________________
૩૨૯
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૭ બો -
-યોગાચારવાદી બૌદ્ધ કહસ્થઈ ર્જ-નિમિતકારણના ભેદ વિના જ વાસનાજનિત જ્ઞાનસ્વભાવથી શોક, પ્રમોદાદિક સંકલ્પ, વિકલ્પ હોઈ છઈ.” તો-ઘટપટાદિ નિમિત વિના જ વાસના વિષઈં ઘટાટાઘાકાર જ્ઞાન હોઈ.” તિવાઈ બાહ્ય વસ્તુ સર્વ લોપાઈ અનઈ-નિષ્કારણ તત્તદાકાર જ્ઞાન પણિ ન સંભવઈ. અંતરબહિરાકાર વિધઇં, બાહ્યાકાર મિઆ કહિઈ, તેં ચિત્રવર્તુવિષય નીલપીતાઘાકાર જ્ઞાન પણિ મિઆ હુઈ જાઈ, તથા સુખાધાકાર, નીલાઘાકાર પણિ વિરુદ્ધ થાઈ. તિવારઈ-સર્વશૂન્ય જ્ઞાનવાદી માધ્યમિક બીદ્ધનું મત આવી જાઈં.
૩ ૨ – "किं स्यात् सा चित्रतैकस्यां, न स्यात्तस्यां मतावपि ।
થવીવં સ્વયમર્થનાં, રોવતે તત્ર વયમ્ ?” IBIT. શૂન્યવાદ પણિ-પ્રમાણ સિદ્ધયસિદ્ધિ વ્યાહત છઈ, તે માર્ટિ-સર્વનયશુદ્ધ સ્યાદ્વાદ જ વીતરાગ પ્રણીત આદર. ૯િ/૭મા. ટબાર્થ:
જો યોગાચારવાદી બૌદ્ધ કહેશે, જે, નિમિત્તકારણના ભેદ વગર જ=બાહ્યપદાર્થરૂપ નિમિત્તકારણના ભેદ વગર જ, વાસનાજનિતજ્ઞાનસ્વભાવથી શોકપ્રમોદાદિ સંકલ્પ-વિકલ્પ થાય છે–ત્રણ પુરુષોમાંથી કોઈકને શોક, કોઈકને પ્રમોદ અને કોઈકને માધ્યસ્થભાવરૂપ સંકલ્પ-વિકલ્પ થાય છે, તો ઘટપટાદિના લિમિત વગર જ વાસનાવિશેષથી ઘટપટાદિ આકારજ્ઞાન થાય, અને તિ વારે-યોગાચારવાદી જે કહે છે તેમ સ્વીકારીને ઘટપટાદિ નિમિત્ત વગર જ વાસનાવિશેષથી ઘટપટાદિ આકારનું જ્ઞાન થાય છે તેમ સ્વીકારીએ તો, બાહ્ય વસ્તુ સર્વ લોપાય અર્થાત્ જગતમાં કોઈ ઘટપટાદિ પદાર્થ નથી પરંતુ પુરુષને વાસનાજનિત જ્ઞાનસ્વભાવથી ઘટપટાદિરૂપ વિકલ્પો થાય છે તેમ માનવું પડે અને નિષ્કારણ તે તે આકારજ્ઞાન પણ સંભવે નહીં=જો બાહ્યપદાર્થ ન હોય તો બાહ્યપદાર્થરૂપ કારણ વગર ઘટપટાદિ આકારવાળું જ્ઞાન પણ સંભવે નહીં.
અહીં અંતરાકાર અને બહિરાકારનો વિરોધ છે=જોનાર પુરુષમાં ઘટપટાદિ આકારનું જ્ઞાન છે અને ઘટપટાદિ બહિરાકારવાળી વસ્તુ છે તેમ સ્વીકારવાનો વિરોધ છે, માટે બાહ્ય આકાર મિથ્યા કહીએમ્બાહ્ય આકાર વાસ્તવિક નથી માત્ર અંતરકાર જ વાસ્તવિક સ્વીકારીએ તો ચિત્રવર્તુવિષયક= અનેકરૂપવાળી વસ્તુવિષયક નીલપીરાદિ આકારરૂપ જ્ઞાન પણ મિથ્યા થાય અને તે રીતે સુખાકાર અને નીલાદિ આકાર પણ વિરુદ્ધ થાય એક પુરુષને નીલાદિ આકારવાળી વસ્તુને જોઈને નીલાદિ આકારનું જ્ઞાન થાય છે અને તે વખતે સુખાદિનો અનુભવ થાય છે પરંતુ પૂર્વમાં કહ્યું તેમ અંતરંગાકાર