________________
૩૭૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧૮-૧૯ અપર પર્યાયને અનુગત આધારાંશ પણ તેટલા જ પ્રાપ્ત થાય; કેમ કે આધાર વગર ઉત્પાદ સંભવી શકે નહીં. માટે પ્રતિક્ષણની ઉત્પત્તિનાશના આધારભૂત અંશ પણ પ્રતિક્ષણ વર્તે છે તેથી ઉત્પત્તિનાશ અને આધારૂપ સ્થિતિની સંખ્યા પણ સમાન જ પ્રાપ્ત થાય છે. II૯/૧૮॥
અવતરણિકા :
હવઈ-ઉત્પાદના ભેદ કહઈ છઈ –
અવતરણિકાર્થ :
હવે ઉત્પાદના ભેદને કહે છે
ભાવાર્થ:
ગાથા-૧માં કહેલ કે ‘પદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત છે.' એ પ્રકારે માર્ગાનુસારી શ્રદ્ધા મનમાં ધારણ કરવામાં આવે તો તે બોધથી આત્માના હિતને અનુકૂળ સર્વ પ્રવૃત્તિ થવાથી આત્માના સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. તેથી આત્માના હિતાર્થે સર્વ પદાર્થોમાં ઉત્પાદવ્યયીવ્ય કઈ રીતે છે તેનું સ્થાપન અત્યાર સુધી કર્યું. હવે ઉત્પાદના ભેદને કહે છે -
ગાથા:
–
ગાથાર્થઃ
દ્વિવિધ-પ્રયોગજ વીસસા, ઉત્પાદ પ્રથમ અવિશુદ્ધ રે;
તે નિયમŪ સમુદયવાદનો, યતનઈં સંયોગજ સિદ્ધ રે. જિન૦ II૯/૧૯
ઉત્પાદ-પ્રયોગજ અને વીસસા=વિશ્રસા,-દ્વિવિધ=બે પ્રકારનો છે. પ્રથમ=પ્રયોગજ અર્થાત્ પ્રયોગથી થનારો, અવિશુદ્ધ છે. તે=પ્રથમ ઉત્પાદ, નિયમથી સમુદયવાદનો છે; કેમ કે યત્નથી સંયોગને કારણે=અવયવના સંયોગને કારણે સિદ્ધ થાય છે. II૯/૧૯૫
ટોઃ
દ્વિવિધ=ઉત્પાદ ૨. પ્રકારઈં છઈં; એક-પ્રોગજ, બીર્જા-વીસસા-કહતાં-સ્વભાવજનિત, પહિલો ઉત્પાદ-તે વ્યવહારો છઈ, તે માટઈં-અવિશુદ્ધ કહિઈં તે નિર્ધારસમુદયવાદો તથાયતનઈં કરી અવયવસંોગઈં સિદ્ધ કહિઈ. મત્ર સમ્મતિથા - “उप्पाओ दुविअप्पो, पओगजणिओ अ वीससा चेव ।
તત્વ ય પોળનળિયો, સમુયવાઓ અપરિપુન્દ્વો” ।।રૂ-૩૨।। II૯/૧૯ll
ટબાર્થ ઃ
દ્વિવિધ છે=ઉત્પાદ બે પ્રકારે છે. એક પ્રયોગજ, બીજો વિશ્વસા કહેતાં સ્વભાવજનિત ઉત્પાદ છે.