________________
૨૮
વગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢળ-૮ ગાથા-૨૦
કરીને શુદ્ધ સંગ્રહનયના કથનસ્વરૂપ શુદ્ધ નિશ્ચયનયનો અર્થ વેદાંતદર્શનવાળા સ્વીકારે છે. તેથી બ્રહ્માદ્વૈતરૂપ એક બ્રહ્મને માને છે એ પ્રમાણે સમ્મતિના વચનઅનુસાર પણ સિદ્ધ થાય છે કે, નિશ્ચયનય ઘણી વ્યક્તિઓનો અભેદ ઉપચાર કરે છે.
અહીં વિશેષ એ છે કે, “જે માયા' સૂત્રથી સંસારવર્તી સર્વ જીવોનો અને મુક્તજીવોનો અભેદરૂપે સંગ્રહ થાય છે તેથી જગતમાં “એક આત્મા છે, અનેક આત્મા નથી' તેવો બોધ શુદ્ધ આત્માના સ્વરૂપને જણાવવા અર્થે નિશ્ચયનય કહે છે. વળી, બ્રહ્માદ્વૈતવાદી એવું વેદાંતદર્શન જગતમાં બ્રહ્મથી અતિરિક્ત કાંઈ જ નથી તેમ માને છે અને જગતવર્તી ઘટ-પટ આદિ પદાર્થો અને જુદા જુદા જીવો જે પ્રત્યક્ષથી દેખાય છે તેની સંગતિ કરવા અર્થે કહે છે કે, “જેમ, અગ્નિમાંથી સ્તુલ્લિંગો નીકળે છે તેમ શુદ્ધ બ્રહ્મમાંથી સ્તુલ્લિંગો જેવા સંસારવર્તી દેખાતા જીવો છે અને ઘટપટાદિ વસ્તુઓ છે તેમ કહીને સર્વ પદાર્થોના અંતિમ સામાન્યને સ્વીકારે છે, જે શુદ્ધ સંગ્રહનયના આદેશરૂપ શુદ્ધ નિશ્ચયનયના અર્થને કહેનારું વચન છે. એમ “સમ્મતિ' ગ્રંથમાં કહ્યું છે માટે શુદ્ધ નિશ્ચયનય આત્માના અંતરંગ સ્વરૂપને બતાવવા અર્થે સર્વ આત્માનો સંગ્રહ કરે છે કે સર્વ દ્રવ્યનો સંગ્રહ કરે છે. તે અભેદ ઉપચારથી જ થઈ શકે છે માટે “નિશ્ચયનય ઉપચાર સ્વીકારતો નથી” તે દેવસેનનું વચન મિથ્યા છે.
(૩) વળી, આત્મારૂપ જે દ્રવ્ય તેની બાહ્મનિરપેક્ષપરિણામરૂપ જે નિર્મળ પરિણતિ છે તે નિશ્ચયનયનો અર્થ છે.
“આત્મા સામાયિક છે અને સામાયિકનો અર્થ આત્મા છે” આ સ્થાનમાં પણ “આત્મારૂપ દ્રવ્ય અને સામાયિકરૂપ પરિણામ એ કથંચિત્ ભિન્ન છે;” કેમ કે આત્મા દ્રવ્યરૂપ છે અને સામાયિક એ આત્માનો પરિણામ છે છતાં બાહ્ય પરિણામનિરપેક્ષ એવી જે આત્મદ્રવ્યની નિર્મળ પરિણતિ, તે પરિણતિનો આત્મા સાથે નિશ્ચયનય અભેદ દેખાડે છે. તેથી વ્યવહારનયથી આત્મદ્રવ્ય કરતાં આત્માના પર્યાયરૂપ સામાયિકનો જે ભેદ છે તે ભેદને નિશ્ચયનય ઉપચારથી જ સ્વીકારી શકે; કેમ કે દ્રવ્ય અને પર્યાયનો એકાંત ભેદ નથી અને એકાંત અભેદ નથી પરંતુ ભેદભેદ છે છતાં નિશ્ચયનય સામાયિકના પરિણામનો અભેદ મુખ્યરૂપે સ્વીકારે છે અને ઉપચારથી જ ભેદ સ્વીકારી શકે માટે નિશ્ચયનય ઉપચાર સ્વીકારતો નથી' તે દેવસેનનું વચન સંગત નથી.
આ રીતે=પૂર્વમાં ત્રણ ભેદથી નિશ્ચયની પરિણતિ બતાવી એ રીતે, લોકઅતિક્રાંત અર્થ પ્રાપ્ત થાય એ સર્વ નિશ્ચયનયનો ભેદ પ્રાપ્ત થાય અને નિશ્ચયનયના તે વચનથી આત્મા લોકોત્તર અર્થની ભાવના પ્રાપ્ત કરે છે. તેથી લોકોત્તર અર્થની ભાવના માટે જ્યાં જ્યાં ઉપયોગી જણાય ત્યાં ત્યાં નિશ્ચયનય પણ ઉપચાર સ્વીકારે છે તેમ સ્વીકારવું ઉચિત છે.
અહીં વિશેષ એ છે કે સ્યાદ્વાદની દૃષ્ટિથી “ગુણગુણીનો કથંચિત્ અભેદ છે અને સર્વ આત્માઓમાં પણ આત્મારૂપે કથંચિત્ અભેદ છે' એમ નિશ્ચયનય સ્વીકારે છે. વળી, “ગુણગુણીનો કથંચિતુ ભેદ છે અને સર્વ આત્માઓનો તે તે આત્માનો વ્યક્તિરૂપે ભેદ છે' એમ વ્યવહારનય સ્વીકારે છે માટે ઘણી વ્યક્તિનો જે અભેદ સ્વીકારીને નિશ્ચયનય “એક આત્મા છે' એમ કહે છે તે સ્થાનમાં પણ ગૌણરૂપે ભેદનો સ્વીકાર છે. વળી, જો સર્વ આત્માનો એકાંત અભેદ સ્વીકારવામાં આવે અને ગૌણરૂપે ભેદ સ્વીકારવામાં ન આવે તો