________________
૩૬૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૧૪-૧૫, ૧૬ કઈ રીતે કેવળજ્ઞાન પ્રતિક્ષણ અન્ય અન્યરૂપે થાય છે? તેમાં સમ્મતિકાર યુક્તિ આપે છે કે “ભવસ્થ કેવલી જીવના સંઘયણાદિક પર્યાયો છે અને કેવળજ્ઞાન પણ ભવસ્થ કેવલીનો પર્યાય છે તેથી જ્યારે સંઘયણાદિકનો ત્યાગ કરીને ભવસ્થ કેવલી મુક્ત થાય છે, તે ક્ષણમાં સંઘયણાદિક સાથે અભિન્ન એવાં જીવદ્રવ્ય સાથે અભેદ એવું કેવળજ્ઞાન મોક્ષગમન સમયમાં નાશ પામે છે; કેમ કે સંઘયણાદિક ભાવોથી વિશિષ્ટ એવું જ કેવળજ્ઞાન જીવદ્રવ્યમાં હતું, તેવું કેવળજ્ઞાન સિદ્ધ અવસ્થામાં નથી અને સિદ્ધપણાની ઉત્પત્તિ સમયે સિદ્ધસ્થ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. વળી, સંસાર અવસ્થામાં અને સિદ્ધ અવસ્થામાં વર્તતું કેવળજ્ઞાન કેવળજ્ઞાનભાવરૂપે ધ્રુવ છે તેથી મોક્ષગમનના સમયમાં જે ભવસ્થ કેવળજ્ઞાનનો નાશ થયો અને સિદ્ધસ્થ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ, તત્પરિણત સિદ્ધદ્રવ્ય=કેવળજ્ઞાનપરિણત એવું સિદ્ધદ્રવ્ય, ભવસ્થ કેવળજ્ઞાન અને સિદ્ધસ્થ કેવળજ્ઞાનમાં અનુગમવાળું છે. તેથી મોક્ષના પ્રથમ સમયમાં ભવસ્થ કેવળજ્ઞાનનો નાશ, સિદ્ધસ્થ કેવળજ્ઞાનની ઉત્પત્તિ અને કેવળજ્ઞાનપરિણત સિદ્ધદ્રવ્યનું ધ્રુવપણું હોવાથી સિદ્ધ અવસ્થામાં પણ ઉત્પત્તિ, નાશ, ધૃવરૂપ ત્રણ લક્ષણ પ્રથમ ક્ષણમાં પ્રાપ્ત થાય છે. તેમ સુવર્ણના ઘટથી મુગટની ઉત્પત્તિ થાય છે ત્યારે ઘટનાશ, મુગટ ઉત્પત્તિ અને સુવર્ણ ધ્રુવ છે તેમ સ્વીકારવું જોઈએ જેથી પદાર્થમાં ત્રણ લક્ષણની સિદ્ધિ થાય.
વળી, શાસ્ત્રની સાક્ષી આપતાં કહે છે –
જેમ, પૂર્વપક્ષી કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાનને અપર્યવસિત કહે છે, તેમ સ્વીકારવામાં આવે તો શાસ્ત્રમાં બે પ્રકારનું - (૧) ભવસ્થ કેવળજ્ઞાન અને (૨) સિદ્ધસ્થ કેવળજ્ઞાન, કહેવામાં આવ્યું છે તે વચન સંગત થાય નહીં તેથી જેમ આત્માનો કેવળજ્ઞાનપર્યાય પણ પ્રતિક્ષણ ઉત્પાદવિનાશવાળો છે, તેથી જ ભવસ્થ કેવળજ્ઞાન અને સિદ્ધસ્થ કેવળજ્ઞાનરૂપ ભેદ સંગત થાય છે. તેની જેમ ઘટમાંથી મુગટની ઉત્પત્તિ પછી પણ મુગટના અવસ્થિતિકાળ સુધી ઉત્પત્તિ, વિનાશ સ્વીકારવાં જોઈએ. - અહીં વિશેષ એ છે કે, કેવળજ્ઞાન બે પ્રકારનું કહ્યું છે, તેનો અર્થ એ નથી કે, સિદ્ધપણાની પ્રાપ્તિ પછી કેવળજ્ઞાન ધ્રુવ છે પરંતુ કેવળજ્ઞાન એ સિદ્ધના જીવોના જ્ઞાનના વેદનરૂપ છે તેથી પ્રથમ ક્ષણમાં જ્ઞાનનું વેદન છે તેનાથી ભિન્ન જ્ઞાનનું વેદન બીજી આદિ ક્ષણોમાં છે માટે કેવળજ્ઞાનપર્યાય સતત અન્ય અન્યરૂપે પરિણમન પામે છે, ફક્ત સંસારઅવસ્થા અને સિદ્ધાવસ્થાના ભેદના બળથી કેવળજ્ઞાનના ભેદનો બોધ કરાવવા અર્થે બે પ્રકારનું કેવળજ્ઞાન કહેવાયું છે. II૯/૧૪-૧પ
અવતરણિકા -
એ ઐલક્ષણ્ય પૂલવ્યવહારશું સિદ્ધનઈં આવ્યું, પણિ-સૂમનાઈ નાવ્યું જેમાર્ટિસૂક્ષ્મના=જુસૂત્રાદિક-ક્ત-સમયસમય પ્રતિ ઉત્પાદ, વ્યય માનશું છઇં, તે લેઈનઇં; તથા-દ્રવ્યાર્થાદેશન અનુગમ લેઈન-જે સિદ્ધકેવલજ્ઞાનમાંહિ ઐલક્ષણ્ય કહિઈં, તેહ જ-સૂક્ષ્મ કહવાઈ. ઈમ વિચારીનઈં પક્ષાંતર કહઈ છઈ –