SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૧૪-૧૫ ૩૬૧ “ને સંથાગા=જે સંઘયણાદિક=જે વજઋષભનારાચ સંઘયણાદિક, મવસ્થવર્તાિવિલેપન્નાયા=ભવસ્થકેવલીના વિશેષ પર્યાયો છે. તે તે, સિમાસમણા હાંતિસિદ્ધ થતા સમયમાં નથી=જાય છે. તો વિકાર્ય રોફતેથી વિગત થાય છે=ભવસ્થ કેવળજ્ઞાન નાશ પામે છે.” અર-રૂપા (સમ્મતિ બીજો કાંડ ગાથા-૩૫) “સિદ્ધત્તિને પુછો અને વળી સિદ્ધપણાથી, અસ સત્યાન્નાનો આ અર્થપર્યાય=કેવળજ્ઞાનરૂપ અર્થપર્યાય, ૩Housઉત્પન્ન થયો, સુરે સૂત્રમાં, વર્તમાતંતુ પડુ કેવળભાવને આશ્રયીને, રેવન્ને કેવળજ્ઞાન, રા=બતાવાયું છે અપર્યવસિત બતાવાયું છે.” ર-૩૬u (સમ્મતિ બીજો કાંડ ગાથા-૩૬) એ ભાવને લઈને સમ્મતિમાં જે ઉત્પાદવ્યયપ્રૌવ્ય બતાવ્યું-એ ભાવને લઈને, “વત્તાને કુવિધે પUV=કેવળજ્ઞાન બે પ્રકારનાં બતાવ્યાં છે “મવત્યવેત્તના ૪ સિદ્ધવનના =ભવસ્થ કેવળજ્ઞાન અને સિદ્ધસ્થ કેવળજ્ઞાન” ઈત્યાદિ સૂત્રમાં ઉપદેશ્યા છે. II/૧૫ ગાથા-૧૪ અને ૧૫નો ભાવાર્થ એક સાથે લેવામાં આવ્યો છે. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ ઘટનાશ, મુગટની ઉત્પત્તિ અને સુવર્ણની ધ્રુવતાને બતાવીને પદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ છે' તેમ સ્થાપન કર્યું. ત્યાં પ્રશ્ન થાય કે ઘટનાશપૂર્વક મુગટ ઉત્પન્ન થાય છે તે ક્ષણમાં તો ઉત્પાદ, વિનાશ અને ધ્રુવ સંગત થાય છે પરંતુ મુગટ ઉત્પન્ન થયા પછી જેમ સુવર્ણ ધ્રુવ દેખાય છે તેમ મુગટ પણ ધ્રુવ દેખાય છે અને કોઈ વસ્તુનો નાશ દેખાતો નથી તેથી મુગટની ઉત્પત્તિ પછી પણ પ્રતિક્ષણ નાશ, ઉત્પત્તિ અને ધ્રૌવ્યની સંગતિ કઈ રીતે થઈ શકે છે? તેનું સમર્થન ગ્રંથકારશ્રીએ ગાથા-૧૦માં કર્યું. ત્યાં પ્રશ્ન થયો કે “જો પ્રતિક્ષણ ઉત્પત્તિ અને પ્રતિક્ષણ નાશ સ્વીકારવામાં આવે તો ઉત્પન્ન અને નષ્ટ ઇત્યાદિ જે પ્રતીતિ થાય છે તે કઈ રીતે સંગત થઈ શકે?” તેનું સમર્થન ગાથા-૧૧માં ગ્રંથકારશ્રીએ કર્યું અને તેમાં તૈયાયિકની માન્યતાનો વિરોધ હોવાથી નૈયાયિકે પણ પ્રતિક્ષણ ઉત્પત્તિ અને પ્રતિક્ષણ નાશ સ્વીકારવાં જોઈએ તેનું યુક્તિથી ગ્રંથકારશ્રીએ ગાથા-૧૨ અને ૧૩માં સ્થાપન કર્યું અને ગાથા-૧૩ના અંતે ટબામાં કહ્યું કે, દ્રવ્યાર્થનયના આદેશથી દ્વિતીયાદિ ક્ષણમાં ઉત્પત્તિનો વ્યવહાર થાય છે તેમ નાશનો પણ વ્યવહાર થઈ શકે અને તે કથનનું સમર્થન સમ્મતિના વચનથી પ્રસ્તુત ગાથામાં કરે છે. જૈનદર્શનને માનનારા એકાંતવાસનાથી વાસિત મતિવાળા નૈયાયિકની જેમ કોઈક પૂર્વપક્ષ છે, જે કહે છે કે “સંસારી જીવ કેવળજ્ઞાન પામે છે, તે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કેવળજ્ઞાન નાશ પામતું નથી' માટે કેવળજ્ઞાનને શાસ્ત્રમાં “સાદિ અપર્યવસિત કહેલ છે. તેથી જેમ તૈયાયિક કહે છે કે “ઘટનાશથી મુગટ ઉત્પન્ન થાય છે અને જ્યાં સુધી તે મુગટ નાશ ન પામે ત્યાં સુધી તે મુગટ ધ્રુવ છે' તેમ કોઈક પૂર્વપક્ષી કહે છે કે, “જીવ કેવળજ્ઞાન પામે છે પછી તે કેવળજ્ઞાન નાશ પામતું નથી તેનું નિરાકરણ કરતાં સમ્મતિકાર કહે છે કે “જીવદ્રવ્ય છે અને કેવળજ્ઞાન પર્યાય છે અને પર્યાય પ્રતિક્ષણ અન્ય અન્ય ભાવને પામે છે તેને જોનારી દૃષ્ટિ નહીં હોવાથી પૂર્વપક્ષીને પ્રતિક્ષણ અન્ય અન્યરૂપે પણ થતું કેવળજ્ઞાન ધૃવરૂપે જણાય છે.”
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy