________________
૩૨૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૬-૭ સ્વીકા૨વા જોઈએ. આથી જ શોક પ્રત્યે ઘટનાશ નિમિત્તકા૨ણ છે, પ્રમોદ પ્રત્યે મુગટનો ઉત્પાદ નિમિત્તકારણ છે અને મધ્યસ્થતા પ્રત્યે સુવર્ણનો ધ્રુવભાવ નિમિત્તકા૨ણ છે તેમ માનવું જોઈએ; કેમ કે નિમિત્તના ભેદ વગર ત્રણ પ્રકારના મનના પરિણામો થઈ શકે નહીં.
અહીં પ્રશ્ન થાય કે જેમ, શેરડીરૂપ એક જ વસ્તુને આશ્રયીને મનુષ્યને ઇષ્ટબુદ્ધિ થાય છે અને ઊંટને અનિષ્ટબુદ્ધિ થાય છે તેમ, શોકાદિ ત્રણ ભાવો પણ પ્રમાતૃના ભેદથી થાય છે તેમ સ્વીકારીએ તો શું વાંધો ?
શેરડીરૂપ એક વસ્તુમાં મનુષ્યરૂપ પ્રમાતૃને ઇષ્ટબુદ્ધિ થાય છે અને ઊંટરૂપ પ્રમાતૃને અનિષ્ટબુદ્ધિ થાય છે તેથી નક્કી થાય છે કે શેરડીરૂપ એક વસ્તુમાં ઇષ્ટજ્ઞાનજનનશક્તિરૂપ અને અનિષ્ટજ્ઞાનજનનશક્તિરૂપ પર્યાયભેદ છે માટે શેરડી પણ દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ છે અર્થાત્ શે૨ડીસ્વરૂપે દ્રવ્ય છે અને ઇષ્ટ-અનિષ્ટ જ્ઞાનજનનશક્તિરૂપે પર્યાય છે. વળી, શેરડીમાં પણ અનેક પર્યાયો છે, જે પ્રતિક્ષણ પરિવર્તન પામી રહ્યા છે તેથી જ્યારે શે૨ડી સુકાઈ જાય છે ત્યારે તેમાં મનુષ્યની ઇષ્ટજ્ઞાનજનનશક્તિરૂપ પર્યાય નાશ પામે છે તેથી શેરડીદ્રવ્ય પર્યાયરૂપે ઉત્પાદવ્યયરૂપ છે અને દ્રવ્યરૂપે ધ્રૌવ્ય છે માટે જગતવર્તી સર્વ પદાર્થો ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ છે તેમ માનવું ઉચિત છે. Ile/sil
અવતરણિકા :
પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ત્રણ પ્રકારના પુરુષોની ત્રણ પ્રકારની વાસનાના ભેદથી ત્રણ પ્રકારના શોકાદિરૂપ મનના ભેદો થાય છે તેમ નિમિત્તભેદનો સ્વીકાર કર્યાં વગર બૌદ્ધ સ્વીકારી શકે નહીં માટે શોકાદિરૂપ ત્રણ પ્રકારના મનના ભેદની સંગતિ અર્થે તેના નિમિત્તરૂપ ઉત્પાદ આદિ ત્રણ પણ બૌદ્ધે સ્વીકારવા જોઈએ. હવે જો ત્રણ પ્રકારના શોકાદિ ભાવોના નિમિત્તભેદને યોગાચારવાદી બૌદ્ધ ન સ્વીકારે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે ગ્રંથકારશ્રી બતાવે છે .
ગાથા:
જો નિમિત્તભેદ વિન ગ્યાનથી, શક્તિ સંકલ્પ-વિકલ્પ રે; તો બાહ્ય વસ્તુના લોપથી, ન ઘટઇં તુઝ ઘટ-પટજલ્પ રે.
જિન ||૯/૭ll
ગાથાર્થ ઃ
જો નિમિત્તભેદ વગર જ્ઞાનથી સંકલ્પ-વિકલ્પની શક્તિ છે=જ્ઞાનથી સંકલ્પ-વિક્લ્પની પુરુષની શક્તિ છે (તેમ યોગાચારવાદી બૌદ્ધ માને), તો બાહ્ય વસ્તુના લોપથી=સંકલ્પવિકલ્પના નિમિત્તભૂત બાહ્ય વસ્તુના લોપથી, તને=યોગાચારવાદી બૌદ્ધને, ઘટ-પટનો જલ્પ ઘટે નહીં=‘આ ઘટ છે’ ‘આ પટ છે' ઇત્યાદિ વચનપ્રયોગ ઘટે નહીં. (માટે માધ્યમિક બૌદ્ધ મત અનુસાર શૂન્યવાદની પ્રાપ્તિ થાય). II૯/૭/1