SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત વાતને ઉપસંહાર– तस्माद् यथोदितात् सम्यगागमाख्यात् प्रमाणतः । हिंसादिभ्योऽशुभादीनि, नियमोऽयं व्यवस्थितः ॥ ८ ॥ १२० ॥ ઉપર જણાવેલ યુક્તિથી અને અન્ય પ્રમાણથી સમર્થિત જે આગમ રૂપ ઉત્તમ પ્રમાણ, તેનાથી એવો નિયમ નિશ્ચિત થાય છે કે–હિંસાદિકથી અશુભ કર્મ અને અહિંસાદિકથી શુભ કર્મ બંધ થાય છે. (૮) આજ વાતને વિશેષે કરીને જણાવે છે– क्लिष्टाद्धिंसाधनुष्ठानात्, प्राप्तिः क्लिष्टस्य कर्मणः । यथाऽपथ्यभुजी व्याधेरक्लिष्टस्य विपर्ययात् ॥ ९॥ १२ ॥ ઘણું જ સંકલેશવાળા હિંસાદિકના આચરણથી જ્ઞાનાવરણીય વગેરે કિલષ્ટ કર્મની પ્રાપ્તિ થાય છે. અર્થાત બંધાય છે. જેમ વ્યાધિને વૃદ્ધિ કરનાર આહાર લેવામાં લંપટ રોગિને વ્યાધિની પ્રાપ્તિ થાય છે તેવી રીતે. વળી કલેશ રહિત એવા અહિંસાદિકના આચરણથી સાતવેદનીયાદિ શુભ કર્મનો બંધ થાય છે. જેમ વ્યાધિની વૃદ્ધિના હેતુભૂત આહરને ત્યાગ કરવાથી વ્યાધિ શમી જાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે તે રીતે. (૯) આગમ પ્રમાણથી પુણ્ય પાપના બન્ધનો નિયમ વ્યવસ્થિત કરીને હવે સ્વભાવથી તેની વ્યવસ્થા જણાવે છે स्वभाव एव जीवस्य, यत् यथापरिणामभाक् । बध्यते पुण्य-पापाभ्यां, माध्यस्थ्यात् तु विमुच्यते ॥ १०॥ १२२ ॥ જીવનો એવો સ્વભાવ જ છે કે અહિંસાદિ પરિણામવાળો અને હિંસાદિ પરિણામવાળે ક્રમશઃ પુણ્ય અને પાપથી બંધાય છે. અને માધ્યશ્ચગુણથી એટલે વૈરાગ્યદ્વારા પુણ્યકર્મ અને પાપકર્મથી છૂટો થાય છે. (૧૦) સર્વવાદિઓ પોતાના પક્ષને સાધવાને માટે સર્વથી બલવત્તર સ્વભાવ અને આગમનું અને શરણું લે છે. એ જ વાત અહીં જણાવે છે– सुदूरमपि गत्वेह, विहितासूपपत्तिषु । # રમાવા-ડડજમાવજો, શાળા પ્રવચને? . ૧૧ / ૧રરૂ. શાસ્ત્રને વિષે ઘણે દૂર જઈને પણ સૂઢમબુદ્ધિથી અનેક યુક્તિઓને સ્થાપન કર્યાબાદ, પ્રાંતે બાધતકે ઉપસ્થિત થાય ત્યારે, ક્યો વાદી સ્વભાવ
SR No.022389
Book TitleShastra Vartta Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1956
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy