________________
૩૭૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૧૯-૨૦ પહેલો ઉત્પાદ તે વ્યવહારનો છે–પ્રયોગજનિત ઉત્પાદ લોકના પ્રયત્નથી થનારો છે. તે માટે=લોકના પ્રયત્નથી થાય છે તે માટે, અવિશુદ્ધ કહીએ. તે નિર્ધાર તે પ્રયોગજ ઉત્પાદ નિયમ, સમુદયવાદનો સમુદાયથી થનારો છે.
કેમ પ્રયોગજ ઉત્પાદ સમુદયવાદનો છે ? તે સ્પષ્ટ કરે છે –
તે પ્રકારના યત્ન કરીને પુરુષના તે પ્રકારના યત્નને અવલંબીતે, અવયવના સંયોગથી સિદ્ધ થાય છે.
અત્ર=આમાં=બે પ્રકારના ઉત્પાદમાં અને પ્રયોગજ ઉત્પાદના સ્વરૂપમાં સતિ થા=સમ્મતિની ગાથા, બતાવે છે.
“૩ાગો સુવિમો=ઉત્પાદ દ્વિવિધ અર્થાત્ બે ભેદવાળો છે. પગોળનો વીસા વેર્વ=પ્રયોગજનિત અને વિશ્રસા, તત્ય અને ત્યાં અર્થાત્ બે પ્રકારના ઉત્પાદમાં, પકોડાનામો=પ્રયોગજનિત (ઉત્પાદ), સમુદ્રયવાળો સમુદયવાદ છે અનેક અવયવોના સમુદાયથી થયેલો છે. (આથી જ) પરિસુદ્ધો=અપરિશુદ્ધ છે=અનેક અવયવોના સમુદાયથી થયેલો હોવાથી જ અપરિશુદ્ધ છે.” ૩-૩૨ાા (સમ્મતિ ત્રીજો કાંડ ગાથા૩૨) ૯/૧૯I ભાવાર્થ -
પદાર્થમાં ઉત્પાદ કઈ રીતે થાય છે તે બતાવવા માટે પુદ્ગલદ્રવ્યને આશ્રયીને બે પ્રકારના ઉત્પાદ થાય છે તેમ બતાવે છે. તેમાં એક ઉત્પાદ પ્રયોગથી થાય છે, બીજો વિશ્રસા પરિણામથી થાય છેઃસ્વાભાવિક થાય છે. આ બે ઉત્પાદમાંથી પ્રયોગથી થનારા ઉત્પાદનું સ્વરૂપ પ્રસ્તુત ગાથામાં બતાવે છે –
પ્રયોગથી થનારો ઉત્પાદ એ પુરુષના પ્રયત્નથી થનારો હોવાથી, વ્યવહારનો ઉત્પાદ છે અને પુરુષના પ્રયત્નથી થનારો હોવાને કારણે, તે ઉત્પાદને અવિશુદ્ધ કહેવાય છે. કેમ અવિશુદ્ધ કહેવાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
સમુદાયનો તે નિયમથી થાય છે=અનેક અવયવોના સમુદાયથી તે ઉત્પાદ થાય છે; કેમ કે પુરુષ તે પ્રકારનો યત્ન કરીને અવયવોના સંયોગથી તે વસ્તુને સિદ્ધ કરે છે. જેમ, અનેક દ્રવ્યોના સંયોગથી ઘરનું નિર્માણ પુરુષ કરે છે, તે પ્રયોગજનિત ઉત્પાદ છે. II/૧લા અવતરણિકા :
બે પ્રકારના ઉત્પાદમાંથી પ્રયોગથી થનારા ઉત્પાદનું સ્વરૂપ બતાવ્યું. હવે વિશ્રાથી થનારા ઉત્પાદનું સ્વરૂપ બતાવે છે –.
ગાથા - - -
સહજઈ થાઇ તે-વીસસા, સમુદાય, એકત્વ પ્રકાર રે; સમુદય-અચેતન ખંધનો, વલી સચિત્તમીસ નિરધાર રે.
જિન II:/૨૦માં