SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ संक्षिप्त भावार्थ પુણ્ય અને પાપના ક્ષયથી [ ધર્મ અને અધર્મના ક્ષયથી ] મોક્ષ થાય છે, એવું જે કથન છે તે હેય એવા પુણ્ય ધર્મને આશ્રીને છે; પરંતુ સંજ્ઞાનયોગે ધર્મને આશ્રીને નથી. (૨૬). ઉપસંહાર अतस्तत्रैव युक्तास्था, यदि सम्यङ् निरूप्यते । संसारे सर्वमेवान्यद् , दर्शितं दुःखकारणम् ॥ २७ ॥ ઉપરોક્ત કારણથી સંજ્ઞાનયોગલક્ષણ ધર્મમાં આસ્થા કરવી તે યુક્ત છે. ખરી રીતે જે વિચાર કરીએ તો સંસારમાં બાકીની સમસ્ત વસ્તુઓ દુઃખનું જ કારણ છે. (૨૭) ___ तस्माच्च जायते मुक्तिर्यथा मृत्यादिवर्जिता। तथोपरिष्टाद् वक्ष्यामः, सम्यक् शास्त्रानुसारतः ॥ २८॥ સંજ્ઞાનયોગ લક્ષણ ધર્મથી મરણાદિરહિત મોક્ષ કઈ રીતે થાય છે, તે વાત અમો રૂડી રીતે શાસ્ત્રાનુસારે આગળ કહીશું. (૨૮) શાસ્ત્રપરીક્ષા इदानीं तु समासेन, शास्त्रसम्यक्त्वमुच्यते। कुवादियुक्त्यपव्याख्यानिरासेनाविरोधतः ॥ २९ ॥ હમણાં તો નાસ્તિક આદિ કવાદીઓની યુક્તિઓ અને અપવ્યાખ્યાનોનું નિરસન–પ્રમાણબાધ્યત્વ અને ભ્રાતિમૂલત્વ જણાવવા દ્વારા કોઈ પણ શાસ્ત્રનો વિરોધ ન આવે તે રીતે શાસ્ત્રનું યથાર્થપણું સંક્ષેપથી કહીએ છીએ. (૨૯) ચાર્વાકની માન્યતા– पृथिव्यादिमहाभूतमात्रकार्यमिदं जगत् । न चात्मा-ऽदृष्टसद्भावं, मन्यन्ते भूतवादिनः॥३०॥ પૃથિવી પાણી અગ્નિ અને વાયુ એ ચાર મહાભૂત કહેવાય છે, આ મહાભૂતમાંથી જગત ઉત્પન્ન થયેલ છે; આવી માન્યતા ધરાવતે નાસ્તિક આત્મા પુણ્ય અને પાપ આ ત્રણ વસ્તુને માનતો નથી. (૩૦) આસ્તિકની માન્યતા– अचेतनानि भूतानि, न तद्धर्मो न तत्फलम्। चेतनाऽस्ति च यस्येयं स एवात्मेति चापरे ॥३१॥
SR No.022388
Book TitleShastra Vartta Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1954
Total Pages300
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy