી સ્ફટિકને રક્તાદિ વર્ણવાળું કરે છે, પરંતુ પોતે તો (પદ્મરાગ મણી વગેરે તે) અવિકૃત જ છે. અર્થાત્ વિકાર પામતું નથી. તેવી રીતે પ્રસ્તુતમાં આત્માને માટે સમજી લેવું. (૨૮) સારાંશविभक्तेदृक्परिणतो, बुद्धौ भोगोऽस्य कथ्यते ।
ગતિવિશ્વાથ છે, થથા રમેસોડમતિ . ર રરર . - જેમ નિર્મલ જળમાં પ્રતિબિમ્બનો ઉદય-પ્રતિબિમ્બાકાર પરિણામ ચન્દ્રનો કહેવાય છે, તેમ આત્માથી ભિન્ન અને આત્માના સાન્નિધ્યથી ચૈતન્યના પ્રતિબિમ્બવાળી બુદ્ધિમાં સુખ-દુઃખના અનુભવરૂપ જે ભોગ તે આત્માનો છે, એમ આસૂરિ વગેરે સાંખ્યાચાર્યો કહે છે. (૨૯) સાંખ્યમતનું નિરસન–
प्रतिबिम्बोदयोऽप्यस्य, नामूर्तत्वेन युज्यते । मुक्तेरतिप्रसङ्गाच्च, न वै भोगः कदाचन ॥ ३० ॥ २२३ ॥ આત્માને પ્રતિબિમ્બ પરિણામ જ હોઈ શક્તો નથી, કારણ કે-જે મૂર્તિ હોય (રૂપાદિવાળી વસ્તુ હોય) તેનો જ પ્રતિબિમ્બ પરિણામ હોઈ શકે છે, અને આત્મા તે મૂર્ત નહીં પણ અમૂર્ત જ છે.
તથા મુક્ત આત્માની જેમ સંસારી જીવોને પણ પ્રતિબિમ્બને અભાવ હોવાથી સકલ સંસારી જીવો મુક્ત થઈ જશે, અને તેથી કરીને કોઈપણ આત્માને આશ્રીને ભોગ નામની વસ્તુ ઘટી શકશે નહિં. (૩૦)
મુક્તજીવોને પ્રતિબિમ્બનો અભાવ હોવાથી મુક્તપણું છે, અને સંસારી જીવને તો પ્રતિબિમ્બનો અભાવ હોવાથી મુક્તપણું નથી. આ રીતે કદાચ સાંખ્ય સમાધાન કરે તો તેના જવાબમાં જણાવે છે કે –
न च पूर्वस्वभावत्वात् , स मुक्तानामसङ्गतः। स्वभावान्तरभावे च, परिणामोऽनिवारितः ॥ ३१ ॥ २२४ ॥