SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૫ થી ૮નું યોજનસ્વરૂપ બોધ કર્યા પછી તે તે નયને પ્રધાન કરીને યત્ન કરવાથી હિતની પ્રાપ્તિ થાય છે. જેમ આઘભૂમિકાવાળા યોગીઓ વ્યવહારનયથી ઉચિત પ્રવૃત્તિઓ કરીને હિત સાધે છે અને સંપન્નભૂમિકાવાળા યોગીઓ નિશ્ચયનયને પ્રધાન કરીને હિત સાધી શકે છે તેથી ઉચિત સ્થાને ઉચિત નયોનું યોજન કરીને હિત કરવા અર્થે પ્રમાણ અને નયનો વિવેક અતિઆવશ્યક છે. વળી, અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે અને જેઓ પૂર્ણ અહિંસાનું પાલન કરે છે, તેઓ સંસારનો ઉચ્છેદ કરીને વીતરાગ થાય છે. આમ છતાં અહિંસાનું સ્વરૂપ પ્રમાણ કઈ રીતે સ્વીકારે છે અને નયો કઈ રીતે સ્વીકારે છે તેનો વિવેક ન હોય તો સાધક પણ આત્મા પોતાનું હિત સાધી શકે નહીં અને પ્રમાણથી અને નયદષ્ટિથી અહિંસાનો વિવેક આ પ્રમાણે છે : શબ્દાદિ ત્રણ નયો આત્માના ક્ષમાદિ ભાવોની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ રીતે પ્રવર્તતા વ્યાપારને અહિંસા કહે છે તેથી જેમ મુનિ જિનવચનનું દઢ અવલંબન લઈને સુભટની જેમ મોહના સંસ્કારોના ઉચ્છેદ માટે સતત જિનવચનથી જિનવચનાનુસાર ક્રિયાથી અંતરંગ ઉદ્યમ કરીને ક્રોધાદિ ચાર કષાયોના પ્રતિપક્ષ એવાં ક્ષમાદિ ભાવોમાં ઉદ્યમ કરે છે, તેઓ પોતાના ભાવપ્રાણોનું રક્ષણ કરવા અર્થે અહિંસાનું પાલન કરે છે એમ શબ્દાદિ ત્રણ નયો સ્વીકારે છે અને આત્માના શુદ્ધ ભાવપ્રાણોના રક્ષણ અર્થે જગતના સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય પરિણામરૂપ સમભાવનો પરિણામ આવશ્યક છે અને તે સમભાવના પરિણામને ઉલ્લસિત કરવા અર્થે છકાયના પાલનનો પરિણામ આવશ્યક છે, તેથી જગતવર્તી કોઈ જીવને કોઈ પ્રકારની પીડા ન થાય, કોઈના પ્રાણનો નાશ ન થાય અને કોઈના કષાયના ઉદ્રકમાં પોતે નિમિત્ત ન બને તે પ્રકારે મુનિ સદા ઉદ્યમ કરે છે, જે આત્માના ષકાયના પાલનના પરિણામરૂપ છે અને તેને ઋજુસૂત્રનય અહિંસાનું પાલન કહે છે. વળી, ષકાયના પાલનના અર્થી સાધુ સંયમના પાલન અર્થે કોઈક કાયિક ચેષ્ટા કરવી આવશ્યક જણાય તો કંટકઆકર્ણ ભૂમિમાં ગમનની જેમ યતનાપૂર્વક કાયયોગને પ્રવર્તાવે છે. તે વ્યવહારનયને સંમત અહિંસા છે. આ રીતે વ્યવહારનયને સંમત, ઋજુસૂત્રનયને સંમત અને શબ્દાદિનય – એ ત્રણ નયોને સંમત એવી અહિંસાનું પાલન, એ પ્રમાણથી અહિંસા છે. વળી, તે તે નયની દૃષ્ટિ તે તે સ્થાનમાં ઉચિત પ્રયત્ન કરાવવા અર્થે હોય છે. તેથી નયદષ્ટિથી અને પ્રમાણદષ્ટિથી અહિંસાનું જ્ઞાન કરીને અહિંસામાં યત્ન કરવામાં આવે તો, તેના બળથી સંયમની પ્રાપ્તિ થાય છે અને સંયમની સમ્યક પ્રવૃત્તિના બળથી ક્ષપકશ્રેણીના વીર્યનો સંચય કરી શકે છે. ત્યાર પછી દ્રવ્યગુણપર્યાયના ભેદના ચિંતનરૂપ શુક્લધ્યાનના પ્રથમ પાયામાં અને અભેદના ચિંતનરૂપ શુક્લધ્યાનના બીજા પાયામાં જવા માટે જેમ સપ્તભંગી આદિનો બોધ આવશ્યક છે તેમ નયપ્રમાણનો બોધ પણ આવશ્યક છે. આ રીતે ગ્રંથકારશ્રીએ આત્મકલ્યાણમાં ઉપકારક એવો નય પ્રમાણનો વિવેક બતાવ્યો. તેના વિષયમાં દિગંબર દેવસેન જે કહે છે તે ભગવાનના શાસનના પદાર્થોને જ કોઈક દૃષ્ટિથી કહે છે, છતાં વિવેકનિકલ નયનો વિભાગ અને ઉપનયનો વિભાગ તેણે કર્યો છે તેનો બોધ કરાવવા અર્થે દેવસેનના વચનાનુસાર નયપ્રમાણનું સ્વરૂપ પાંચમી ઢાળની ગાથા-૭થી શરૂ કરીને આઠમી ઢાળની ગાથા-૭ સુધી ગ્રંથકારશ્રીએ બતાવેલ છે, જેનાથી નયોની દૃષ્ટિઓ કઈ કઈ રીતે પ્રવર્તે છે તેનો સૂક્ષ્મબોધ થાય છે; કેમ કે દેવસેને
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy